11મીની નિયાઝમાં જમણવાર બાદ ગ્રામજનો ફ્રુટ પોઈઝિંગમાં કોંગ્રેસના ઉમેદવાર પણ શિકાર બન્યા
ભરૂચ (Bharuch) જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ ગામે મુસ્લિમ બિરાદરો દ્વારા ૧૧મીની નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના લોકોની નીયાઝમાં જોડાયા હતા અને સાથે વાગરા મતવિસ્તારના ઉમેદવાર પણ નીયાઝ માં હાજરી આપ્યા બાદ ભોજન લીધું હોવાના કારણે તેઓ પણ ફ્રુટ પોઈઝિંગના શિકાર બનતા સારવારથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે ગામના 200થી વધુ લોકોને વિવિધ હોસ્પિટલમાં ખસેડવàª
Advertisement
ભરૂચ (Bharuch) જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ ગામે મુસ્લિમ બિરાદરો દ્વારા ૧૧મીની નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના લોકોની નીયાઝમાં જોડાયા હતા અને સાથે વાગરા મતવિસ્તારના ઉમેદવાર પણ નીયાઝ માં હાજરી આપ્યા બાદ ભોજન લીધું હોવાના કારણે તેઓ પણ ફ્રુટ પોઈઝિંગના શિકાર બનતા સારવારથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે ગામના 200થી વધુ લોકોને વિવિધ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ચાચવેલ ગામે સ્થળ ઉપર જ બેડ ઉભા કરાયા
ચાચવેલ ગામે નિયાઝ બાદ કેટલાય લોકો ફ્રુટ પોઈઝિંગના ભોગ બનતા સ્થાનિકો અને ગ્રામજનોની સાવચેતી પણ રંગ લાવી છે ઝાડા ઉલટી અને ગભરામણ જેવા લક્ષણો લોકોમાં દેખાતા તા ગામના લોકોએ તાત્કાલિક બેડ સુવિધા ઉભી કરી હતી અને તબીબો અને નર્સિંગ સ્ટાફ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને બેડ ઉપર રહેલા તમામ લોકોને તાત્કાલિક ગ્લુકોઝના બોટલ ઇન્જેક્શન સહિત મેડિકલ સુવિધા પૂરી પાડી હતી.
200થી વધારે લોકો સારવાર માટે લઈ જવાયા
ભરૂચ જિલ્લામાં 11મીની નીયાઝનુ મહત્વ વધારે રહેલું હોય છે જેના કારણે મુસ્લિમ બિરાદરો દ્વારા વિવિધ ગામોમાં નિયાઝના આયોજનો થઈ રહ્યા છે જેમાં ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ ગામે પણ 11મીની નીયાજ રાખવામાં આવી હતી જેમાં ગામના લોકોએ નિયાઝમાં ભોજન આરોગ્ય બાદ ગણતરીની મિનિટોમાં જ મોટી માત્રામાં લોકો જાડા ઉલટીના વાવર તથા ગભરામણ થવાની ઘટનાઓ સામે આવતા નિયાઝમાં ભોજન કરેલા 200થી વધુ લોકોને વિવિધ ખાનગી વાહનો અને 108 તથા વિવિધ એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ જિલ્લાની આમોદ વાગરા જંબુસર અને ભરૂચ સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં સારવાર તે ખસેડવાની તજવીજ આરંભી હતી
કલેક્ટર હોસ્પિટલ દોડી આવ્યા, નાના બાળકો બન્યા ભોગ
વાગરા તાલુકાના ચાચવેલ ગામની ફ્રુટ પોઈઝિંગની ઘટનાની ગંભીરતા સમજી ભરૂચ જિલ્લા કલેકટર ડોક્ટર તુષાર સુમેરા પણ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક શરૂ કરવામાં આવ્યો હતો અને ફ્રૂડ પોઝિગનના ભોગ બનેલા અસરગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં નાના બાળકો પણ ભોગ બન્યા હતા અને કેટલાય બાળકો જાહેરમાં જ ઉલટી કરતા નજરે પડ્યા હતા. ભરૂચ જિલ્લાની વિવિધ હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ ઊઠી હતી.
નિયાઝમાં ગયેલા કોંગ્રેસના ઉમેદવાર પણ ફ્રુટ પોઈઝિંગના શિકાર બન્યા
વાગરા મતવિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલ પણ વાગરાના ચાંચવેલ ગામે યોજાયલ ની યાદ માં આમંત્રણ હોવાના કારણે તેઓ પણ ગયા હતા અને તેઓએ પણ ભોજન આરોગ્ય બાદ તેઓને ત્રણથી ચાર જેટલી વાર ઉલટી થવા સાથે ગભરામણ થતા તેઓને તાત્કાલિક સારવાર માટે ભરૂચની બાયપાસ ચોકડી નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ આવતીકાલે ઉમેદવારી નોંધાવનાર હોવાનું પણ તેઓએ રટણ કર્યું હતું
ભરૂચ કોંગ્રેસના ઉમેદવાર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ ગામે નિયાઝ બાદ મોટી માત્રામાં લોકો ફ્રુટ પોયઝિંગના બન્યા હોવાના કારણે સતત સોશિયલ મીડિયા ઉપર સમાચારો વહેતા થતા ભરૂચ મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર જયકાંત પટેલ તાબરતોબ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવા જેવા હોય તેઓને પણ આશ્વાસન આપી ખાનગી હોસ્પિટલમાં પણ ખસેડ્યા હોવાના અહેવાલ મળ્યા છે.
ભરૂચ વાગરા આમોદ જંબુસરની હોસ્પિટલો ફ્રુટ પોયઝિંગના કારણે દર્દીઓથી ઉભરાયા
વાગરા તાલુકાના ચાંચવેલ ગામે નિયાઝ બાદ કેટલાય લોકો જાડા ઉલટીના વાવરમાં સપડાયા હતા અને કેટલાય લોકોને ગભરામણ થતા ખાનગી વાહનો સહિત વિવિધ ખાનગી એમ્બ્યુલન્સ મારફતે લોકોએ વિવિધ હોસ્પિટલોની વાત પકડી હતી જેમાં ભરૂચ જિલ્લાના વાગરા આમોદ જંબુસર અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યા હતા અને કેટલાય નાના બાળકો તથા મોટાઓ પણ ઉલટી કરતા જોવા મળ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


