પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાની ઘરવાપસી, જાણો શું કહ્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોના નેતાઓ એક પક્ષ છોડીને બીજા પક્ષમાં જોડાઇ રહ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર અને બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાની આજે ઘર વાપસી થઇ છે. તેઓ આજે ફરી એક વાર કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાં જોડાયા બાદ તેમણે કહ્યું કે ભાજપમાં જોડાયા પછી પણ મારુ મન તો કોંગ્રેસ સાથે જ જોડાયેલુà
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોના નેતાઓ એક પક્ષ છોડીને બીજા પક્ષમાં જોડાઇ રહ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર અને બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાની આજે ઘર વાપસી થઇ છે. તેઓ આજે ફરી એક વાર કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાં જોડાયા બાદ તેમણે કહ્યું કે ભાજપમાં જોડાયા પછી પણ મારુ મન તો કોંગ્રેસ સાથે જ જોડાયેલું હતું.
કોંગ્રેસ હાઇકમાન્ડે મંજૂરી આપી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષોમાં આયારામ ગયારામ ચાલી રહ્યું છે. બાયડના પૂર્વ ધારાસભ્ય અને અગાઉ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં ગયેલા મહેન્દ્રસિંહ વાઘેલા આજે ફરી એક વાર કોંગ્રેસમાં જોડાયા છે. પાંચ વર્ષ પહેલાં મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા હતા અને હવે તેઓ ફરી કોંગ્રેસમાં જોડાયા છે. દિલ્હી હાઇકમાન્ડમાંથી મંજૂરી મળતાં મહેન્દ્રસિંહ વાઘેલાને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આજે કોંગ્રેસનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું.
મારું મન તો કોંગ્રેસમાં જ હતું
કોંગ્રેસમાં જોડાયેલા મહેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું કે હું કોંગ્રેસના નેતૃત્વનો આભાર માનું છું. અમે નફરતની રાજનીતિને મિટાવવા એકજુટ થયા છીએ. તેમણે કહ્યું કે મેં કોંગ્રેસમાં કામ કરવા માટે પ્રસ્તાવ રાખ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે ભાજપમાં જોડાયા બાદ હું તેમાં સક્રીય રહ્યો ના હતો અને ભાજપમાં જોડાયા બાદ પણ મારુ મન કોંગ્રેસ સાથે જ જોડાયેલું હતું. તેમણે એમ પણ કહ્યું કે 2017 માં સામુહિક નિર્ણયના કારણે કોંગ્રેસ છોડ્યું હતું અને 5 વર્ષમાં ભાજપના કોઈપણ કાર્યક્રમમાં જોડાયો ના હતો. પોતાના પિતા શંકરસિંહ વાઘેલા વિશે વાત કરતાં મહેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું કે મારા પિતાના મારા સાથે આશીર્વાદ છે. તેમણે એમ પણ કહ્યું કે તેમને કોંગ્રેસ સાથે જોડાવવું કે નહિ એ તેઓ નક્કી કરશે. રાજનીતિનો શંકરસિંહ પાસે 50 વર્ષનો ઇતિહાસ છે અને તેઓ યોગ્ય સમયે નિર્ણય લેશે.
કોંગ્રેસ રણનીતિ મુજૂ આગળ વધશે
પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે ચૂંટણીનો સમય નજીક આવશે એમ કોંગ્રેસ રણનીતિ મુજબ આગળ વધશે અને
રણનીતિના ભાગરૂપે અમારા પરિવારના સભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાયા છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં સામાજિક આગેવાનો અને લોકશાહી બચાવવા વાળા એક થઇ રહ્યા છે અને મહેન્દ્રસિંહ લોકશાહી બચાવવાની મુહિમમાં કોંગ્રેસ સાથે જોડાયા છે.


