Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'આપ' દ્વારા જાહેર કરાયેલા વેજલપુરના ઉમેદવાર વિવાદમાં, જાણો શું થયુ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામોની ત્રીજી યાદી જાહેર કરી છે ત્યારે તેમાં વેજલપુરના ઉમેદવાર કલ્પેશ પટેલ ભોલાભાઇના નામ પર વિવાદ જોવા મળી રહ્યો છે. વેજલપુરના આપના ઉમેદવારના વિવાદીત ફોટા બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) આમ તો સ્વચ્છ છબી પોતે ધરાવતી હોય તેવો દાવો કરી રહી છે પણ તેના ઉમેદવારો સ્વચ્છ છબી ધરાવતા ના હોવાનું બહાર
 આપ  દ્વારા જાહેર કરાયેલા વેજલપુરના ઉમેદવાર વિવાદમાં  જાણો શું થયુ
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામોની ત્રીજી યાદી જાહેર કરી છે ત્યારે તેમાં વેજલપુરના ઉમેદવાર કલ્પેશ પટેલ ભોલાભાઇના નામ પર વિવાદ જોવા મળી રહ્યો છે. વેજલપુરના આપના ઉમેદવારના વિવાદીત ફોટા બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. 
આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) આમ તો સ્વચ્છ છબી પોતે ધરાવતી હોય તેવો દાવો કરી રહી છે પણ તેના ઉમેદવારો સ્વચ્છ છબી ધરાવતા ના હોવાનું બહાર આવી રહ્યું છે. બુધવારે  આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડવામાં આવી હતી પણ આ યાદીને લઇને વિવાદ વકરી રહ્યો છે. વેજલપુરના આપના ઉમેદવાર કલ્પેશ પટેલ (AAP Candidate Kalpesh Patel) ના વિવાદીત ફોટા બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. 
સોશિયલ મીડિયામાં કલ્પેશ પટેલના ફોટા વાયરલ થયા છે. દારુ અને હુક્કા (Alcohol and Hookah) ની પાર્ટી કરતા આપના ઉમેદવારના ફોટા બહાર આવ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે શું આવું જ છે આપનું દિલ્હી મોડલ? ગાંધીના ગુજરાતમાં શું અરવિંદ કેજરીવાલ આવા લોકોને ટિકીટ આપશે ?તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. કહેવાતી આમ આદમી પાર્ટીના વૈભવી ઉમેદવાર સામે સવાલ ઉઠી રહ્યો છે. 
હવે કહેવાતી સ્વચ્છ પાર્ટીની વિચારધારા પર સવાલ ઉભા થયા છે. કલ્પેશ પટેલ ભોલાભાઇએ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) જ્યારે મહેસાણા આવ્યા ત્યારે તેમની સાથે ફોટા પડાવ્યા હતા અને તેઓ આ હુક્કા અને દારુ પાર્ટીમાં જોવા મળી રહ્યા છે. દારુ પીતા અને હુક્કો પીતા હોય તેવા ફોટા બહાર આવ્યા છે. આપના ઉમેદવારોની કરણી અને કથનીમાં ફેર જોવા મળી રહ્યો છે. 
સોશિયલ મીડિયામાં આ ફોટા વાયરલ થયા છે. વેજલપુર અને સેટેલાઇટના લોકો સવાલ ઉભા કરી રહ્યા છે કે આવા ઉમેદવાર શું તેમનું પ્રતિનિધીત્વ કરશે?
Tags :
Advertisement

.

×