Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ વખતે ચૂંટણી લડી રહેલા 313 ઉમેદવારો ધરાવે છે ગુનાઇત ઇતિહાસ

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં રાજ્યની કુલ  182 બેઠક પર કુલ 1621 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.. જેમાંથી 313 જેટલા ઉમેદવારો વિવિધ ગુનાઓથી ખરડાયેલા છે. ગત વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ ગુનાથી ખરડાયેલા ઉમેદવારોની સંખ્યામાં વધારો થયો છે.  કોંગ્રેસ પાર્ટીના 30 ઉમેદવારોનો ગુનાઇત ઇતિહાસ કુલ 1621 ઉમેદવારોમાંથી 313 ઉમેદવારો સામે વિવિધ પોલીસ કેસ નોંધાયેલા છે. જેમાં ભાજપના 28, કોંગ્રેસના 30 અને આમ આદમà«
આ વખતે ચૂંટણી લડી રહેલા 313 ઉમેદવારો ધરાવે છે ગુનાઇત ઇતિહાસ
Advertisement
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં રાજ્યની કુલ  182 બેઠક પર કુલ 1621 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.. જેમાંથી 313 જેટલા ઉમેદવારો વિવિધ ગુનાઓથી ખરડાયેલા છે. ગત વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ ગુનાથી ખરડાયેલા ઉમેદવારોની સંખ્યામાં વધારો થયો છે.  
કોંગ્રેસ પાર્ટીના 30 ઉમેદવારોનો ગુનાઇત ઇતિહાસ 
કુલ 1621 ઉમેદવારોમાંથી 313 ઉમેદવારો સામે વિવિધ પોલીસ કેસ નોંધાયેલા છે. જેમાં ભાજપના 28, કોંગ્રેસના 30 અને આમ આદમી પાર્ટીના 15 ઉમેદવારો શામેલ છે. આ ઉપરાંત જે ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તે કેટલીક સ્થાનિક પાર્ટીઓના અને અપક્ષ ઉમેદવારો છે...મહત્વપૂર્ણ છે કે ચૂંટણી પંચ દ્વારા દરેક પાર્ટીને ગુનાઇત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોની વિગતો વેબસાઇટ પર મુકવાની સૂચના આપવામાં આવી છે. 
2017ની ચૂંટણીમાં ગુનાઇત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોની સંખ્યા 253 હતી 
જો ગત વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો ગત ચૂંટણીમાં કુલ 1815 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાંથી 253 ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવતા હતા. એટલે કે કુલ ઉમેદવારોના 14 ટકા જેટલા ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવતા હતા. જ્યારે 2012માં કુલ 1283 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાંથી 222 ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવતા હતા. આ વખતે કુલ 19 ટકાથી વધુ ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×