ભિલોડાના કેવલ જોષીયારા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા,જાણો શું કહ્યું
ભિલોડાના સ્વ.ધારાસભ્ય અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારા મંગળવારે વિધીવત રીતે ભાજપમાં જોડાયા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત ભાજપના આગેવાનો તેમને આવકારવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપમાં જોડાતા પૂર્વે કેવલ જોષીયારાએ કહ્યું કે કોંગ્રેસથી નારાજ થઇને નહી પણ ભાજપનો વિકાસ જોઇને હું ભાજપમાં જોડાયો છું. અરવલ્લીના ભિલોડાના સ્વ.ધારાસભ્ય અનિલ જોષિયારાના પુત્ર કેવલ ભાજ
Advertisement
ભિલોડાના સ્વ.ધારાસભ્ય અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારા મંગળવારે વિધીવત રીતે ભાજપમાં જોડાયા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત ભાજપના આગેવાનો તેમને આવકારવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપમાં જોડાતા પૂર્વે કેવલ જોષીયારાએ કહ્યું કે કોંગ્રેસથી નારાજ થઇને નહી પણ ભાજપનો વિકાસ જોઇને હું ભાજપમાં જોડાયો છું.
અરવલ્લીના ભિલોડાના સ્વ.ધારાસભ્ય અનિલ જોષિયારાના પુત્ર કેવલ ભાજપમાં જોડાશે તેવી અનક અટકળો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. મંગળવારે તેમના ભાજપ પ્રવેશ માટે ભિલોડામાં ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ, અરવલ્લીના સાંસદ દિપસિંહ રાઠોડ,રાજયના મંત્રી નરેશ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
પ્રમુખ સી.આર.પાટીલે કેવલ જોષિયારાને ભાજપનો ખેસ અને ટોપી પહેરાવીને તેમનું ભાજપમાં સ્વાગત કર્યું હતું. તેમણે કેવલ જોષિયારાના સમર્થકોને પણ ભાજપના ખેસ અને ટોપી પહેરાવીને સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે કેવલ જોષિયારાએ કહ્યું કે તેઓ કૉંગ્રેસથી નારાજ થઇને નહિ પણ ભાજપનો વિકાસ જોઈને જોડાયા છે અને ભાજપ જો ટિકીટ આપશે તો તેઓ ચૂંટણીમાં પણ ઝંપલાવશે. તેમણે કહ્યું કે તેમને આદિવાસી બેઠક પર જનતાનું સમર્થન છે. કેવલ જોષીયારાએ કહ્યું કે મારા પિતાએ સિવિલ સર્જનની જવાબદારી નિભાવી અને ભિલોડાની જનતાએ તેમને સતત સમર્થન આપ્યું હતું. પિતાજી વિસ્તારની સેવા કરતા કોરોના સંક્રમિત થયા હતા. તેમની ઉત્તમ સારવાર માટે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષે સક્રિય પ્રયાસ કર્યા હતા. કોમ્પ્યુટર એન્જીનીયર કેવલ હવે પિતાના માર્ગે ચાલશે
આ તબક્કે અરવલ્લીના સાંસદ દીપસિંહ રાઠોડે કહ્યું કે સ્વ. અનિલ જોશીયારા ભાજપમાં જોડાવાના હતા અને તેમની મારી સાથે વાતચીત ચાલુ હતી, પણ અધૂરી રહી હતી. આદિવાસી બેઠક પર ભાજપને સમર્થન મળશે તેમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું કે આદિવાસીઓ હવે વિકાસને ઓળખી ગયા છે
રાજ્યના મંત્રી નરેશ પટેલે પણ કહ્યું કે કેવલ જોશીયારા ભાજપની વિકાસની વિચારધારા સાથે જોડાયા છે.


