Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિધાનસભા ચૂંટણીમાં વડગામની બેઠક પર જામશે ચતુષ્કોણીય જંગ, જાણો જીજ્ઞેશ મેવાણીની સામે ટક્કરમાં કોણ-કોણ ?

આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડગામ બેઠક પર ચતુષ્કોણીય જંગ જામશે. વડગામ વિધાનસભા સીટ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે. કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર ભાજપ-કોંગ્રેસની સાથે આમ આદમી અને AIMIM પાર્ટીએ પણ ઝંપલાવતા આ બેઠક પર રસપ્રદ ચૂંટણી જંગ જોવા મળશે . વડગામ સીટ પર અત્યાર સુધી કોંગ્રેસનો દબદબો અત્યાર સુધી વડગામ સીટ પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. વડગામ સીટ પર 2.94 લાખ કુલ મતદારો છે.. જેમ
વિધાનસભા ચૂંટણીમાં વડગામની બેઠક પર જામશે ચતુષ્કોણીય જંગ  જાણો જીજ્ઞેશ મેવાણીની સામે ટક્કરમાં કોણ કોણ
Advertisement
આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડગામ બેઠક પર ચતુષ્કોણીય જંગ જામશે. વડગામ વિધાનસભા સીટ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે. કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર ભાજપ-કોંગ્રેસની સાથે આમ આદમી અને AIMIM પાર્ટીએ પણ ઝંપલાવતા આ બેઠક પર રસપ્રદ ચૂંટણી જંગ જોવા મળશે . 
વડગામ સીટ પર અત્યાર સુધી કોંગ્રેસનો દબદબો 
અત્યાર સુધી વડગામ સીટ પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. વડગામ સીટ પર 2.94 લાખ કુલ મતદારો છે.. જેમાં સૌથી વધુ વોટ મુસ્લિમ મતદારોના છે. જ્યારે બીજા નંબરે દલિત સમાજના વોટ છે. ત્યારે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા માટે ભાજપે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાને મેદાનમાં ઉતાર્યા છે. 
કોંગ્રેસે જીજ્ઞેશ મેવાણીને મેદાનમાં ઉતાર્યા છે 
કોંગ્રેસે દલિત નેતા જીગ્નેશ મેવાણીને જંગના મેદાનમાં ઉતાર્યા છે. જોકે, ઓવેસીની પાર્ટી AIMIM અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારતા વડગામ બેઠક પર ચતુષ્કોણીય જંગ જામશે. 
બેરોજગારી અને પાણીની સમસ્યા 
વડગામની જનતા અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે. . વડગામમાં કોઈ ધંધા રોજગાર નથી. ત્યારે વડગામમાં જી.આઇ.ડી.સી બને અને ધંધા રોજગાર વધે તથા પાણીની સમસ્યા હલ થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે. 
આ પણ વાંચો - 

કાર્યવાહીથી બચવા મધુ શ્રીવાસ્તવનો ટેક્નિકલ બચાવ ? ગોળી મારવાની નહીં ગોળી ખવડાવવાની વાત કરી હતી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×