Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોંગ્રેસ આજે જાહેર કરી શકે છે ઉમેદવારોની પાંચમી યાદી

આજે કોંગ્રેસ જાહેર કરી શકે છે ઉમેદવારોની પાંચમી યાદીપ્રથમમાં 43, બીજીમાં 46, ત્રીજીમાં 7, ચોથી યાદીમાં 9 નામ જાહેરકોંગ્રેસની પાંચમી યાદી પર લાગી ગઇ છે અંતિમ મહોરબાકી રહેલા 78 ઉમેદવારના નામ થઇ શકે છે જાહેરઆજે સત્તાવાર જાહેર કરી શકે છે ઉમેદવારોની પાંચમી યાદી ત્રીજી યાદીમાં એક ઉમેદવારને કોંગ્રેસે બદલ્યા હતાગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારોની યાદી જાહેર àª
કોંગ્રેસ આજે જાહેર કરી શકે છે ઉમેદવારોની પાંચમી યાદી
Advertisement
  • આજે કોંગ્રેસ જાહેર કરી શકે છે ઉમેદવારોની પાંચમી યાદી
  • પ્રથમમાં 43, બીજીમાં 46, ત્રીજીમાં 7, ચોથી યાદીમાં 9 નામ જાહેર
  • કોંગ્રેસની પાંચમી યાદી પર લાગી ગઇ છે અંતિમ મહોર
  • બાકી રહેલા 78 ઉમેદવારના નામ થઇ શકે છે જાહેર
  • આજે સત્તાવાર જાહેર કરી શકે છે ઉમેદવારોની પાંચમી યાદી 
  • ત્રીજી યાદીમાં એક ઉમેદવારને કોંગ્રેસે બદલ્યા હતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. સમજી વિચારીને ઉમેદવારોના નામ જાહેર થઈ રહ્યાં છે ત્યારે હવે કોંગ્રેસ પાર્ટી કે જેણે અત્યાર સુધીમાં ચાર તબક્કામાં પોતાના ઇમેદવારોની યાદી જાહેર કરી છે. તે હવે તેની પાંચમી યાદી કોઇ પણ સમયે જાહેર કરી શકે છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

કુલ 104 બેઠકો પર મુરતિયાઓની યાદી જાહેર
વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. જોકે, આ પૂર્વે કોણ રહેશે પાર્ટીના ઉમેદવાર તે અંગે પણ ચર્ચા વિચારણાનો દૌર હજુ પણ ચાલી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ ચાર તબક્કામાં ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસ પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 104 બેઠકો પર પોતાના મુરતિયાની યાદી જાહેર કરી છે. ત્યારે હવે પાંચમી યાદી પર કોંગ્રેસ પાર્ટી દ્વારા મહોર લાગી હોવાનું પણ સામે આવી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીને હવે 78 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરવાના છે. 
કોંગ્રેસ પાર્ટીએ જાહેર કર્યુ ઘોષણાપત્ર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મેનિફેસ્ટો બહાર પાડતા 10 લાખ યુવાનોને નોકરી આપવાની વાત કરી છે. કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં ખેડૂતો અને યુવાનો પર ફોકસ કર્યું છે. અમદાવાદમાં જાહેરનામું બહાર પાડતા અશોક ગેહલોતે ખેડૂતોની લોન માફ કરવા અને 300 યુનિટ સુધી મફત વીજળી આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ હંમેશા મેનિફેસ્ટોને મહત્વ આપે છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ આપેલા વચનો કોઈપણ ભોગે પૂરા કરવામાં આવશે. અમે 6 લાખ લોકોને પૂછીને મેનિફેસ્ટો તૈયાર કર્યો છે.
કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) વચ્ચે ગઠબંધન
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. દરમિયાન કોંગ્રેસ અને એનસીપીએ સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. ગુજરાત એનસીપીના પ્રમુખ જયંત બોસ્કીએ કહ્યું કે, અમે યુપીએનો ભાગ છીએ, અમે મહારાષ્ટ્રમાં સાથે ચૂંટણી લડી રહ્યા છીએ. તેવી જ રીતે ગુજરાતમાં પણ અમે (કોંગ્રેસ-એનસીપી) સાથે મળીને ચૂંટણી લડીશું. અમે 4 બેઠકો માંગી છે, કોંગ્રેસ 3 પર સહમત છે જ્યારે બીજી બેઠક માટે વાતચીત ચાલી રહી છે. મહત્વનું છે કે, 182 વિધાનસભા બેઠકો ધરાવતા ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થવાનું છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.

×