હાર્દિક પટેલ સામે કોંગ્રેસ હાલ કોઇ જ પગલાં લેશે નહી, જાણો કોંગ્રેસનો વ્યૂહ
પક્ષ વિરોધી નિવેદનો કરી રહેલા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સામે કોંગ્રેસ દ્વારા કોઇ જ કાર્યવાહી નહી કરાય તેવા સંકેતો મળી રહ્યા છે. કોંગ્રેસ જો હાર્દિક પટેલ સામે કોઇ કાર્યવાહી કરે તો કોંગ્રેસને સંભવિત નુકશાન થઇ શકે છે તેના કારણે કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલ સામે કોઇ કાર્યવાહી કરશે નહી તેમ માનવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ
Advertisement
પક્ષ વિરોધી નિવેદનો કરી રહેલા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સામે કોંગ્રેસ દ્વારા કોઇ જ કાર્યવાહી નહી કરાય તેવા સંકેતો મળી રહ્યા છે. કોંગ્રેસ જો હાર્દિક પટેલ સામે કોઇ કાર્યવાહી કરે તો કોંગ્રેસને સંભવિત નુકશાન થઇ શકે છે તેના કારણે કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલ સામે કોઇ કાર્યવાહી કરશે નહી તેમ માનવામાં આવી રહ્યું છે.
છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા હોવાના અહેવાલો આવી રહ્યા હતા અને હાર્દિક પટેલ દ્વારા પણ સતત પક્ષ વિરોધી નિવેદનો આપવામાં આવી રહ્યા હતા. એક પછી એક કોંગ્રેસ પર આકરા પ્રહાર કરીને હાર્દિક પટેલે સંકેત આપ્યા હતા કે તેઓ પક્ષથી નારાજ ચાલી રહ્યા છે.
જો કે આમ છતાં કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલ સામે કોઇ કાર્યવાહી કરવામાં નહી આવે તેવું પક્ષના સુત્રો દ્વારા જણાવાઇ રહ્યું છે. હાર્દિક પટેલ સામેની કાર્યવાહી કરાય તો કોંગ્રેસને સંભવિત રીતે નુકશાન થઇ શકે છે તેમ મનાઇ રહ્યું છે. કોંગ્રેસને લાગી રહ્યું છે કે હાર્દિક પટેલ સામે કાર્યવાહી કરાય તો પાટીદાર સમાજની સહાનુભુતિ હાર્દિકને મળી શકે છે અને તેનાથી હાર્દિક પટેલને જ ફાયદો થશે અને કોંગ્રેસને નુકશાન થઇ શકે છે.
હાર્દિક પટેલ કોંગ્રેસમાં લાંબો સમય રહે છે કે કેમ તે વિશે પણ હજું સવાલ ઉભો છે ત્યારે હાર્દિક પટેલના કોઇ પણ નિવેદનો અંગે જવાબ આપવામાં આવે કે તેમની સામે કોઇ કાર્યવાહી કરાય તો કોંગ્રેસને નુકશાન થઇ શકે છે તેના કારણે કોંગ્રેસ હાલ કોઇ પણ કાર્યવાહી કરવાના મૂડમાં નથી. જો કોંગ્રેસ કોઇ પગલાં ભરે તો હાર્દિક પાટીદાર યુવાન સાથે અન્યાયનો રાગ આલાપી શકે છે જેથી તેનાથી કોંગ્રેસને નુકશાન થઇ શકે છે.
ઉલ્લેખનિય છે કે હાર્દિક પટેલ દ્વારા સતત તે કોંગ્રેસથી નારાજ છે તેવા નિવેદનો કરવામાં આવી રહ્યા છે. હાર્દિક પટેલ પક્ષ છોડશે કે કેમ તે મુદ્દો હાલ રાજ્યના રાજકારણમાં છવાયેલો છે. જો કે હાર્દિક પટેલે હજું આ મુદ્દે કોઇ ફોડ પાડયો નથી. હાલ તેઓ ગોળ ગોળ વાતો કરી રહ્યા છે પણ પોતાનું વલણ સ્પષ્ટ કરતા નથી. તે ભાજપમાં જોડાઇ રહ્યા છે તેવી અનેક વાર ચર્ચાઓ થઇ હતી.


