કેજરીવાલની ઓળખ જુઠ, લૂંટ આધારિત, ભોળા ચહેરા પાછળ ક્રુર રાજકારણી છે : ભાજપ નેતા મનોજ તિવારી
સુરતમાં બે દિવસીય હિંદી દિવસના કાર્યક્રમમાં ભાજપના (BJP) નેતા મનોજ તિવારી (Manoj Tiwari) દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પર વાક્ પ્રહારો કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલ આજકાલ દિલ્હી છોડીને દરેક જગ્યાએ જાય છે. ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, ગોવા ગયા હતા. જ્યાં કોંગ્રેસ નબળી છે ત્યાં પોતાની સેંધ મારે છે. પરંતુ જ્યાં ભાજપ મોડેલ છે ત્યાં અરવિંદની કોઈ તુલના થàª
Advertisement
સુરતમાં બે દિવસીય હિંદી દિવસના કાર્યક્રમમાં ભાજપના (BJP) નેતા મનોજ તિવારી (Manoj Tiwari) દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પર વાક્ પ્રહારો કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલ આજકાલ દિલ્હી છોડીને દરેક જગ્યાએ જાય છે. ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, ગોવા ગયા હતા. જ્યાં કોંગ્રેસ નબળી છે ત્યાં પોતાની સેંધ મારે છે. પરંતુ જ્યાં ભાજપ મોડેલ છે ત્યાં અરવિંદની કોઈ તુલના થઈ શકે નહી.
તેમણે કહ્યું કે, તેની ઓળખ જુઠ અને લૂંટ પર આધારીત છે, આવો ખોટો વ્યક્તિ ભોળી સુરતથી લોકોને દગો આપનારો વ્યક્તિ ભારતીય રાજનીતિમાં ઓછા છે, પણ તેના આ ભોળા ચહેરા પાછળનો ક્રુર પોલિટિશિયનને દિલ્હી ઓળખી ચુકી છે, તો ગુજરાતના (Gujarat) લોકો તેમ જ સાવધાન રહે જેમ ઉત્તરાખંડ (Uttrakhand), ઉત્તરપ્રદેશ (Uttarpradesh), ગોવા (Goa) સાવધાન રહે છે.
ગુજરાતની પ્રજા તેમને સ્વિકારે છે તેવા કેજરીવાલના નિવેદન પર ભાજપના નેતા મનોજ તિવારીએ (Manoj Tiwari) કહ્યું કે, આગામી એક-દોઢ વર્ષમાં સ્વિકાર તો છોડો તેમણે જેટલો પોતાના લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવ્યો CM તરીકે બે-અઢી વર્ષમાં તે જેલના સળિયા પાછળ હોય તો પણ નવાઈ નહી અને જ્યાં ભાજપનું મોડલ છે ત્યાં કોઈ કેજરીવાલને સ્વિકારશે નહી.


