Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભરૂચની સભામાં વડાપ્રધાનશ્રીએ આ બે બાળકોનો ઉલ્લેખ કર્યો,જાણો

ભરૂચના(Bharuch)નેત્રંગમાં (Netrang)વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi)જનસભામાં સંબોધી હતી. ગુજરાત ભાજપની ટીમને સંકલ્પપત્ર જાહેર કરવા બદલ પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાત વિકસિત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સંકલ્પપત્રને આધારે ભાજપને હવે પહેલા કરતા વધુ સીટ મળશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, પહેલા 3 ધોરણ ભણીને દીકરીઓ અભ્યાસ છોડી દેતી હતી આજે આàª
ભરૂચની સભામાં વડાપ્રધાનશ્રીએ આ બે બાળકોનો ઉલ્લેખ કર્યો જાણો
Advertisement
ભરૂચના(Bharuch)નેત્રંગમાં (Netrang)વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi)જનસભામાં સંબોધી હતી. ગુજરાત ભાજપની ટીમને સંકલ્પપત્ર જાહેર કરવા બદલ પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાત વિકસિત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સંકલ્પપત્રને આધારે ભાજપને હવે પહેલા કરતા વધુ સીટ મળશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, પહેલા 3 ધોરણ ભણીને દીકરીઓ અભ્યાસ છોડી દેતી હતી આજે આદિવાસી દીકરીઓ ભણીગણીને દેશનું નામ રોશન કરી રહી છે.

નેત્રંગ સભામાં વડાપ્રધાનશ્રી બે બાળકોનો ઉલ્લેખ કર્યો
નેત્રંગ સભામાં વડાપ્રધાનશ્રીએ બે બાળકોનો ઉલ્લેખ કર્યો હતો. ગરીબ બાળકોની દયનિય પરિસ્થિતિનો વાઇરલ વીડીયો જોયા બાદ મુલાકાત માટે નેત્રંગ બોલાવ્યા હતા. વડાપ્રધાનશ્રીએ બાળકોને સભા સ્થળ પાછળ સમય આપ્યો હતો. બાળકોને આવાસ અને ઉજ્જવળ ભાવિ માટે તમામ મદદની ખાતરી આપી હતી. આ બાળકોના માતા પિતા 6 વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા હતા. બાળકો મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. એક બાળકનું નામ અવી છે અને તેને કલેકટર અને બીજા બાળકનું નામ જય છે અને તેને ઈજનેર બનવું છે.
આદિવાસી બાળકો દેશનું નામ રોશન કરે છે
તેમણે કહ્યું કે, તમારો આ દિકરો દિલ્હીમાંથી બનતા પ્રયાસ કરશે. પહેલા દીકરીઓને ભણાવવામાં નહોતી આવતી. આદિવાસી દિકરા દીકરીઓ ભણવા માટે પૈસા ક્યાથી લાવે? જેને કારણે તેઓ કેમ કરીને ભણે તે પ્રશ્ન હતો. 75 વર્ષ સુધી કોંગ્રેસને કઈ દેખાયું નહી, પણ હું દિલ્લી ગયો અને મે આપણી ભાષામાં પણ ડોક્ટર બની શકાય તે માટેનું કામ શરૂ કર્યું. પહેલા ત્રણ ધોરણ ભણીને દીકરીઓ ભણતર છોડી દેતી હતી આજે આદિવાસી દિકરીઓ ભણીગણીને દેશનું નામ રોશન કરી રહી છે.
આદિવાસીઓ પાસેથી ઘણું શિખ્યો
તેમણે જણાવ્યું કે, મારા જીવનના પ્રારંભીક દિવસોમાં જ મને આદિવાસીઓ પાસેથી શીખવા મળ્યું. આદિવાસીઓ પાસે આવવાનું થાય ત્યારે મારો આનંદ અનેકગણો વધી જાય છે. આ આર્શિવાદ માત્ર ચૂંટણી માટેના આર્શિવાદ નથી. આ આર્શિવાદ વિકસીત ગુજરાત બનાવવાનો સંકલ્પ બતાવે છે. ભાજપના કાર્યકર્તાઓ ભાગ્યવાન છીએ કે આજે આટલી મોટી સંખ્યામાં બધા ઉમેદવારને વિજય બનાવવા માટે ઉમટી પડ્યા છે. આ ચૂંટણી મારા ગુજરાતના ભાઈઓ અને બહેનો લડે છે. આપણું ગુજરાત વિકસીત થવાની દિશામાં આગળ વધી રહ્યુ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.

×