ગોપાલ ઈટાલિયાનો વધુ એક વીડિયો આવ્યો સામે, હિન્દુ સંસ્કૃતિ અને ધર્મગુરૂઓ માટે કહ્યા અપશબ્દો
આમ આદમી પાર્ટીના (AAP) નેતા ગોપાલ ઈટાલિયાનો (Gopal Italia) વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ હિંદૂ સંસ્કૃતિ અને ધર્મગુરૂઓ માટે બેફામ બોલી રહ્યાં છે. ભાજપ દ્વારા સોશિયલ મીડિયા પર આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. વડાપ્રધાનશ્રી અને હીરાબા બાદ સાધુ સંતો માટે ગોપાલના વિવાદિત બોલ બોલતો વધુ એક વિડીયો સામે આવ્યો છે.વિડીયોમાં આમ આદમી પાર્ટીના (AAP) નેતા ગોપાલ ઈટાલિયાએ (Gopal Italia) હિંદુ સંસ્કૃતિ અને ધર્à
Advertisement
આમ આદમી પાર્ટીના (AAP) નેતા ગોપાલ ઈટાલિયાનો (Gopal Italia) વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ હિંદૂ સંસ્કૃતિ અને ધર્મગુરૂઓ માટે બેફામ બોલી રહ્યાં છે. ભાજપ દ્વારા સોશિયલ મીડિયા પર આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. વડાપ્રધાનશ્રી અને હીરાબા બાદ સાધુ સંતો માટે ગોપાલના વિવાદિત બોલ બોલતો વધુ એક વિડીયો સામે આવ્યો છે.
વિડીયોમાં આમ આદમી પાર્ટીના (AAP) નેતા ગોપાલ ઈટાલિયાએ (Gopal Italia) હિંદુ સંસ્કૃતિ અને ધર્મગુરૂઓ માટે અપશબ્દો કહ્યા છે. હિંદુઓની આસ્થા પર પ્રહાર કર્યાં છે ત્યારે સવાલ થઈ રહ્યાં છે કે, રોજ ઝેર ઓકતા ઈટાલિયા સામે કેમ મૌન છે કેજરીવાલ? અસંસ્કારી નેતાઓને ગુજરાતના મતદારો કેવી રીતે આવકારશે? AAP નેતાના આવા નિવેદનો પર ભાજપના નેતાઓની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે.
ઈટાલીયા પોતાને પાટીદાર કહે છે પણ પાટીદારના ગુણ નથી : કાછડીયા
AAPના નેતા ગોપાલ ઈટાલીયાના બફાટ સામે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાની (Naran Kachhadia) પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું, દેશના સર્વોચ્ચ સ્થાને બિરાજતા કોઈપણ પ્રધાનમંત્રી હોય તેનું માન-સન્માન જાળવવું જોઈએ. ગોપાલ ઈટાલીયા પોતાની જાતને પાટીદાર કહે છે પણ પાટીદારના એકપણ ગુણ નથી માનતો, ગોપાલ ઇટાલીયા પાટીદાર હોઈ જ ન શકે.
આવી નિવેદન કરનારાઓએ માફી માંગવી જોઈએ: ભારતીબેન શિયાળ
ભાવનગરના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળે (Bhartiben Shiyal) AAP નેતા ગોપાલ ઈટાલિયા પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોઈ રેવડી વેચવાવાળા કે ગેરંટીકાર્ડ આપવાવાળા લોકો જો ગુજરાતમાં આવ્યા હોય તો ગુજરાતની જનતા પર પુરો ભરોસો અને વિશ્વાસ છે કારણ કે ગુજરાતની જનતા ખુબ શાણી છે, ખુબ સમજદાર છે. તેમણે વડાપ્રધાન અને હીરા બા વિશેની ઈટાલિયાની ટીપ્પણી પર જણાવ્યું કે, આ હલકી માનસિકતા અમુક પાર્ટી કે અમુક લોકોની છે તે દર્શાવે છે. રાજકીય પાર્ટીઓ વચ્ચેના આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતી હોય છે પણ જ્યારે કોઈ માતૃશક્તિ પર તે દેશના વડાપ્રધાનની માતા હોય કે સામાન્ય નાગરિકની માતા હોય સવાલ માતૃશક્તિનો છે. જનતા આ વાતને ચલાવશે નહી. વડાપ્રધાનશ્રીના માતા વિશે આવી ટીપ્પણી જનતા માફ નહી કરે. જે વ્યક્તિએ આવું નિવેદન કર્યું હોય તેણે જાહેરમાં માફી માંગવી જોઈએ.


