Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutch : 'વહેલી તકે ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપો, જનતામાં રોષ ફેલાશે તો..!'

એકલધામનાં મહંત યોગી દેવનાથ બાપુ (Mahant Yogi Devnath Bapu) છેલ્લા 8 દિવસથી અન્નનો ત્યાગ કરી ઉપવાસ પર બેઠા છે.
kutch    વહેલી તકે ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપો  જનતામાં રોષ ફેલાશે તો
Advertisement
  1. Kutch માં યોગી દેવનાથ બાપુના ધરણા આઠમાં દિવસે પણ યથાવત
  2. ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માગ
  3. અમે અમારા માટે અનસન નથી કર્યું : દેવનાથબાપુ
  4. 'સરકારને શું તકલીફ છે કે કોઈ ઉત્તર આપતી નથી'

Kutch : કચ્છ જિલ્લામાં ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવાની લડાઈ હાલ પણ યથાવત છે. યોગી દેવનાથ બાપુ (Mahant Yogi Devnath Bapu) છેલ્લા 8 દિવસથી ધરણાં પર બેઠા છે. યોગી દેવનાથબાપુએ ગુજરાત ફર્સ્ટ (Gujarat first News) સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે, અમે અમારા માટે ધરણાં પર બેઠા નથી. સરકારને શું તકલીફ છે કે કોઈ ઉત્તર આપતી નથી. જો જનતામાં રોષ ફેલાશે તો અમને કહેતા નહિ..!

આ પણ વાંચો - Vadodara : શ્રીજીની મૂર્તિ પર ઈંડુ ફેંકવા મામલે સાદિકા સિંધીની ધરપકડ, સત્તાપક્ષ જોડે ઘરોબાની ચર્ચા

Advertisement

Kutch માં છેલ્લા 8 દિવસથી ધરણાં પ્રદર્શન, દેવનાથ બાપુનું નિવેદન

રાજ્યમાં ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માગ દિવસે દિવસે વધુ ઊગ્ર બનતી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે કચ્છ જિલ્લામાં (Kutch) આ માગ સાથે છેલ્લા 8 દિવસથી ધરણાં પ્રદર્શન થઈ રહ્યા છે. એકલધામનાં મહંત યોગી દેવનાથ બાપુ (Mahant Yogi Devnath Bapu) છેલ્લા 8 દિવસથી અન્નનો ત્યાગ કરી ઉપવાસ પર બેઠા છે. તેમની સાથે મોટી સંખ્યામાં સનાતનીઓ, સંત-'સંઘ' ધરણાં પ્રદર્શનમાં જોડાયા છે. દરમિયાન, દેવનાથ બાપુનું નિવેદન સામે આવ્યું છે. તેમણે ગુજરાત ફર્સ્ટ (Gujarat first News) સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, અમે અમારા માટે ઉપવાસ પર નથી બેઠા. ગાય માતાને રાજયમાતાનો દરજ્જો મળે તે માટે બેઠા છીએ.

Advertisement

આ પણ વાંચો - Vadodara : ગણેશ વિસર્જનને લઇને પોલીસે કમર કસી, સીસીટીવી અને ડ્રોનથી રહેશે વિશેષ નજર

'સરકારને શું તકલીફ છે કે કોઈ ઉત્તર આપતી નથી'

દેવનાથ બાપુએ આગળ કહ્યું કે, સરકારને શું તકલીફ છે કે કોઈ ઉત્તર આપતી નથી. નરોવા કુંજરોવા જવાબો આપવાનું બંધ કરો. આ સાથે તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, અમે હજું શાંત છીએ, જો જનતામાં રોષ ફેલાશે તો અમને કહેતા નહિ! વહેલી તકે ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપો. માહિતી અનુસાર, આજે ઉપવાસી છાવણીમાં વધુ એક વ્યક્તિની તબિયત લથડી હતી. જણાવી દઈએ કે, અગાઉ અજેશ સ્વરૂપ સ્વામીએ કહ્યું કે, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભાજપની સરકાર છે. મહારાષ્ટ્રમાં ગાય માતાને દરજ્જો આપ્યો તો ગુજરાતમાં કેમ નહીં? કોઈ પણ સમસ્યા હશે તેને દૂર કરવા સાધુ-સંતો સક્ષમ છે.

આ પણ વાંચો - Gujarat Rain: ભારે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી, જાણો નવરાત્રિમાં કેવુ રહેશે વાતાવરણ

Tags :
Advertisement

.

×