કરણી સેનાના નેતા રહી ચૂક્યા છે ભાજપના જામનગર (ઉત્તર) બેઠકના ઉમેદવાર રીવાબા, મિકેનિકલ એન્જિનિયરિંગનો કર્યો છે અભ્યાસ
ગુજરાત વિધાનસભા ચૂંટણી હવે ખુબજ નજીકમાં છે.. ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. રીવાબા 3 વર્ષ પહેલા ભાજપમાં જોડાયા હતા. કોણ છે રીવાબા જાડેજા?રીવાબા જાડેજા મૂળ ગુજરાતના રાજકોટના નિવાસી છે. તેમના પિતા ઉદ્યોગપતિ છે. મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર રિવાબા ઘણા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. તેમણે વર્ષ 2016માં ક્ર
Advertisement
ગુજરાત વિધાનસભા ચૂંટણી હવે ખુબજ નજીકમાં છે.. ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. રીવાબા 3 વર્ષ પહેલા ભાજપમાં જોડાયા હતા.
કોણ છે રીવાબા જાડેજા?
રીવાબા જાડેજા મૂળ ગુજરાતના રાજકોટના નિવાસી છે. તેમના પિતા ઉદ્યોગપતિ છે. મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર રિવાબા ઘણા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. તેમણે વર્ષ 2016માં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા. રીવાબા જાડેજા રાજપૂત સમાજના સંગઠન કરણી સેનાના નેતા પણ રહી ચૂક્યા છે. તે 2019ની લોકસભા ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા..ત્યારથી તે ભાજપના તમામ કાર્યક્રમોમાં સ્ટેજ પર જોવા મળે છે.
રાજકોટમાં રેસ્ટોરન્ટ
તમને જણાવી દઈએ કે રીવાબા જાડેજા કોંગ્રેસના દિગ્ગજ નેતા હરિસિંહ સોલંકીના સંબંધી પણ છે. રીવાબા તેમનો મોટાભાગનો સમય રાજકોટ અને જામનગરમાં વિતાવે છે. જાડેજા પરિવાર રાજકોટમાં ‘જદ્દુસ ફૂડ ફિલ્ડ’ નામની રેસ્ટોરન્ટ ધરાવે છે. રીવાબા ભાજપમાં જોડાયા ત્યારે પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે રીવાબા ગુજરાતનો મોટો ચહેરો છે. આવી સ્થિતિમાં તેમનો ભાજપમાં જોડાવાનો સારો ફાયદો થઈ શકે છે.
રવિન્દ્ર જાડેજાના બહેન પણ રાજકારણમાં
રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા અને બહેન નયનાબેન જાડેજા પણ રાજકારણમાં છે. નયનાબેન જામનગરમાં મહિલા કોંગ્રેસ પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજા જ્યારે માત્ર 17 વર્ષના હતા ત્યારે તેમની માતાનું નિધન થયું હતું. આ પછી બહેન નયનાએ તેમની જવાબદારી સંભાળી અને તેને ક્રિકેટ રમવા માટે પ્રેરિત કર્યો હતો.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચાર(news)માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


