છત્તીસગઢ, બિહાર અને મહારાષ્ટ્રમાં વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી જાહેર
દેશમાં હજુ 5 રાજ્યની સામાન્ય વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ છે ત્યારે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, બિહાર અને મહારાષ્ટ્રમાં પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. 12 એપ્રિલે એક લોકસભા અને ચાર વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેમાં પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા સીટ પણ સામેલ છે. ત્યારે, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને બિહારમાં એક-એક લોકસભા સીટ પર ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીના à
Advertisement
દેશમાં હજુ 5 રાજ્યની સામાન્ય વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ છે ત્યારે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, બિહાર અને મહારાષ્ટ્રમાં પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. 12 એપ્રિલે એક લોકસભા અને ચાર વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેમાં પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા સીટ પણ સામેલ છે. ત્યારે, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને બિહારમાં એક-એક લોકસભા સીટ પર ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીના પરિણામો 16 એપ્રિલે જાહેર થશે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળના આસનસોલ સંસદીય ક્ષેત્રમાં પેટાચૂંટણી યોજાવાની છે. બાબુલ સુપ્રિયો અહીંથી સાંસદ હતા પરંતુ તેઓએ પક્ષપલટો કર્યો છે જેમાં બાબુલ સુપ્રિયોએ બીજેપી છોડીને ટીએમસીમાં જોડાયા જેના પરિણામે તેમણે સંસદના સભ્યપદેથી રાજીનામું આપવું પડ્યું અને આસનસોલ સંસદીય ક્ષેત્રમાં લોકસભાની સીટ ખાલી થતા પેટાચૂંટણી થઈ રહી છે. આ સાથે જ બંગાળના બાલીગંજ, છત્તીસગઢના ખૈરાગઢ, બિહારના બોચાહન અને મહારાષ્ટ્રના કોલ્હાપુર ઉત્તરમાં પેટાચૂંટણી યોજાવાની છે.
નોટિફિકેશન જાહેર થવાની તારીખ - 17 માર્ચ 2022
નોમિનેશન માટેની છેલ્લી તારીખ - 24 માર્ચ 2022
નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ - 28 માર્ચ 2022
મતદાન તારીખ - 12 એપ્રિલ 2022
મતગણતરી તારીખ - 16 એપ્રિલ 2022


