વિરોધીઓનું નામ લીધા વિના વરસ્યા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) ડ્રગ્ઝ મુદ્દે રાજનીતિ કરનારાઓ સામે છેલ્લા ઘણાં દિવસોથી આક્રામક છે. આજે પણ તેમણે આક્રામક વલણમાં નામ લીધાં વિના વિરોધીઓને આડેહાથ લીધાં હતા.સ્વામી વિવેકાનંદ રાજ્ય યુવા બોર્ડ દ્વારા આજે દિગ્વિજય દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો જેમાં 590 સ્થળેથી મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. સ્વામી વિવેકાનંદે આજના દિવસે અમેરીકામાં સંબોધન કરેલું તેથી
Advertisement
ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) ડ્રગ્ઝ મુદ્દે રાજનીતિ કરનારાઓ સામે છેલ્લા ઘણાં દિવસોથી આક્રામક છે. આજે પણ તેમણે આક્રામક વલણમાં નામ લીધાં વિના વિરોધીઓને આડેહાથ લીધાં હતા.
સ્વામી વિવેકાનંદ રાજ્ય યુવા બોર્ડ દ્વારા આજે દિગ્વિજય દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો જેમાં 590 સ્થળેથી મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. સ્વામી વિવેકાનંદે આજના દિવસે અમેરીકામાં સંબોધન કરેલું તેથી આ દિવસ દિગ્વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અમદાવાદમાં સેનેટ હોલ ખાતેના આ કાર્યક્રમમાં યુવા કાર્યકર્તાઓ વર્ચ્યુલી જોડાયા હતા. અહીં તેમણે વિરોધીઓને આડે હાથ લીધાં હતા.
ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) પોતાના સંબોધનમાં જણાવ્યું કે, 2022ની ચૂંટણી (Elections 2022) કોઈ સામાન્ય ચૂંટણી નથી. જ્યારે ગુજરાતમાં ચૂંટણી આવવાની હોય તેના અમુક મહિના પહેલા ગુજરાતને (Gujarat) બદનામ કરનારા ફૂટી નીકળે છે. ગુજરાતના વિકાસને અટકાવવા પ્રયાસો કરવા લાગે. ડિસેમ્બરની છેલ્લી તારીખ સુધી તમામ મહેમાન ગુજરાતમાં દેખાશે. હું ખાતરી આપું છું કે, એકપણ મહેમાન 1લી જાન્યુઆરી આ કોઈ નહિ દેખાય.
રાહુલ ગાંધી અને કેજરીવાલનું નામ લીધા વિના પ્રહાર
તેમણે કહ્યું કે, જે ક્યારેય મંદિરમાં નથી દેખાતા તે ચૂંટણી પહેલા ક્યાંયથી લાંબા થઈને ગુજરાતમાં આવી મંદિરોમાં દેખાય છે. દંડવત્ કરે છે. એકપણ મહેમાનને તમે કોરોનામાં કામ કરતા જોયેલા? ગુજરાત આવતા પહેલા આ મહેમાનો 5 દિવસ પહેલા ચોપડીઓ વાંચવા બેસે પણ ગુજરાતમાં આવે ત્યારે બધું ભૂલી જાય છે. કાગળમાં લખી આપ્યું તે વાંચી લે છે. જે વ્યક્તિ લોટને લિટરમાં વેચે એને શું કહેવું? કંઈક અંદર હોય તો બહાર આવે ને? એમને ભાડે આર્ટિસ્ટ લાવવા પડે છે.
ગુજરાત ડ્રગ્સ બેચતા નહિ, પકડતા હૈ: હર્ષભાઈ સંઘવી
ડ્રગ્ઝ મુદ્દે રાજનીતિ કરનારાઓ પર આજે પણ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી આક્રામક જોવા મળ્યા. તેમણે કહ્યું કે, ડ્રગ્સ જેવા વિષય પર રાજનીતિ ન કરવી જોઈએ. ડ્રગ્સ પરની રાજનીતિ તે યુવાનોનું ભવિષ્ય ધૂંધળું બનાવવાનો પ્રયાસ છે. રાજ્યની ડ્રગ્સ રિવોર્ડ પોલિસી બાદ જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ડ્રગ્સની હેરાફેરી કરનારાઓને મધદરિયેથી પકડ્યા. વલસાડમાંથી પકડાયેલા ડ્રગ્સનું કનેક્શન પંજાબમાંથી નીકળ્યું. અમે કોલકત્તા પોર્ટમાંથી ડ્રગ્ઝ પકડ્યું છે. એ કહે છે ગુજરાત મેં ડ્રગ્સ બહોત બીકતા હૈ. પણ ગુજરાત ડ્રગ્સ બેચતા નહિ પકડતા હૈ. ડ્રગ્સનું કેપિટલ પંજાબ છે
ઉલ્લેખનીય છે કે, ગૃહ રાજ્યમંત્રી ડ્રગ્ઝ મુદ્દે રાજનીતિ કરનારાઓ પર ગઈકાલે સુરતમાં પણ આક્રમક દેખાયા હતા અને આજે પણ તેઓ આ મુદ્દે વિરોધીઓનું નામ લીધાં વિના તેમને આડે હાથ લીધાં હતા.


