Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગઢડા કોંગ્રેસમાં ભડકો, અનેક હોદ્દેદારો અને કાર્યકરો ભાજપમાં જોડાયા

આજે એક તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં સભા ગજવી રહ્યા છે તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના (Congress)જ કેટલાક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. ગઢડા બેઠક પર કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે. ગઢડા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રતાપ છેયા ભાજપમાં (BJP) જોડાયા છે. ગઢડા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ મોહિત બોરીચા સહિત શહેર સમિતિના અનેક હોદેદારો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. કેન્દ્રીય મંત્à
ગઢડા કોંગ્રેસમાં ભડકો  અનેક હોદ્દેદારો અને કાર્યકરો ભાજપમાં જોડાયા
Advertisement
આજે એક તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં સભા ગજવી રહ્યા છે તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના (Congress)જ કેટલાક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. ગઢડા બેઠક પર કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે. ગઢડા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રતાપ છેયા ભાજપમાં (BJP) જોડાયા છે. ગઢડા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ મોહિત બોરીચા સહિત શહેર સમિતિના અનેક હોદેદારો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની (Mansukh Mandavia) હાજરીમાં આ તમામ આગેવાનો ભાજપમાં જોડાયા હતા.
ખૂબ મોટી સંખ્યામાં પ્રતાપ છેયાની આગેવાની કાર્યકરો અને આગેવાનો સહિત સરપંચો પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના પાયાના કાર્યકરો અને આગેવાનો ભાજપમાં જોડતા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મોવડી મંડળ સાંભળતું ન હોવાના કારણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યા હોવાનું પ્રતાપ છેયાએ જણાવ્યું હતું.
રાહુલ ગાંધીના આગમન પહેલાં કોંગ્રેસને શું લાગ્યો ફટકો
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને લઈ ચૂંટણી ફોર્મ પાછું ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. આજે કોંગ્રસ નેતા રાહુલ ગાંધી પણ પ્રચાર અર્થે આવી રહ્યા છે. આ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. દેવગઢ બારીયાના એનસીપી ઉમેદવારો ફોર્મ પરત ખેંચ્યું છે. જેને લઈ દેવગઢ બારીયામાં એનસીપી-કોંગ્રેસ ગઠબંધન વચ્ચે સોદાબાજી થઈ હોવાના સંકેત છે. કોંગ્રેસે ગઠબંધનના ભાગરૂપે ઉમેદવાર ઉભો રાખ્યો નહોતો. પરંતુ હવે એનસીપી ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા સોદાબાજી થઈ હોવાની પ્રબળ આશંકા છે. હવે દેવગઢ બારીયામાં ભાજપ, આમ આદમી પાર્ટી અને અપક્ષ વચ્ચે જંગ જામશે.

આ પણ વાંચો - ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×