ઈડરના બડોલીમાં ઝાડ કાપવા ગયેલા યુવાનને વીજ કરંટ લાગતાં મોત
- ઈડરના બડોલીમાં ઝાડ કાપવા ગયેલા યુવાનને વીજ કરંટ લાગતાં મોત
- પરિવારમાં યુવકના મોત બાદ છવાયો માતમ
ઈડર-ભિલોડા રોડ પર થ્રીફેઝ લાઈનમાં વીજ પ્રવાહ ચાલુ હોવા છતાં બડોલી ગામે શુક્રવારે એક યુવાન લીલા ઝાડની ડાળીઓ કાપવા માટે ઝાડ પર ચઢયો હતો ત્યારે વીજ કરંટ લાગતાં તેનું કમકમાટી ભર્યું મોત નિપજયું હતું. ઘટનાની જાણ થયા બાદ ઈડર પોલીસે ઘટના સ્થળે જઈ વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
આ અંગે સૂત્રોમાંથી મળતી મહિતી મુજબ શુક્રવારે સવારના ૮.૩૦ વાગ્યાના સુમારે બડોલી ગામેથી પસાર થતી ઈડર-ભિલોડા થ્રીફેઝ લાઈન પસાર થતી હતી ત્યારે ગમે તે કારણસર આ રોડ પર આવેલ અને બારીબારણાનો વેપાર કરતા એક વેપારીના ત્યાં નોકરી કરવા માટે માધાભાઈ પશાભાઈ રાવળ આવ્યા હતા જયાં અચાનક એક ડીપી નજીક સપ્તપદી ઝાડ વીજ લાઈન સાથે લપેટાયેલું હતું જેથી તેને દુર કરવા માટે માધાભાઈ રાવળ ઝાડ પર ચઢયા હતા.
આ દરમ્યાન હેવી વીજ લાઈન ચાલુ હોવાને કારણે કરંટ લાગતાં માધાભાઈ રાવલ ચોટી ગયા હતા ત્યારબાદ તેમનું શરીર પણ નિશ્ચેત બની ગયું હતું જે અંગે આ વિસ્તારમાં ખબર પડતાં અનેક લોકો દોડી આવ્યા હતા. દરમ્યાન ઉત્તર ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ પ્રિમોન્સુનની કામગીરી સફળ રીતે કરતા હોવાના દાવા બડોલીમાં બનેલી ઘટના બાદ પોકળ સાબિત થયા છે.
અત્યારે તો વીજ કરંટથી મોત નિપજેલ મૃતકના પરિવાર પર દુઃખના ડુંગર ખડકાઈ ગયા છે ત્યારે ઘટનાની જાણ થતાં રાવળ સમાજના લોકો ઘટના સ્થળે ઉમટી પડયા હતા. તો બીજી તરફ વેપારી સુરેશભાઈની ગોર બેદરકારી બદલ ઉપસ્થિત લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો.
લોકોએ કરેલા આક્ષેપ મુજબ ઈડર-ભિલોડા રોડ બારી બારણાના વેપારી કરતા સુરેશભાઈ અવાર નવાર ભંગાર રોડ પર એકત્ર કરતા હોવાથી રોગચારો ફાટી નિકળે તેવી શકયતાને લઈને સ્થાનિકોએ અગાઉ પણ સંલગ્ન વિભાગમાં રજુઆત કરી હતી. હવે જોવાનું એ રહે છે કે આ વેપારી અને વીજ કંપની મૃતકના પરિવારને કેવી રીતે મદદરૂપ બને છે.
અહેવાલ: યશ ઉપાધ્યાય, સાંબરકાંઠા
આ પણ વાંચો- Bhavnagar એક બાળક તો જબ્બર ઉતર્યો…એક મહિલા તો હસી રહી છે…!


