ગુજરાતમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓનો આક્રમક ચૂંટણી પ્રચાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં ભાજપે (BJP) આજથી આક્રમક ચૂંટણી પ્રચાર શરુ કર્યો છે. આજે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભાજપના કેન્દ્રીય નેતાઓની તાબડતોબ રેલીઓ યોજવામાં આવી હતી .યુપીના CM યોગીએ વાંકાનેરમાં સભા સંબોધી હતી જ્યારે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ નવસારીમાં સભા સંબોધી હતી. કચ્છમાં MPના CM શિવરાજસિંહ ચૌહાણે સભા સંબોધી હતી જ્યારે સુરતના વાંકલનમાં અનુરાગ ઠાકુરે સભા સંબોધી હતી
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં ભાજપે (BJP) આજથી આક્રમક ચૂંટણી પ્રચાર શરુ કર્યો છે. આજે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભાજપના કેન્દ્રીય નેતાઓની તાબડતોબ રેલીઓ યોજવામાં આવી હતી .યુપીના CM યોગીએ વાંકાનેરમાં સભા સંબોધી હતી જ્યારે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ નવસારીમાં સભા સંબોધી હતી. કચ્છમાં MPના CM શિવરાજસિંહ ચૌહાણે સભા સંબોધી હતી જ્યારે સુરતના વાંકલનમાં અનુરાગ ઠાકુરે સભા સંબોધી હતી.
સુરત ચોર્યાસી વિધાનસભામાં યોગીની જાહેરસભા
બુલડોઝર નેતા અને હિંદુત્વનો પ્રખર ચહેરો એવા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીશ્રી યોગી આદિત્યનાથ ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. તેઓ સુરતની ચોર્યાસી વિધાનસભામાં પ્રચાર માટે પહોંચ્યા હતા. તેમણે ભારત માતા કી જયના નારાથી સંબોધન શરૂઆત કરતા જણાવ્યું કે, ગુજરાતની આર્થિક રાજધાનીને નમન કરી તમામનું અભિનંદન કરૂ છું. આટલી મોટી સંખ્યામા તમે આવ્યો છો તે દર્શાવે છે કે ભારતવાસીઓના મનમા મોદીના માટે ખુબ પ્રેમ છે. ગુજરાતનો લોકો પણ સન્માનનો ભાવ વ્યક્ત કરી રહ્યા છે. ગુજરાત દેશનુ ગૌરવ છે. દેશની આઝાદીની લડાઈમા પણ ગુજરાતનો સૌથી મોટો ફાળો છે. લોકોને લાગતુ હતુ કે હવે દેશ આઝાદ થશે કે નહી ત્યારે ગાંધીજીનુ નેતૃત્વ દેશને મળ્યુ હતુ. ગુજરાતની માટીએજ દેશને નેતૃત્વ આપ્યુ છે. સરદાર પટેલએ પણ દેશને એક કર્યો. ગુજરાતની ધરતીના સપૂત નરેન્દ્ર મોદી દુનિયામા સૌથિ લોકપ્રિય છે. જે તમામ દેશ માટે ગૌરવની વાત છે. જે કાર્ય ક્યારેય નથી થયુ તે મોદીજીએ કરી બતાવ્યુ છે. મોદી હૈ તો મૂમકીન હૈ સ્લોગન મોદીજીએ યથાર્થ કરી બતાવ્યું છે. રામમંદિરનું નિર્માણ તે વાતનો પુરાવો છે અને સુરતને હું અભિનંદન આપુ છે કે, પહેલું ડોનેશન સુરતના વેપારીએજ આપ્યુ હતું. યોગી આદિત્યનાથે કેજરીવાલ પર પ્રહાર કરતા જણાવ્યું કે, કેટલાક લોકો કહે છે કે તે જાદૂગર છે પણ જાદુગર ક્યારેય શાશ્વત નથી હોતું. વિકાસના કામમમા જ્યારે પણ જાદુગર સ્પિડ બ્રેકર બનીને આવે તેનીથી ચેતજો. કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે જણાવ્યું કે, કાશ્મીરમાં કલમ 370 કોંગ્રેસની દેન છે જે ભાજપે હટાવી, ભાજપે રામમંદિર નિર્માણનુ કાર્ય કરેલું છે. કોંગ્રેસ અને આપ આ કરી શકે તે માટે સક્ષમ નથી તેથી ભાજને મત આપવા આપ સૌને અપિલ કરૂ છું.
વાંકાનેરમાં યોજાઇ યોગીની જાહેરસભા
વાંકાનેરમાં યુપીના CM યોગી આદિત્યનાથની સભા યોજાઇ હતી. સભાની શરુઆતમાં યોગી આદિત્યનાથે ગુજરાતીમાં સંબોધન શરૂ કર્યુ હતું. તેમણે કહ્યું કે રામ-કૃષ્ણ,બાબા વિશ્વનાથની ભૂમિથી હું મહાત્મા ગાંધી,સરદાર પટેલ,મોદીજીની ધરતી પર આવ્યો છું. મોરબીની પુલ દુર્ઘટનામાં સમગ્ર દેશ મોરબીની સાથે ઉભો રહ્યો છે અને કાંતિભાઈએ જીવના જોખમે લોકોને બચાવ્યા હતા. તેમણે કહ્યું કે મોરબી હંમેશા પડકારોનો સામનો કરીને ઉભું થયું છે. તેમણે વધુમાં કહ્યું કે દેશની આઝાદીમાં ગુજરાતના સપૂતોનું યોગદાન છે. મહાત્મા ગાંધીજી આઝાદીના લડવૈયાઓને પ્રેરણા આપે છે અને સરદાર પટેલે દેશના રજવાડાને એક કર્યા હતા. આજે વિશ્વ મોદીજીના નેતૃત્વથી પ્રભાવિત છે. ભારતને G20ના નેતૃત્વનો અવસર મળ્યો છે. ગુજરાત મોડલની દેશ અને દુનિયામાં ચર્ચા છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીએ ગુજરાતનું એક મોડલ ઉભુ કર્યુ છે. કોરોનામાં ઉપચારની વ્યવસ્થા કરાઇ હતી. 80 કરોડ નાગરિકોને ફ્રીમાં રાશન આપ્યું છે.
મોદી હૈ તો મુમકિન હૈ.
CM યોગીએ વધુમાં કહ્યું કે ભારત વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા છે. હાલ આઝાદીનો ભવ્ય અમૃત મહોત્સવ યોજાયો છે અને ધર્મસ્થાનોના ભવ્ય સ્વરૂપ અત્યારે જોવા મળે છે. અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે જ્યારે કાશી વિશ્વનાથ ધામનું ભવ્યરૂપ જોવા મળી રહ્યું છે. તેમણે કહ્યું કે મોદી હૈ તો મુમકિન હૈ. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસવાળા રાષ્ટ્રગાનનું સન્માન પણ નથી કરી શકતા. ગાંધીજીએ કહ્યું હતું કે કોંગ્રેસનું વિસર્જન કરવું જોઈએ અને ગાંધીજીના આ સંકલ્પને પૂર્ણ કરવાનો સમય આવ્યો છે. તેમણે કહ્યું કે મોરબીની દરેક સીટ ભાજપને મળવી જોઈએ.
જે.પી.નડ્ડાની નવસારીમાં સભા
બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની નવસારીમાં સભા યોજાઇ હતી. જે.પી નડ્ડાએ પોતાના ભાષણમાં કહ્યું કે મોદીજીએ દેશને નવી દિશા આપી છે. ગુજરાતે વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. ગુજરાત મોડલનો મતલબ વિકાસ,વિકાસ અને વિકાસ છે. તેમણે કહ્યું કે અન્ય પક્ષોએ માત્ર વોટબેન્કની રાજનીતિ કરી છે જ્યારે ભાજપે આદિવાસીઓને સન્માન આપ્યું છે. અમે અનુસૂચિત જાતિ,જનજાતિના રાષ્ટ્રપતિ બનાવ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે ગુજરાત દેશને દિશા આપનારી ભૂમિ છે. 10.74 કરોડ પરિવારને આયુષ્યમાન ભારતનો લાભ મળી રહ્યો છે જ્યારે 3.60 કરોડ મકાન ગરીબોને આપ્યા છે. ગુજરાતમાં પહેલાં ટેન્કર રાજ હતું પણ અત્યારે દરેક ઘરમાં નળથી જળ અપાય છે. વિકાસની નવી ગાથા લખી રહ્યાં છીએ. રાજ્યમાં 200 નવી મેડિકલ કોલેજ ખુલી છે અને ગુજરાતમાં ભાજપે રોજગાર આપવાનું કામ કર્યુ છે. નવી 35 હજાર સરકારી નોકરીની વ્યવસ્થા પણ કરી છે.
શિવરાજસિંહની માંડવીમાં જનસભા
આ ઉપરાંત મધ્યપ્રદેશના CM શિવરાજસિંહે પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. કચ્છના માંડવીની જનસભામાં તેમણે કોંગ્રેસને આડેહાથ લીધી હતી. તેમણે કહ્યું કે સરદાર સરોવરથી ગુજરાતને પાણી અને MPને વીજળી મળી છે. કોંગ્રેસીઓ મને નર્મદાના પાણી મુદ્દે રોજ કોસતા હતા. શિવરાજસિંહ ચૌહાણે કેજરીવાલને પલટુરામ ગણાવ્યા હતા અને કહ્યું કે નાટક કરતાં કેજરીવાલ રોજ જુઠ્ઠુ બોલે છે.રાહુલ ગાંધીએ વીર સાવરકરનું અપમાન કર્યુ છે જ્યારે સાવરકરે દેશ માટે સર્વસ્વ બલિદાન આપ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ સ્વાતંત્ર્ય સેનાનીનું અપમાન કરે છે અને દેશ કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે.
અંજારમાં હેમંત બિસ્વા સરમાની જાહેરસભા
ગુજરાતમાં અંજારમાં જનસભાને સંબોધન કરતા અસમના CM હેમંત બિસ્વા સરમાએ લવજેહાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહયું કે દેશમાં લવજેહાદ વિરૂદ્ધ કાયદો બનવો જોઈએ. હેમંતા બિશ્વા સરમાએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું કે ચૂંટણી ગુજરાતમાં છે અને નેતા ક્યાં છે?. અત્યારે અયોધ્યામાં ભવ્ય રામમંદિર બની રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ માત્ર તુષ્ટિકરણની રાજનીતિ કરે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


