Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AIMIMના વડા ઔવેસી બે દિવસની કચ્છની મુલાકાતે

AIMIMના વડા અસદુદ્દીન ઔવેસી શનિવારે સવારે ભુજ આવી પહોંચ્યા હતા. વિધાનસભાની ચૂંટણી તૈયારી માટે તેઓ ભુજ પહોંચ્યા છે. શનિવારે તેઓ  ઉલેમાઓ સાથે મીટીંગ યોજશે. ઉપરાંત ભુજની હોટલમાં સાંજે 4 કલાકે પત્રકાર પરિષદને સંબોધન કરશે. પત્રકાર પરિષદ પૂર્ણ થયા બાદ ઔવેસી મુન્દ્રા તાલુકાના લુણી ખાતે આવેલી લુણી શરીફની મુલાકાત લેશે અને ત્યાંથી માંડવીમાં મુફ્તીએ કચ્છના પરિવારની મુલાકાતે જશે 12 જૂનના સà
aimimના વડા  ઔવેસી બે દિવસની કચ્છની મુલાકાતે
Advertisement
AIMIMના વડા અસદુદ્દીન ઔવેસી શનિવારે સવારે ભુજ આવી પહોંચ્યા હતા. વિધાનસભાની ચૂંટણી તૈયારી માટે તેઓ ભુજ પહોંચ્યા છે. 
શનિવારે તેઓ  ઉલેમાઓ સાથે મીટીંગ યોજશે. ઉપરાંત ભુજની હોટલમાં સાંજે 4 કલાકે પત્રકાર પરિષદને સંબોધન કરશે. પત્રકાર પરિષદ પૂર્ણ થયા બાદ ઔવેસી મુન્દ્રા તાલુકાના લુણી ખાતે આવેલી લુણી શરીફની મુલાકાત લેશે અને ત્યાંથી માંડવીમાં મુફ્તીએ કચ્છના પરિવારની મુલાકાતે જશે 
12 જૂનના સવારે ભુજ ખાતે તેઓ એઆઈએમઆઈએમ પાર્ટીના જિલ્લા કાર્યાલયનું ઉદઘાટન કરશે અને ત્યારબાદ હાજીપીર બાબાની દરગાહ પર જશે. સાંજે ભુજના ખાસરા ગ્રાઉન્ડ ખાતે 7 થી 10 દરમિયાન વિશાળ જનસભાને સંબોધિત કરશે.  13 જુનના સવારે ભુજ એરપોર્ટ થીપરત જશે તેવું કચ્છ જિલ્લાના પ્રમુખ ઇબ્રાહિમભાઈ હાલેપોત્રા એ જણાવ્યું હતું 
ચાલુ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાઇ ગયા છે. વિધાનસભાની ચૂંટણીને લઈને એઆઈએમઆઈએમપાર્ટીએ પણ તૈયારી  શરૂ કરી દીધી છે.તેવું અસદુદ્દીન ઔવેસીએ  ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. 
Tags :
Advertisement

.

×