Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આમ આદમી પાર્ટીના સૌથી મોટા હવાલાકાંડનો પર્દાફાશ, આખરે ખુલી ગઇ ખુદને ઇમાનદાર ગણાવતી પાર્ટીની પોલ

ગુજરાત ફર્સ્ટ આજે આમ આદમી પાર્ટીના સૌથી મોટા હવાલા કાંડનો પર્દાફાશ કરવા જઇ રહ્યું છે.. આમ આદમી પાર્ટીના તામઝામ જોતા તેની પાસે કરોડો રૂપિયા આવે છે ક્યાંથી તે એક મોટો સવાલ બન્યો હતો.. આ સવાલનો જવાબ આજે ગુજરાત ફર્સ્ટના આ ખુલાસા દ્વારા અમે આપને આપીશું. .અને સાથે આપને એ પણ જાળવા મળશે કે ખુદને સૌથી સ્વચ્છ અને ઇમાનદાર પાર્ટી ગણાવતી આમ આદમી પાર્ટીની અસલિયત શું છે... સૌથી મોટુ હવાલા કૌભાંડ ખà«
આમ આદમી પાર્ટીના સૌથી મોટા હવાલાકાંડનો પર્દાફાશ  આખરે ખુલી ગઇ ખુદને ઇમાનદાર ગણાવતી પાર્ટીની પોલ
Advertisement
ગુજરાત ફર્સ્ટ આજે આમ આદમી પાર્ટીના સૌથી મોટા હવાલા કાંડનો પર્દાફાશ કરવા જઇ રહ્યું છે.. આમ આદમી પાર્ટીના તામઝામ જોતા તેની પાસે કરોડો રૂપિયા આવે છે ક્યાંથી તે એક મોટો સવાલ બન્યો હતો.. આ સવાલનો જવાબ આજે ગુજરાત ફર્સ્ટના આ ખુલાસા દ્વારા અમે આપને આપીશું. .અને સાથે આપને એ પણ જાળવા મળશે કે ખુદને સૌથી સ્વચ્છ અને ઇમાનદાર પાર્ટી ગણાવતી આમ આદમી પાર્ટીની અસલિયત શું છે... 
સૌથી મોટુ હવાલા કૌભાંડ ખુલવાની શરૂઆત થઇ બારડોલીથી 
આમ આદમી પાર્ટીના બારડોલીના ઉમેદવાર રાજેન્દ્રભાઇ સોલંકીના રૂપિયા  20 લાખ તેમનો ડ્રાઇવર સૌરભ પરાશર બ્લેક બેગમાં લઇને આવી રહ્યો હતો.. જે પૈસા અન્ય એક ડ્રાઇવર અલ્પેશસિંહ ઠાકોરને આપવાના હતા. પૈસાની લેવડ દેવડ માટે ગાડી પાર્ક કરવામાં આવી હતી.. આ દરમ્યાન બે બુકાનીધારી વ્યક્તિઓ ત્યાં આવે છે અને આ બેગ લઇને ફરાર થઇ જાય છે. આ દરમ્યાન આદિલ અઝીઝ મેમણ નામના વ્યક્તિની નજર આ બે બુકાનીધારીઓ પર પડી હતી..અને તેણે તેમનો પીછો કર્યો હતો.. જે બાદ બુકાનીધારીઓ બેગ મુકીને ફરાર થઇ ગયા હતા.. જે બાદ આ બેગ પોલીસ સ્ટેશન પહોંચી હતી.
ઉમેદવાર ફરીયાદ નોંધાવવા પહોંચ્યા અને નિશાના પર આવ્યા 
તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને જેમના આ પૈસા હતા તે રાજેન્દ્ર સોલંકી પણ ફરીયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.. ત્યારે પોલીસ સમક્ષ સૌથી મોટો સવાલ એ ઉભો થયો હતો કે રાજેન્દ્ર સોલંકી પાસે આટલા પૈસા આવ્યા તો ક્યાંથી ? 
ડ્રાઇવરના નામ પર પૈસા આવ્યા હોવાનું ઉમેદવારે જણાવ્યું 
જવાબમાં રાજેન્દ્ર સોલંકીએ આ પૈસા તેમના ડ્રાઇવર સૌરભ પરાશરના નામ પર આવ્યા હોવાનું જણાવ્યું હતું.. જ્યારે પોલીસે ડ્રાઇવરને આટલા પૈસા કોણે મોકલ્યા તેની તપાસ કરી ત્યારે તપાસનો રેલો દિલ્હી પહોંચ્યો હતો..અને દિલ્હીથી અશોક ગર્ગ નામનો વ્યક્તિ આ પૈસા મોકલી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. અશોક ગર્ગ એ વ્યક્તિ છે જે આમ આદમી પાર્ટીની પૈસાની તમામ લેવડ-દેવડ સંભાળે છે. અશોક ગર્ગ દિલ્હીની એક આંગડિયા પેઢી છગન જયંતિલાલ મારફતે આ પૈસા મોકલી રહ્યો હતો.









પેટા આંગડિયા પેઢીઓમાં કામદારોના નામ પર પૈસા મોકલાતા
છગન જયંતિલાલ આંગડિયા પેઢી મારફતે આ પૈસા ગુજરાત પહોંચતા હતા.ગુજરાતમાં આ પૈસા સૌથી પહેલા મુકેશ તિવારી નામના શખ્સ પાસે પહોંચતા હતા.. મુકેશ તિવારી એક ફેકટરી માલિક છે... અને તે દિલ્હીથી આંગડિયા પેઢીમાં આવતા પૈસા પેટા આંગડિયા પેઢીઓ જેવી કે કિરીટ અંબાલાલ, પીએમ એન્ટરપ્રાઇઝ સહિતની પેઢીઓમાં  તેના કામદારોના નામ પર રીસીવ કરતો હતો. પોલીસે મુકેશ તિવારીની ધરપકડ કરી છે..અને તેમની પાસેથી 30 લાખ રૂપિયાની કેશ જપ્ત કરી છે. 

ઇન્ટરનેશનલ નેટવર્ક -બન્ની બુધાનિયા વચ્ચે કડી વિશાલ અગ્રવાલ 
અમદાવાદ એસઓજીની તપાસમાં સામે આવ્યું કે દુબઇથી આ પૈસા જે શખ્સ દિલ્હી મોકલી રહ્યો હતો તે શખ્સ એટલે કે બન્ની બુધાનિયા એક બુકી છે..આ પૈસા ઇન્ટરનેશનલ નેટવર્ક મારફતે બન્ની બુધાનિયા પાસે પહોંચી રહ્યા હતા. ઇન્ટરનેશનલ નેટવર્ક અને બન્ની બુધાનિયા વચ્ચે જે શખ્સ સૌથી મોટી કડી હતો તે શખ્સ છે વિશાલ અગ્રવાલ.. આ સાથે આ સમગ્ર પૈસાની હેરફેર સાથે અન્ય બે શખ્સો દિલ્હીનો આદિત્ય જૈન બિહારનો સુધીર ઠાકુર પણ સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.

×