Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જિલ્લામાં EVM અને VVPAT ફાળવાયા, પાંચ વિધાનસભા સીટો પર થવાનું છે મતદાન

ભરૂચની જૂની કલેકટર કચેરીમાં આવેલ EVM અને VVPAT સ્ટોરેજ રૂમમાંથી હાથ ધરાયેલી રેન્ડમાઈઝેશનની કામગીરીમાં ભરૂચ જીલ્લાની પાંચેય વિધાનસભા મતવિસ્તાર માટે કુલ કન્ટ્રોલ યુનિટ (CU) અને બેલેટ યુનિટ (BU) 1957 તેમજ VVPAT 2040ની ફાળવણી કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યાં છેભરૂચ જિલ્લામાં લોકશાહીનો પર્વ મનાવવા માટે જિલ્લાવાસીઓ ઉત્સુક છે અને તેના કરતાં સૌથી વધુ ઉત્સુક રાજકીય નેતાઓ છે અને સાથે શાંતિપૂર્ણ àª
જિલ્લામાં evm અને vvpat ફાળવાયા  પાંચ વિધાનસભા સીટો પર થવાનું છે મતદાન
Advertisement
ભરૂચની જૂની કલેકટર કચેરીમાં આવેલ EVM અને VVPAT સ્ટોરેજ રૂમમાંથી હાથ ધરાયેલી રેન્ડમાઈઝેશનની કામગીરીમાં ભરૂચ જીલ્લાની પાંચેય વિધાનસભા મતવિસ્તાર માટે કુલ કન્ટ્રોલ યુનિટ (CU) અને બેલેટ યુનિટ (BU) 1957 તેમજ VVPAT 2040ની ફાળવણી કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યાં છે
ભરૂચ જિલ્લામાં લોકશાહીનો પર્વ મનાવવા માટે જિલ્લાવાસીઓ ઉત્સુક છે અને તેના કરતાં સૌથી વધુ ઉત્સુક રાજકીય નેતાઓ છે અને સાથે શાંતિપૂર્ણ માહોલમાં લોકશાહીનો પર્વ વિધાનસભાની ચૂંટણી યોજાઈ તે માટે તંત્ર પણ તનતોડ મહેનત કરી રહ્યું છે. જેના પગલે કાયદો વ્યવસ્થા અને મતદારો શાંતિપૂર્ણ માહોલમાં પોતાના મત અધિકારનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થાનું સુચારું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાની જૂની કલેકટર કચેરીના સંકુલમાં નવનિર્માણ પામેલા ઇવીએમ મશીન અને વીવીપેડ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠક માટે ઇવીએમ મશીનની ફાળવણીમાં સૌપ્રથમ જંબુસર વિધાનસભા માટે પણ CU-BU 396 અને VVPAT 419ની ફાળવણી કરાવામાં આવી તો વાગરા વિધાનસભા માટે પણ CU-BU 353 અને VVPAT 374ની ફાળવણી કરાઈ તો ઝઘડીયા વિધાનસભા માટે પણ CU-BU 455 અને VVPAT 482ની ફાળવણી કરાઈ હતી. તો ભરૂચ વિધાનસભા માટે પણ CU-BU 357 અને VVPAT 378ની ફાળવણી કરાઈ હતી. અંકલેશ્વર વિધાનસભા માટે પણ CU-BU 366 અને VVPAT 387ની ફાળવણી કરાઈ હતી. 
રેન્ડમાઈઝેશન દ્વારા કરાયેલી કામગીરી બાદ ફાળવણી કરી તમામ પાંચેય મતવિસ્તારના ચૂંટણી અધિકારીઓને તેનો હવાલો સોંપવામાં આવ્યો હતો. તેઓને ફાળવાયેલા BU-CU-VVPATનો હવાલો સંભાળી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેમના વિસ્તારમાં રવાના કર્યા હતા. જ્યાં તાલુકા મથકે આવેલા સ્ટ્રોંગ રૂમમાં સલામત રીતે મુકવામાં આવ્યા હતા.
Tags :
Advertisement

.

×