ભરતસિંહ સોલંકીએ કહ્યું, સક્રિય રાજકારણમાંથી ટૂંકો બ્રેક લઇશ
પોતાની પત્ની સાથેના વિવાદને લઇને કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ શુક્રવારે મોટા ખુલાસા કર્યા હતા. તેમણે કહ્યું કે મારી પત્નીને પ્રોપર્ટી અને રુપિયામાં જ રસ છે અને હાલ પુરતો તેમણે સક્રિય રાજકારણમાંથી ટૂંકો બ્રેક લેવાની પણ તેમણે જાહેરાત કરી હતી. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશમા પટેલ વચ્ચેના વિવાદ બાદ આજે તેમણે પત્રકાર પરિષદને સંબોધી હતી. સમગ્ર પ્રેસ કોન્à
Advertisement
પોતાની પત્ની સાથેના વિવાદને લઇને કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ શુક્રવારે મોટા ખુલાસા કર્યા હતા. તેમણે કહ્યું કે મારી પત્નીને પ્રોપર્ટી અને રુપિયામાં જ રસ છે અને હાલ પુરતો તેમણે સક્રિય રાજકારણમાંથી ટૂંકો બ્રેક લેવાની પણ તેમણે જાહેરાત કરી હતી.
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશમા પટેલ વચ્ચેના વિવાદ બાદ આજે તેમણે પત્રકાર પરિષદને સંબોધી હતી. સમગ્ર પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પત્નીનું નામ લીધું ન હતું. તેમણે કહ્યું કે મારી પત્નીને રુપિયા અને પ્રોપર્ટીમાં જ રસ છે. હું ક્યારે મરી જાઉં તેની જ તે ચિંતા કરે છે અને ભોજનમાં કંઇ ભેળવી દેવું તેવા કૃત્યો કરવાની સાથે દોરા ધાગા પણ કરાવ્યા હતા. કોરોનાની બિમારીમાં જ તેમણે માત્ર મારી પ્રોપર્ટીની જ ચિંતા કરી હતી.
તેમણે આરોપ લગાવ્યા હતા કે કોરોનામાં હોસ્પિટલમાંથી ઘેર આવ્યો ત્યારે મને કહ્યું કે મારી પ્રોપર્ટીનું શું છે. મારા નોકર ચાકર અને ડ્રાઇવરને પણ છુટા કરી દેવાયા હતા. બધાને લાગે છે કે મે તેમને ઘરમાંથી કાઢી મુક્યા હતા પણ તે મારા જ ઘરમાં રહે છે અને હું જુના ઘરમાં રહું છું, મને દુખ છે કે વ્યક્તિગત જીવનની ચર્ચા મારે જાહેર જીવનમાં કરવી પડે છે. મને કોઇ સ્વીકારવા તૈયાર હશે તો ત્રીજુ લગ્ન પણ થશે. તેમણે કહ્યું કે તેમને માત્ર મારી પ્રોપર્ટીમાં જ રસ છે.
તેમણે કહ્યું કે મારી પત્ની સાથે ઝઘડા અને રાજકારણને શું લેવા દેવા છે. મારી સામે કોઇ ભ્રષ્ટાચારની ફરિયાદ નથી. ગુજરાતની પ્રજાનું માઇન્ડ બદલવાની કોશિશ થઇ રહી છે.
રામ મંદિર મુદ્દે તેમણે જણાવ્યું કે રામનું મંદિર બને તો ભરતને આનંદ થાય તેવું 25 વર્ષથી હું કહેતો આવ્યો છું. મંદિરોનું રક્ષણ ક્ષત્રિયોએ કર્યું છે અને રામ મંદિરમાં સહુની ભાગીદારી છે અને ખોટુ થતું હોય તો આગળી ચીંધવાની પણ જવાબદારી છે. દરેક વાતને તોડમરોડ કરીને રજૂઆત કરાય છે. અમે હિન્દુ ધર્મના સાચા હિમાયતી છીએ અને રક્ષક છીએ.
તેમના મામા દિલીપભાઇ પટેલે કહ્યું કે મે બંનેને સાથે ભેગા મળ્યા અને એક જ વાર તે આવ્યા. તમે પ્રેમથી શાંતિથી ઉકેલ લાવો. ભરતસિંહનો મને કોઇ દોષ લાગતો નથી.
ભરતસિંહે કહ્યું કે આણંદના મકાનનો એક વિડીયો આવ્યો હતો. ત્યાં હું આઇસક્રીમ ખાવા ગયો હતો. તે મકાન યુવતીનું હતું અને અચાનક ટોળું આવી ગયું હતું. મને કોઇ સ્વીકારવા તૈયાર હશે તો હું મારુ ત્રીજું લગ્ન પણ થશે. હું મારા છુટાછેડાની રાહ જોઇ રહ્યો છું.


