ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો ઉપર કોણ કોણ છે ઉમેદવાર,જાણો
ભરૂચ (Bharuch) જિલ્લામાં પાંચ વિધાનસભા બેઠકો પર ઉમેદવારો નક્કી થતાં ત્રિપાખ્યા જંગ સમા પાંચ બેઠકના વિવિધ પક્ષના ઉમેદવારોએ (Candidates) અંતિમ દિવસે પણ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચી ગયા હતા ત્યારે સમાચાર મળી રહ્યા છે કે. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીની (District Collector Office) બહાર ઉમેદવારોના સમર્થકોથી જાહેર માર્ગો ઉભરાયા હતા જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી ચાર બેઠક સિવાય પાàª
Advertisement
ભરૂચ (Bharuch) જિલ્લામાં પાંચ વિધાનસભા બેઠકો પર ઉમેદવારો નક્કી થતાં ત્રિપાખ્યા જંગ સમા પાંચ બેઠકના વિવિધ પક્ષના ઉમેદવારોએ (Candidates) અંતિમ દિવસે પણ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચી ગયા હતા ત્યારે સમાચાર મળી રહ્યા છે કે. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીની (District Collector Office) બહાર ઉમેદવારોના સમર્થકોથી જાહેર માર્ગો ઉભરાયા હતા જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી ચાર બેઠક સિવાય પાંચમી બેઠક ઉપર ચાર પાખિયો જંગ જામનાર છે.
Advertisement
ભરૂચ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીની પાંચ બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હોવાના કારણે સરકારી કચેરીઓ પણ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી ભરૂચ કલેકટર કચેરી નજીક ભરૂચ જિલ્લાની મોટાભાગની પોલીસ ખડકી દેવામાં આવી હતી એસએસબી સહિતની ટીમ કલેકટર કચેરીના પ્રવેશદ્વાર નજીક જ ખડકી દેવામાં આવી હતી અને ઉમેદવારી પત્ર ભરવા આવતા ઉમેદવારોને તથા તેઓના ટેકેદારો સિવાય તમામ સમર્થકોને કલેકટર કચેરીની બહાર જ રાખવામાં આવ્યા હતા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો
ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં આ વખતે તે ત્રિપાંખિયો જંગ જામનારા છે ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો ઉપર ત્રિપાખિયો જંગ ખેલાનારા છે વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી માટે અંતિમ દિવસે પણ ભાજપ કોંગ્રેસ આપ સહિત અપક્ષના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચી ગયા હતા જેમાં ભરૂચ મત વિસ્તારની વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રી પોતાના હજારો સમર્થકો સાથે શક્તિનાથથી ભરૂચ કલેકટર કચેરી સુધી પગપાળા ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા. મોટી માત્રામાં સમર્થકોના મેળાવડાઓના કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઇ હતી ઉમેદવારી પત્ર ભર્યા બાદ ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રીએ પણ પોતાની જીત પાકી હોવાની આશાઓ વ્યક્ત કરી હતી
ભરૂચ કોંગ્રેસના ઉમેદવાર તરીકે જયકાંત પટેલ પણ પોતાનું ઉમેદવારી પત્ર પોતાના સમર્થકો સાથે ભરવા આવી પહોંચ્યા હતા અને ભરૂચ કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારો જોવા મળ્યા હતા વાગરા મત વિસ્તારના ઉમેદવાર સુલેમાન પટેલ ગઈકાલે એક નિયાઝમાં ભોગ બન્યા બાદ એક રાત્રીની સારવાર બાદ સવારે ટનાટન થતાની સાથે જ પોતાના સમર્થકો સાથે ડીજેના તાલે ભરૂચ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા જ્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ભરૂચ અને વાગરા કોંગ્રેસના ઉમેદવારોએ એક સાથે સમર્થકો સાથે સરઘસ કાઢી ભરૂચ કલેકટર કચેરી ખાતે પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું
ભરૂચના મત વિસ્તારમાં ત્રિપાખિયા જંગ સમાન આમ આદમી પાર્ટીના મનહર પર મારે પણ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા તેઓએ પણ અમારી તાકાત સુધી ભાજપ સાથે છે કોંગ્રેસ પિક્ચરમાં જ નથી તેમ કહી આપના ઉમેદવાર મનહર પરમારે ૨૫ થી ૩૦ હજાર માંથી જીત મેળવવાની આશાઓ વ્યક્ત કરી હતી
ભરૂચ જિલ્લાની પ બેઠકો ઉપર કોણ કોણ છે ઉમેદવાર
- ભરૂચ - ભાજપ રમેશ મિસ્ત્રી, કોંગ્રેસ જયકાંત પટેલ, આમ આદમી મનહર પરમાર
- વાગરા - ભાજપ અરુણસિંહ રણા, કોંગ્રેસ સુલેમાન, પટેલ આમ આદમી જયરાજસિંહ રાજ
- જંબુસર - ભાજપ ડી.કે સ્વામી, કોંગ્રેસ સંજય સિંહ સોલંકી, આમ આદમી સાજીદ રેહાન
- અંકલેશ્વર - ભાજપ ઈશ્વર પટેલ, કોંગ્રેસ વિજય ઉર્ફે વલ્લભ પટેલ, આમ આદમી અંકુર પટેલ
- ઝઘડીયા - ભાજપ રિતેશ વસાવા, કોંગ્રેસ ફતેસિંહ વસાવા, આમ આદમી ઉર્મિલાબેન ભગત, બીટીપી મહેશ વસાવા, અપક્ષ છોટુ વસાવા
આ પણ વાંચો - બળજબરીથી ધર્માંતરણ ગંભીર મામલો, રોકવા માટે શું કરી રહી છે સરકાર ? સુપ્રીમે માંગ્યો જવાબ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement


