Botadના રાણપુર પાસે ખેતરમાં વીજશોક લાગતા નાની બહેનનું મોત, મોટી બહેન ઈજાગ્રસ્ત
- રાણપુરના વાડિમા બે બાળકીઓને ઝટકો
- વિજશોક લાગતા એક બાળકિનુ મોત
- એક બાળકીને ઈજાઓ થતાં સારવાર હેઠળ
- વિજશોક મૂકનાર સામે કડક કાર્યવાહી
Botad:બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ધારપીપળા રોડ ઉપર વાડીમાં ઝટકાના તારમાં વીજશોક લાગતા 2 સગી બહેનોને વીજશોક લાગ્યો હતો. આ બંને બાળકી બોરા લેવા ગઈ હતી. જેમાં બોરા લેતા સમયે બાજુમાં ઝટકાનો તાર હોય, જેમાં વીજશોક ગોઠવેલો હતો, ત્યારે આ બંને બહેનને વીજશોક લાગતા નાની બહેનનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.
નાની બહેનનું મોત, મોટી બહેન ઈજાગ્રસ્ત
જ્યારે મોટી બહેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. નાની બહેનનું મોત નિપજ્યુ, જ્યારે મોટી બહેનને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ બંને સગી બહેન વાડીના શેઢે બોરા લેવા જતા ઝટકાના તારમાં ગોઠવવામાં આવેલો ઈલેક્ટ્રીક વીજશોક લાગતા બંને સગી બહેનોને વીજશોક લાગ્યો હતો, જેમાં એક નાની બહેનનું મોત નીપજ્યું જ્યારે તેની મોટી બહેન ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી.
આ પણ વાંચો-Bharuch:GFL કંપનીમાં શ્રમિકના મોતનો મામલેકંપનીએ 25-25 લાખની સહાય કરી જાહેર
ઝટકાના તારમાં વીજશોક ગોઠવ્યો હતો
રાણપુર શહેરમાં ધારપીપળા રોડ ઉપર કેશુભાઈ રામજીભાઈ ડેરાણીયાની વાડી ધુળાભાઈ માનસંગભાઈ નામના વ્યક્તિએ વાડી ઈજારે રાખી હતી અને તેઓએ વાડીના ફરતે ઝટકાના તારમાં ડાયરેક્ટ લાઈટના વાયરમાં આંકડી નાખી ગેર કાયદેસર કરીને ઝટકાના તારમાં વીજશોક ગોઠવ્યો હતો. વાડી ભાગવી રાખી હતી, તે વાડીમાં ઝટકાના તાર બાંધેલો હતો. જે ઝટકાના તારની અંદર વીજ શોક મૂક્યો હતો.
આ પણ વાંચો-Chhotaudepur માં સામુહિક આરોગ્ય કેન્દ્રનો ડોક્ટર દારૂડિયો!
પોલીસે તપાસ શરૂ કરી
જ્યાં બંને બહેનો બોરા ખાવા માટે બોરા લેવા જતા આ બંને બહેનોને ઝટકાના તારમાં ઈલેક્ટ્રીક શોક લાગતા નાની બહેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. કેરીયા ગામના પરિવાર રાણપુરમાં ધારપીપળા રોડ ઉપર વાડીનું ભાગ્યું રાખીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, જ્યારે આ ઘટનાની જાણ લોકોને થતાં લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને પોલીસને પણ આ બનાવ અંગેની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી અને આગળની તપાસ હાથ ધરી છે.


