હર્ષ પાર્ક શુભમ રેસીડેન્સી સોસાયટીમાં માળખાકીય સુવિધા ન મળતા ચૂંટણી ટાણે લાગ્યા બેનર
અંકલેશ્વરમાં(Ankleshwar)આવેલ હર્ષ પાર્ક સોસાયટી (Harsh Park Society)અને શુભમ રેસીડેન્સીમા (Shubham Residency)માળખાકીય સુવિધા છેલ્લા ઘણા વર્ષોથી ન મળતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ ચૂંટણી(Election)ટાણે જ સુવિધા નહીં તો મત નહીં સાથે બેનરો(Banners)લગાવી વિરોધ કર્યો છે અને આ મતવિસ્તાર ભાજપનું ગઢ માનવામાં આવતું હોવાનું માનવામાં આવી રહ્યું છેભરૂચ જિલ્લાની અંકલેશ્વર પંથકની હર્ષ પાર્ક સોસાયટી અને શુભમ રેસીડેન્સીમાં છà«
Advertisement
અંકલેશ્વરમાં(Ankleshwar)આવેલ હર્ષ પાર્ક સોસાયટી (Harsh Park Society)અને શુભમ રેસીડેન્સીમા (Shubham Residency)માળખાકીય સુવિધા છેલ્લા ઘણા વર્ષોથી ન મળતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ ચૂંટણી(Election)ટાણે જ સુવિધા નહીં તો મત નહીં સાથે બેનરો(Banners)લગાવી વિરોધ કર્યો છે અને આ મતવિસ્તાર ભાજપનું ગઢ માનવામાં આવતું હોવાનું માનવામાં આવી રહ્યું છે
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર પંથકની હર્ષ પાર્ક સોસાયટી અને શુભમ રેસીડેન્સીમાં છેલ્લા વર્ષોથી માળખાકીય સુવિધા રોડ રસ્તા પાણી સહિતની સુવિધાઓ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પૂરી ન થઈ હોવાના આક્ષેપ સાથે લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે ચૂંટણી ટાણે માત્ર મત લેવા આજીજી કરવા આવતા નેતાઓ સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે અને સુવિધા નહીં તો મત નહીં તેવા સંકલ્પ સાથે સ્થાનિકોએ પણ નેતાઓ સામે રોષ વ્યક્ત કર્યો છે અને સોસાયટીની બહાર જ બેનરો લગાવી દેવામાં આવ્યા છે
ત્યારે બેનરો લાગતાની સાથે જ આ વિસ્તારમાં લગભગ ૭૦૦ જેટલા મતદારો રહેતા હોય અને માળખાકીય સુવિધા ન મળતી હોય જેને લઇ નેતાઓમાં પણ કુતુહલ સર્જાઈ ગયું છે બેનરો લાગતા સોસાયટીના પ્રમુખે પણ માળખાકીય સુવિધા ન મળતી હોવાના આક્ષેપ સાથે તેઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો..
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


