મને તક મળશે તો વિરમગામમાં વિકાસનો વનવાસ પૂર્ણ કરીશ: હાર્દિક પટેલ
પાટીદાર અનામત આંદોલનમાંથી ઉભરેલો ચહેરો હાર્દિક પટેલ ગુજરાતની રાજનીતિમાં છેલ્લા સમયથી ખુબ ચર્ચામાં રહ્યો છે. આ પાટીદાર નેતા પહેલા કોંગ્રેસમાં જોડાયા અને કાર્યકારી અધ્યક્ષ બન્યા હતા ત્યારે પણ તેમણે પોતાની કામગીરી બખુબી કરી હતી. એક સમયે ભાજપની સામે રહેલા નેતા હાર્દિક પટેલ હવે ભાજપ સાથે જોડાઈ ચુક્યા છે. ગુજરાત ફર્સ્ટની વિશેષ રજુઆત To The Point આમને-સામનેમાં ભાજપ નેતા હાર્દીક પટેલ જોડàª
11:22 AM Nov 05, 2022 IST
|
Vipul Pandya
પાટીદાર અનામત આંદોલનમાંથી ઉભરેલો ચહેરો હાર્દિક પટેલ ગુજરાતની રાજનીતિમાં છેલ્લા સમયથી ખુબ ચર્ચામાં રહ્યો છે. આ પાટીદાર નેતા પહેલા કોંગ્રેસમાં જોડાયા અને કાર્યકારી અધ્યક્ષ બન્યા હતા ત્યારે પણ તેમણે પોતાની કામગીરી બખુબી કરી હતી. એક સમયે ભાજપની સામે રહેલા નેતા હાર્દિક પટેલ હવે ભાજપ સાથે જોડાઈ ચુક્યા છે. ગુજરાત ફર્સ્ટની વિશેષ રજુઆત To The Point આમને-સામનેમાં ભાજપ નેતા હાર્દીક પટેલ જોડાયા હતા.
હાર્દિક પટેલના AAP પર ગંભીર આરોપ
ભાજપ નેતા હાર્દિક પટેલે આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, AAP પૈસાના જોરે રાજનીતિ કરે છે. જે બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વિરોધ કરે છે તેને ગુજરાત માફ નહીં કરે, નર્મદાનો વિરોધ કરનારને ગુજરાતની જનતા જાકારો આપશે. AAP પૈસાના જોરે રાજનીતિ કરે છે. નર્મદા પ્રોજેક્ટનો વિરોધ કરતા મેધા પાટકર AAPમાંથી ચૂંટણી લડેલા છે. કોંગ્રેસ અને AAP ગુજરાતની અસ્મિતાની વિરુદ્ધ કામ કરી રહી છે. એક પાર્ટી રામ મંદિર માટે ઘૃણા રાખતી હોય અને બીજી પાર્ટી ભગવાનમાં માનતી નથી. તો શું ગુજરાતીઓ આનો જવાબ સમયસર નહીં આપે. ગુજરાતની જનતા હંમેશા ધાર્મિક ભાવનાથી જોડાયેલી છે. AAP જે રીતે ગુજરાતમાં કરોડો ખર્ચે છે. આ પૈસા ક્યાંથી આવે છે. પંજાબ કે દિલ્હીથી આવે છે. આવનારા દિવસોમાં તેની તપાસ પણ થશે,. એમના નેતાઓએ જ આરોપ લગાવ્યો છે. પૈસાનો ખેલ કોંગ્રેસ અને AAP રમે છે.
વિરમગામમાં વિકાસનો વનવાસ પૂર્ણ કરીશ
ભાજપ નેતાએ જણાવ્યું હતું કે, પાર્ટીનો આદેશ મારા માટે સર્વોપરી છે. ગુજરાત જાતિ આધારિત રાજનીતિનો ભોગ બન્યું નથી. નરેન્દ્રભાઈએ સમાજ કે જ્ઞાતી માટે નહીં પણ જનતા માટે કામ કર્યું છે. ગુજરાતને હવે 24 કલાક વીજળી મળી રહી છે. વિરમગામ-દેત્રોજમાં એક પણ ગાયનું લમ્પી વાયરસથી મોત થયું નથી. EWSનો લાભ બધી જ્ઞાતીના લોકોને મળી રહ્યો છે. હું બહુ સપના નથી જોતો, હું મહેનતમાં માનનારો છું. વિરમગામમાં છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસના ધારાસભ્ય છે. વિરમગામ સહિત આસપાસના વિસ્તારમાં વિકાસ નથી થયો. જો ચૂંટણીની તક મળશે તો વિકાસ રુંધાયો છે તે વિકાસ થશે. વિરમગામની જનતા 10 વર્ષનો વનવાસ પુર્ણ કરી કમળ ગાંધીનગર મોકલશે.
કોંગ્રેસ પર સાધ્યું નિશાન
તેમણે જણાવ્યું કે, અમને એમ હતું કે કોંગ્રેસમાં સારુ થશે. જ્યારે હું કોંગ્રેસમાં હતો ત્યારે રામમંદિરના નિર્માણ મુદ્દે કીધું હતું કે આ સારો નિર્ણય છે. એક પાર્ટી રામ મંદિર માટે ઘૃણા રાખતી હોય અને બીજી પાર્ટી ભગવાનમાં માનતી નથી. તો શું ગુજરાતીઓ આનો જવાબ સમયસર નહીં આપે. કોંગ્રેસ પાસે વિઝન નથી એટલે લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે. કોંગ્રેસ પાસે ગુજરાત માટે કોઈ પ્લાનિંગ નથી.
જેના માટે દેશ સર્વોપરી છે તેવા પક્ષને જનતાને સાથ
તેમણે કહ્યું કે, સમય આવશે ત્યારે આક્રમક્તા બતાવીશું ગમે તેટલા સારા કામ કરો વિરોધીઓ વિરોધ કરશે. વિરોધનો મને કોઈ ડર નથી. જો વિરોધનો ડર હોત તો 370ના હટાવી ન શક્યા હોત, રામ મંદિર ન બન્યું હોત. ગુજરાતની શક્તિઓ ફરીથી વિશ્વ ફલક પર હશે. જેના માટે દેશ સર્વોપરી છે તેવા પક્ષને જનતાને સાથ મળે છે. ભારતીય જનતા પાર્ટી મેરીટ ઉપર ટિકિટ આપે છે અને પાર્ટીનો આદેશ મારા માટે સર્વોપરી છે.
Next Article