WPFG 2029 : ગુજરાત માટે ગૌરવની ક્ષણ, WPFG 2029 ની કરશે યજમાની, CM ભૂપેન્દ્ર પટેલે આપી માહિતી
- ભારતને 23 મી WPFG 2029 ની યજમાની કરવાની તક મળી
- CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટર પર પોસ્ટ કરી માહિતી આપી, અભિનંદન પાઠવ્યા
- ભારતે અમદાવાદ, ગાંધીનગર, એકતાનગરમાં WPFG નું આયોજન કરવાની બિડ જીતી : CM
- 'આ વૈશ્વિક જીત PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના દૂરંદેશી નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે'
ભારતને 23 મી વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ 2029 ની (WPFG 2029) યજમાની કરવાની તક મળી છે. આ અંગે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ટ્વીટર પર પોસ્ટ કરી માહિતી આપી છે. આ ઇવેન્ટનું આયોજન ગુજરાતના અમદાવાદ (Ahmedabad), ગાંધીનગર અને એકતા નગરમાં કરવામાં આવશે. આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા છે.
આ પણ વાંચો - Rath Yatra 2025 : PM મોદીએ જમાલપુર જગન્નાથ મંદિરે મોકલ્યો આ ખાસ પ્રસાદ!
Proud moment for Gujarat!
India has won the bid to host the 2029 World Police & Fire Games (WPFG) in Ahmedabad, Gandhinagar & Ekta Nagar, following a comprehensive bid presentation to the WPFG Federation in Birmingham, USA.
This global victory reflects the visionary leadership…
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 26, 2025
ભારતને 23 મી WPFG 2029 ની યજમાની કરવાની તક મળી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટર પર પોસ્ટ કરી લખ્યું કે, 'ગુજરાત માટે ગર્વની ક્ષણ! અમેરિકાના બર્મિંગહામમાં WPFG ફેડરેશન સમક્ષ વ્યાપક બિડ પ્રેઝન્ટેશન પછી ભારતે અમદાવાદ, ગાંધીનગર (Gandhinagar) અને એકતાનગરમાં 2029 વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ (WPFG 2029) નું આયોજન કરવાની બિડ જીતી લીધી છે. આ વૈશ્વિક જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના (Amit Shah) દૂરંદેશી નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે અને અમદાવાદને ભારતની રમત રાજધાની બનાવવા તરફ એક મોટું પગલું છે.'
આ પણ વાંચો - Shala Praveshotsav 2025:શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની જ્વલંત સફળતા
Gujarat CM Bhupendra Patel tweets, "Proud moment for Gujarat! India has won the bid to host the 2029 World Police & Fire Games (WPFG) in Ahmedabad, Gandhinagar & Ekta Nagar, following a comprehensive bid presentation to the WPFG Federation in Birmingham, USA. This global victory… https://t.co/QEphu1QD3c pic.twitter.com/0UgathsUEx
— ANI (@ANI) June 26, 2025
CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી આપી માહિતી, કહ્યું - ગુજરાત માટે ગર્વની ક્ષણ!
જણાવી દઈએ કે, વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ 2029 નું આયોજન ગુજરાતનાં અમદાવાદ, ગાંધીનગર અને એકતાનગરમાં (Ekta Nagar) થશે. બર્મિંગહામનાં બોલરૂમ-એ, ઈસ્ટ હોલમાં BJCC ખાતે આયોજિત સમારોહમાંથી આ ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. માહિતી અનુસાર, ભારત અને વિયેતનામ (Vietnam) વચ્ચે ખૂબ જ રોમાંચક મુકાબલો થયો હતો, પરંતુ અંતે ફેડરેશન ભારતના પક્ષમાં રહ્યું.
આ પણ વાંચો - Rath Yatra 2025 : PM મોદીએ પ્રસાદ મોકલ્યો, CM એ આરતી ઉતારી, સોનાવેશનાં દર્શન, ગજરાજનું પૂજન, જુઓ Photos-Video


