Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભાજપના ઉમેદવાર કેતન ઇનામદારે જનતાને કહ્યું તમારા પૈસાથી ઉમેદવારીપત્ર ભરીશ, થોડી મિનિટોમાં વહ્યો નાણાનો ધોધ

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ દ્વારા રીપીટ કરતા કેતન ઇનામદાર દ્વારા વિજય વિશ્વાસ સમારોહ યોજાયો હતો.સાવલી 135 વિધાનસભાના ધારાસભ્ય કેતન ઈનામદારને ભાજપના મોવડી મંડળે આગામી વિધાનસભા માટે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તેના પગલે ભાજપના કાર્યકરો અને તેમના સમર્થકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. અને આગામી વિધાનસભાની રણનીતિના પગલે આ વિજય વિશ્વાસ સંમેલ
ભાજપના ઉમેદવાર કેતન ઇનામદારે જનતાને કહ્યું તમારા પૈસાથી ઉમેદવારીપત્ર ભરીશ  થોડી મિનિટોમાં વહ્યો નાણાનો ધોધ
Advertisement

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ દ્વારા રીપીટ કરતા કેતન ઇનામદાર દ્વારા વિજય વિશ્વાસ સમારોહ યોજાયો હતો.સાવલી 135 વિધાનસભાના ધારાસભ્ય કેતન ઈનામદારને ભાજપના મોવડી મંડળે આગામી વિધાનસભા માટે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તેના પગલે ભાજપના કાર્યકરો અને તેમના સમર્થકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. અને આગામી વિધાનસભાની રણનીતિના પગલે આ વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં તાલુકાના લોકો ઉમટી પડ્યા હતા

કહ્યું મારા વિરોધીઓ મારા પર કટાક્ષ કરે છે 
આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચનમાં ધારાસભ્ય કેતન ઈનામદારે જણાવ્યું હતું કે મારા વિરોધીઓ મારી પર કટાક્ષ કરે છે કે લોકો મારી પાસે પૈસા લેવા આવે છે ત્યારે મારી નમ્ર અપીલ છે કે મને આપ સૌ હાજર જનો આશીર્વાદ આપો અને આપના પૈસે જ હું ઉમેદવારી પત્રની ભરવા માગું છું ધારાસભ્યની આં હાકલના પગલે હાજર જનોએ ખૂબ જ મોટી સંખ્યામાં ભેટ સ્વરૂપે નાણાં નો વરસાદ વરસાવ્યો હતો અને આશીર્વાદરૂપી ભેટ આપવા માટે તાલુકાજનોની મસ મોટી કતાર જામી હતી લોકોએ પોતાની હસ્તી પ્રમાણે ભેટ અર્પણ કરી હતી 
સમર્થકોનો ઉત્સાહ જોઇ કેતન ઇનામદાર પણ જોશમાં 
પોતાના સમર્થકોનો ઉત્સાહ જોઈને કેતન ઇનામદારનો ઉત્સાહ બેવડાયો હતો અને પોતે ગઈટર્મમાં 41 હજાર મત જીત્યા હતા પરંતુ આ વખતે ૭૫ હજાર થી વધુ મતોથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો..તેમણે મતદારો જ પોતાની તાકાત ગણાવી હતી અને આ વખતે ધારાસભ્ય કેતન ઈનામદાર નહીં પણ તાલુકાના તમામ નાગરિક છે અને જીત પણ તમામ નાગરિકોની હશે તેવું ઉમેર્યું હતું. 
આ પણ વાંચો -  

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.

×