Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચૂંટણી પહેલા 57 લાખની રોકડ સાથે મુંબઈથી અમદાવાદ આવેલા શખ્સની અટકાયત, આઈ.ટીએ શરૂ કરી તપાસ

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરથી  મુંબઈના એક શખ્સની 57 લાખની રોકડ રકમ સાથે પોલીસે અટકાયત કરી છે. મહત્વનું છે કે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી અન્વ્યે રેલવે પોલીસ તપાસમાં હતી ત્યારે બાતમી મળી હતી કે મુંબઈથી અમદાવાદ આવતી ટ્રેનમાં મુસાફરી કરનાર એક શખ્સ પાસે બેગમાં મોટી માત્રામાં રોકડ છે, જેથી બાતમી મુજબના વ્યક્તિને રોકી તપાસ કરતા તેની પાસેની બેગમાં 57 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હત
ચૂંટણી પહેલા  57 લાખની રોકડ સાથે મુંબઈથી અમદાવાદ આવેલા શખ્સની અટકાયત  આઈ ટીએ શરૂ કરી તપાસ
Advertisement
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરથી  મુંબઈના એક શખ્સની 57 લાખની રોકડ રકમ સાથે પોલીસે અટકાયત કરી છે. મહત્વનું છે કે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી અન્વ્યે રેલવે પોલીસ તપાસમાં હતી ત્યારે બાતમી મળી હતી કે મુંબઈથી અમદાવાદ આવતી ટ્રેનમાં મુસાફરી કરનાર એક શખ્સ પાસે બેગમાં મોટી માત્રામાં રોકડ છે, જેથી બાતમી મુજબના વ્યક્તિને રોકી તપાસ કરતા તેની પાસેની બેગમાં 57 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. રોકડ સાથે ઝડપાયેલા વ્યક્તિને રેલવે પોલીસ મથકે લાવી તપાસ કરતા તેનુ નામ અમિત શશિકાંત શાહ હોવાનું અને તે મુંબઈનો વેપારી હોવાનું સામે આવ્યુ છે.
બિલ્ડરને આપવા કેશ લાવ્યો હોવાનું રટણ 
પકડાયેલા શખ્સની વધુ પુછપરછ કરતા આ રોકડ રકમ અમદાવાદમાં તેઓને મકાન લેવાનુ હોવાથી બિલ્ડરને આપવા માટે લાવ્યા હોવાનું રટણ કર્યુ હતુ. જોકે રોકડ રકમ ક્યાંથી મેળવી તે અંગે કોઈ નક્કર માહિતી ન આપતા આ અંગે ઈન્કમટેક્ષ વિભાગને જાણ કરાતા ઈન્કમ ટેક્ષ વિભાગે પણ તેની પુછપરછ કરી છે. વિધાનસભાની ચૂંટણીને લઈને આચારસંહિતા લાગુ છે તેવામાં 57 લાખ જેટલી મોટી રકમ ટ્રેન મારફતે અમદાવાદમાં લાવી કયા બિલ્ડરને આપવાની હતી અને આમાં કોઈ રાજકિય વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે રેલવે પોલીસે અને આયકર વિભાગે તપાસ શરૂ કરી છે.
આ શખ્સ મુંબઇમાં બોલ-બેરિંગનો વ્યવસાય કરે છે 
પોલીસની પ્રાથમિક તપાસમાં પકડાયેલા અમીત શશિકાંત શાહ મુંબઈમાં બોલ-બેરીંગનો વ્યવસાય કરે છે અને તેઓએ અમદાવાદમાં મકાન લેવાનુ હોવાથી એક બિલ્ડર સાથે વાત કરી હતી અને મકાનના સોદા માટે આ માતબર રકમ લઈને અમદાવાદ આવ્યા હતા જોકે તેઓ પાસેથી મળેલી રોકડનો કોઈ હિસાબ ન મળતા હાલ તો પોલીસે ચૂંટણી કમિશન અને અન્ય વિભાગને જાણ કરી આગળની પ્રક્રિયા હાથ ધરી છે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×