Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સાંજે પાંચ વાગ્યા સુધી પંજાબમાં 63.44% અને યુપીમાં 57.25% મતદાન

ઈલેક્શન કમિશને 8 જાન્યુઆરીના રોજ દેશના 5 રાજ્ય ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભાની સામાન્ય ચૂંટની જાહેર કરી હતી અને ઉત્તર પ્રદેશમાં કુલ 403 વિધાનસભાની બેઠક પર 7 તબ્બકામાં ચૂંટણી જાહેર કરી હતી ત્યારે આજે રવિવારે ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબ્બકાનું મતદાન શરુ થઇ ચૂક્યું છે જેમાં 16 જિલ્લાની 59 સીટો પર મતદાન થશે જયારે પંજાબ વિધાનસભાની તમામ 117 બેઠક પર મતદાન થઇ રહ્યà«
સાંજે પાંચ વાગ્યા સુધી પંજાબમાં 63 44  અને યુપીમાં 57 25  મતદાન
Advertisement
ઈલેક્શન કમિશને 8 જાન્યુઆરીના રોજ દેશના 5 રાજ્ય ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભાની સામાન્ય ચૂંટની જાહેર કરી હતી અને ઉત્તર પ્રદેશમાં કુલ 403 વિધાનસભાની બેઠક પર 7 તબ્બકામાં ચૂંટણી જાહેર કરી હતી ત્યારે આજે રવિવારે ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબ્બકાનું મતદાન શરુ થઇ ચૂક્યું છે જેમાં 16 જિલ્લાની 59 સીટો પર મતદાન થશે જયારે પંજાબ વિધાનસભાની તમામ 117 બેઠક પર મતદાન થઇ રહ્યું છે. 
અખિલેશ યાદવનું ભાવિ થશે કેદ 
સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પ્રથમ વખત ઉત્તર પ્રદેશની કરહલ વિધાનસભા પરથી ચૂંટણી લડી રહ્યા છે. આજે સાંજે 6 વાગે અખિલેશ યાદવ સહીત અનેક નેતાનું ભાવિ EVM માં કેદ થશે અને 10 માર્ચના પરિણામ જાહેર થશે. 
પંજાબ રાજ્યની  117 વિધાનસભાની બેઠક પર આજે મતદાન થવા જય રહ્યું છે ત્યારે કોંગ્રેસપોતાની સત્ત્તા ટકાવવા એડીચોંટીનું જોર લગાવી ચુકી છે જયારે ભાજપ અને આમ આદમી પાર્ટી પણ પોતાની સત્તા લાવવા પુરેપુરી તાકાત લગાવી ચુકી છે. પંજાબમાં 14,684 ચૂંટણી સ્થળો પર 24,740 મતદાન મથકો મતદાન થઇ રહ્યું છે જયારે  પંજાબની 117 બેઠક પર કુલ 1,340 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. 
2017ના પરિણામ પર એક નજર 
પંજાબ 
  • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 77
  • ભારતીય જનતા પાર્ટી 3
  • આમ આદમી પાર્ટી 20
  • શિરોમણી અકાલી દળ 15
  • લોક ઇન્સાફ પાર્ટી 2
ઉત્તર પ્રદેશ 
  • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ - 7
  • ભારતીય જનતા પાર્ટી - 312
  • બહુજન સમાજ પાર્ટી  -19
  • સમાજવાદી પાર્ટી  -47
  • રાષ્ટ્રીય લોકદળ  -1
  • અપના દલ (સોનીલાલ) - 9
  • નિર્બલ ભારતીય શોષિત હમારાઆમ દલ  - 1
  • સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી 4
  • અપક્ષ  3
મતદાન 
સવારે 9 વાગ્યા સુધી 
  • ઉત્તર પ્રદેશ - 8.15 ટકા
  • પંજાબ - 4.80 ટકા  
સવારે 11 વાગ્યા સુધી 
  • ઉત્તર પ્રદેશ - 21.18 ટકા
  • પંજાબ - 17.77 ટકા  
 1 વાગ્યા સુધીનું મતદાન  

  • ઉત્તર પ્રદેશ - 35.88 ટકા
  • પંજાબ - 34.10 ટકા  
3 વાગ્યા સુધીનું મતદાન  
  • ઉત્તર પ્રદેશ - 48.81 ટકા
  • પંજાબ - 49.81 ટકા
5 વાગ્યા સુધીનું મતદાન  
  • ઉત્તર પ્રદેશ - 57.25 ટકા
  • પંજાબ - 63.44 ટકા
Advertisement
Tags :
Advertisement

.

×