Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગૃહ રાજ્યમંત્રીશ્રીનો વિરોધીઓને ખુલ્લો પડકાર, ડ્રગ્ઝ મુદ્દે કહી આ વાત

સુરત ખાતે નેશનલ ગેમ્સના આયોજન પગલે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને નર્મદ યૂનિવર્સિટીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખેલ મહાકુંભના વિજેતાઓને સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે તેમણે ડ્રગ્સ પકડવાની ગુજરાત પોલીસની કામગીરીના અભિનંદન આપી વિરોધીઓને ખુલ્લો પડકાર ફેંક્યો હતો.તેમણે કહ્યું કે, ગુજરાત પોલીસે ભારત પાક બોર્ડ પર જઈ દેશમાં ડ્રગ્ઝ આવતું અટકાવવાનું કામ કર
ગૃહ રાજ્યમંત્રીશ્રીનો વિરોધીઓને ખુલ્લો પડકાર  ડ્રગ્ઝ મુદ્દે કહી આ વાત
Advertisement
સુરત ખાતે નેશનલ ગેમ્સના આયોજન પગલે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને નર્મદ યૂનિવર્સિટીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખેલ મહાકુંભના વિજેતાઓને સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે તેમણે ડ્રગ્સ પકડવાની ગુજરાત પોલીસની કામગીરીના અભિનંદન આપી વિરોધીઓને ખુલ્લો પડકાર ફેંક્યો હતો.
તેમણે કહ્યું કે, ગુજરાત પોલીસે ભારત પાક બોર્ડ પર જઈ દેશમાં ડ્રગ્ઝ આવતું અટકાવવાનું કામ કર્યું છે. પંજાબની જેલમાંથી  એક નાઈજેરિયન નાગરિક પકડાયો છે, જેમા જેલના તંત્ર સાથે મળી અનેક વાર પંજાબની જેલમાંથી આવા ષડ્યંત્રો પકડાયા છે. અનેકવાર પંજાબ પોલીસને માહિતી આપી ચુક્યાં છીએ જો કે આજે આ નાઈજેરિયન નાગરિક કે જે પાકિસ્તાની સાથે મળી દેશમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કર્યો તે નિષ્ફળ કરાયો છે.
ગુજરાત પોલીસે અનેક મહિનાઓથી અનેક રાજ્યોના ડ્રગ નેટવર્ક તોડ્યા છે. આજે પંજાબનું નેટવર્ક તોડ્યું છે, અમે ગુજરાત પોલીસને વધુ મજબૂત કરીશું. આ મુદ્દે રાજનીતિ કરનારાને કહેવા માંગીએ છીએ કે આ મોટું સામાજીક દૂષણ છે. હું સમજી શકું છું કે ગુજરાત પોલીસે આ નેટવર્ક તોડ્યું છે તેનાથી અનેક લોકોને પેટમાં દુ:ખશે.
તેમણે કહ્યું કે, પંજાબના જે કોઈ લોકો અહીં આવીને વાણીવિલાસ કરે છે તેમને હું કહેવા માંગુ છું ચાલો આવો સામે આપણે આંકડા મેળવી લઈએ, સરખામણી કરી લઈએ, છેલ્લા કેટલા મહિનામાં તમે કેટલું ડ્રગ્ઝ પકડ્યું અને અમે કેટલું ડ્ર્ગ્ઝ પકડ્યું. સમાજનું દૂષણ દુર કરવાની આ જવાબદારી ગુજરાતના ના લોકોએ અમને આપી છે તે નિભાવવા તેમજ બખૂબી નિભાવવા  માટે રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ તૈયાર છે.
Tags :
Advertisement

.

×