શુક્લતીર્થના મેળામાં લાખોની જનમેદની ઉમટી પડતા વેપારીઓમાં આનંદ... શુક્રવાર સુધી મેળો જામશે
ત્રણ દિવસ ફિટનેસ સર્ટિફિકેટના કારણે બંધ રહેલી રાઇડ્સના ભાવમાં ડબલ વધારોશુકલતીર્થના મેળામાં ધક્કા મૂકી વચ્ચે કેટલાય લોકોના મોબાઇલ અને પાકીટ ગુમ થયા હોવાની બૂમો...?કાર્તિકી પૂનમ અને દેવ દિવાળીમાં યોજાતા શુકલતીર્થના મેળાનું અનેરૂ મહત્વવિશ્વમાં કોરોનાની મહામારીના કારણે અનેક મેળાઓને ગ્રહણ લાગ્યું હતું પરંતુ કોરોનાના બે વર્ષ બાદ લોકો મેળાની મજા માણવા ઉમટી રહ્યા છે બે વર્ષ બાદ à
Advertisement
- ત્રણ દિવસ ફિટનેસ સર્ટિફિકેટના કારણે બંધ રહેલી રાઇડ્સના ભાવમાં ડબલ વધારો
- શુકલતીર્થના મેળામાં ધક્કા મૂકી વચ્ચે કેટલાય લોકોના મોબાઇલ અને પાકીટ ગુમ થયા હોવાની બૂમો...?
- કાર્તિકી પૂનમ અને દેવ દિવાળીમાં યોજાતા શુકલતીર્થના મેળાનું અનેરૂ મહત્વ
વિશ્વમાં કોરોનાની મહામારીના કારણે અનેક મેળાઓને ગ્રહણ લાગ્યું હતું પરંતુ કોરોનાના બે વર્ષ બાદ લોકો મેળાની મજા માણવા ઉમટી રહ્યા છે બે વર્ષ બાદ યોજાયેલા શુકલતીર્થના મેળામાં લાખોનું માનવ મેળામણ ઉમટી રહ્યું છે જેના પગલે વેપારીઓમાં પણ આનંદ છવાયો છે અને સાથે ત્રણ દિવસ બંધ રહેલી રાઇડ્સના વ્યવસાયકારોના ચહેરા ઉપર પણ રોનક જોવા મળી રહી છે
શુકલતીર્થના મેળાનું અનેરૂ મહત્વ
કાર્તિકી પૂનમ અને દેવ દિવાળીમાં યોજાતા શુકલતીર્થના મેળાનું ધાર્મિક અનેરૂ મહત્વ રહેલું છે જેના કારણે ભારતભરમાંથી લોકો આ મેળામાં આવવાનું ચૂકતા નથી કોરોનાના કારણે બે વર્ષથી શુકલતીર્થના મેળાને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું પરંતુ કોરોનાનું સંકટ ટળી જતા હવે લોકો તહેવાર અને ઉત્સવ મનાવવા સાથે મેળાની મજા માણવાનું ચૂકતા નથી ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા શુકલતીર્થના મેળામાં શુકલેશ્વર મહાદેવના દર્શન અનેરૂ મહત્વ રહેલું છે અને આ શુકલતીર્થના ઘાટ ઉપર નર્મદા સ્નાનું પણ અનેરૂ મહત્વ રહ્યુ છે દેવ દિવાળી અને કાર્તિકી પૂનમના દિવસે શુકલતીર્થના મેળામાં લાખોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
ખાણી-પીણી-રાઈડ્ઝ લોકો માણે છે
શુકલતીર્થના મેળામાં ખાણીપીણી સહિત રમકડાના 600થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે જ્યારે ચગડોળ સહિત વિવિધ રાઈડશો માટે 28 લાખ રૂપિયાની હરાજી કરવામાં આવી હતી પરંતુ મેળાની શરૂઆતથી ત્રણ દિવસ સુધી તમામ રાઈડ્સનો બંધ રહી હતી કારણકે મોરબીની દુર્ઘટનાના કારણે તમામ રાઈડસોનું ફીટનેસ સર્ટિફિકેટને લઈને રાઈડશો શોભાના ગાંઠિયા સમાન બની ગઈ હતી જેના કારણે મેળાની રંગત જાનતી ન હતી પરંતુ શરૂ કરવા માટે ફિટનેસ સર્ટિફિકેટ મળતા જ મેળાની રોનક જામી રહી છે અને રાઇડ્સમાં પણ ભાવ વધારો ઝીંકાયો હોવા છતાં લોકો પણ મેળાની મન મૂકી મજા માણી રહ્યા છે
નાના વેપારીઓને આવક થતાં ખુશ
કોરોનાના બે વર્ષ બાદ શુકલતીર્થના મેળાની રંગત જાણતા લાખોનું માનવ મેળામણ ઉમટી રહ્યું છે અને હજુ 10મી નવેમ્બર સુધીના મેળામાં લાખોનું માનવ મહેરામણ ઉમટી પડનાર છે શુકલતીર્થના મેળામાં જનમેદની ઉમટી પડતા વેપારીઓ સહિત અનેક નાના વેપારીઓના ચહેરા ઉપર રોનક જોવા મળી રહી છે
લાખોની જનમેદની વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
શુકલતીર્થના મેળામાં લાખોની જન્મેદ ની ઉમટી રહી છે ત્યારે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાત દિવસ સતત પોલીસ પણ બંદોબસમાં જોવા મળી રહી છે નબીપુર પોલીસ સહિત ભરૂચ જિલ્લાની પોલીસના મેળામાં સતત ચાંપતી નજર રાખી રહી છે અને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે
લોકોને નર્મદા નદી સુરક્ષિત રીતે પોલીસ પાર કરાવી રહી છે
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નદીના મઢી ઘાટ ઉપર શુકલતીર્થના મેળામાં આવવા માટે લોકોનું ઘોડા પણ ઉમટી રહ્યું છે ત્યારે 40 થી 45 કિલોમીટર કાપીને ઝઘડિયાથી શુકલતીર્થના મેળામાં આવવું પડતું હોય છે પરંતુ નર્મદા નદીમાં બોટ મારફતે માત્ર 2 થી 3 કિલો મિટર સુધી શુકલતીર્થના મેળામાં પહોંચી શકાય છે જેના કારણે નર્મદા નદીમાં સહેલાણીઓ સુરક્ષિત રીતે મેળા સુધી પહોંચી શકે તે માટે બોટમાં સવારી કરાવતા સહેલાણીઓને વોટરપ્રૂફ જેકેટ પહેરાવીને પોલીસ નર્મદા નદી પાર કરાવી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી સુરક્ષિત રીતે સહેલાણીઓની શુકલતીર્થના મેળામાં પહોંચાડી રહ્યા છે.


