NCPસાથે ગઠબંધન કરતા કોંગ્રેસમાં ભડકો, અનેક નેતાઓએ રાજીનામાં આપી 12 કલાકનું અલ્ટિમેટમ આપ્યું
Gujarat Assembly Elections 2022: NCP સાથેનું ગઠબંધન કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનતું જાય છે. અનેક કાર્યકરોએ વિરોધ કરી રાજીનામાં ધરી દીધા છે. ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં આવતી કોંગ્રેસની (Congress)તમામ સમિતિઓએ રાજીનામાં ધરી દીધા છે. સંગઠન, ઉમરેઠ તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોએ હોદ્દા પરથી રાજીનામાં આપી દેતા ચકચાર મચી ગઈ છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે આ ઉપરાંત તેમણે 12 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે.
કોંગ્રેસે 42 ધૂરંધરોને ઉતાર્યા ચૂંટણી માટે
ગુજરાત ચૂંટણીને લઈ ઑબ્ઝર્વરની નિમણૂંક કરી છે. તમામ કેન્દ્રીય નેતાઓને જવાબદારી આપવામાં આવી છે. સાઉથ ઝોનની જવાબદારી મુક્લ વાસનિક, સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી મોહન પ્રકાશ સેન્ટ્રલ ઝોનની પૃથ્વીરાડ ચવ્હાણ અને નોર્થ ઝોનની જવાબદારી બી કે હરિપ્રસાદને સોંપાઈ છે.
ઝોનલ ઓબ્ઝર્વર
- સાઉથ ઝોન(હેડ ક્વાર્ટર સુરત) મુક્લ વાસનિક
- સૌરાષ્ટ્ર ઝોન(હેડ ક્વાર્ટર રાજકોટ) મોહન પ્રકાશ
- સેન્ટ્રલ ઝોન (હેડ ક્વાર્ટર બરોડા) પૃથ્વીરાજ ચવાણ
- નોર્થ ઝોન ((હેડ કવાર્ટર અમદાવાદ) બી કે હરિપ્રસાદ
- કાંધલ જાડેજાએ આપ્યું રાજીનામું
એનસીપીના હાલના ધારાસભ્ય કાંધલ જાડેજાએ એનસીપીમાંથી (NCP) રાજીનામું આપી દીધું છે. કાંધલ જાડેજા 2012માં એનસીપીમાં જોડાયા હતા. એનસીપીએ આ વખતે કાંધલ જાડેજાને કુતિયાણા સીટ પર ટિકિટ ન આપતા નારાજ થઈને તેમણે રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે, છેલ્લી 2 ટર્મથી કાંધલ જાડેજા કુતિયાણા બેઠક પરથી એનસીબીના ધારાસભ્ય છે.
આ પણ વાંચો - સુરત પોલીસની સફળતા, 2.17 કરોડનું ડ્રગ્સ પકડાયું


