છાશવારે રમખાણો થતાં, ભાજપે શાંતિ સ્થાપવાનું કામ કર્યું છે: ગૃહમંત્રીશ્રી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ભાજપના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે આજે અમદાવાદના નારણપુરા વિધાનસભામાં નવાવાડજના વ્યાસવાડી ખાતે જાહેરસભાને સંબોધી હતી.તેમણે કહ્યું કે, મેં નાનકડા બુથના અધ્યક્ષથી શરૂ કરી ભાજપે મને આજે ગૃહમંત્રી બનાવ્યો. નારણપુરામાં અનેક દીવાલો પર મેં મારા હાથે કમળ ચીતર્યા છે. નà
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ભાજપના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે આજે અમદાવાદના નારણપુરા વિધાનસભામાં નવાવાડજના વ્યાસવાડી ખાતે જાહેરસભાને સંબોધી હતી.
તેમણે કહ્યું કે, મેં નાનકડા બુથના અધ્યક્ષથી શરૂ કરી ભાજપે મને આજે ગૃહમંત્રી બનાવ્યો. નારણપુરામાં અનેક દીવાલો પર મેં મારા હાથે કમળ ચીતર્યા છે. નારણપુરા વિસ્તાર ભાજપના ગઢ તરીકે ગુજરાતમાં ઓળખાય છે. તમે મારી ખામીઓ સ્વિકારીને મને અહીં સુધી પહોંચાડ્યો.
ગુજરાતમાં 1990થી 2022 સુધી વચ્ચેના અમુક દગાખોરીના વર્ષો બાદ કરતા ભાજપની શાશન યાત્રા રહી, ભાજપે સળંગ રાજ કર્યું. અગાઉ અમદાવાદમાં છાશવારે કોમી રમખાણ થતાં મારી પણ દુકાન સિટીમાં હતી. રમખાણના સમાચારો આવે એટલે સીટીમાં જેની દુકાન હોય તેને ખબર છે શું સ્થિતિ થતી, ઘરે માતા દિકરો સલામત આવે તે માટે માળા કરતી. શાક અને દૂધ લેવા કરફ્યૂ મુક્તિની રાહ જોવી પડતી. રમખાણ વાળાઓને 2002માં એવો સબક શીખડાવ્યો કે ખો ભૂલી ગયા. ભાજપે શાંતિ સ્થાપવાનું કામ કર્યું.
તેમણે કહ્યું કે, અનેકવાર રથયાત્રા પર હુમલા થતા અને રથયાત્રા બંધ રાખવી પડતી. કોઈની હવે મજાલ નથી કે રથયાત્રામાં કાંકરી ચાળો કરે. આનબાન શાનથી રથયાત્રા નીકળે છે. ભાજપે શાંતિ સ્થાપવાનું કામ કર્યું છે. ભાજપે ગુજરાતના સીમાડાઓને સુરક્ષિત કર્યા છે. ભાજપે ગુજરાતમાં ઘૂસણખોરી બંધ કરી આતંકવાદ હટાવ્યો. કોંગ્રેસની સરકારે ગુજરાતને અસાલમત બનાવ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


