Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

‘લોકોના આશીર્વાદે મને યુપી વાળો બનાવી દીધો, અમારી જીતની સારથી મહિલાઓ બની છે

ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભા ચૂંટણીના પરિણામ આજ આવી રહ્યા છે. જેમાં સાંજ સુધીમાં લગભગ નક્કી થઇ ગયું છે કે કયાં કોણ સત્તામાં આવશે. પાંચમાંથી ચાર રાજ્યોમાં ભગવો લહેરાયો છે. ખાસ કરીને અતિ મહત્વના એવા ઉત્તર પ્રદેશમાં ફરી એક વખત ભાજપને બહુમતિ મળવા જઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા.વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્àª
 lsquo લોકોના આશીર્વાદે મને યુપી વાળો બનાવી દીધો  અમારી જીતની સારથી મહિલાઓ બની છે
Advertisement

#WATCH | I can already see BJP emerging as 'A force to reckon' with', in Punjab...Our Punjab workers have made the party and our flag proud with their work in Punjab despite difficult circumstances....: PM Modi pic.twitter.com/LHgEbI14Si

— ANI (@ANI) March 10, 2022" title="" target="">javascript:nicTemp();

પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે, તમામ મતાદાઓનો આભાર
વ્યક્ત કરું છે. દરેક માતાઓ, બહેનો અને અને યુવાનોએ ભારતીય જનતા પાર્ટીને જે
સમર્થન આપ્યું છે તેના માટે દિલથી આભાર માનું છું. ચૂંટણી દરમિયાન ભાજપના
કાર્યકર્તાઓએ મને વચન આપ્યું હતું કે હોળી 10 માર્ચથી જ શરૂ થઈ જશે. અને આ વાત
એકદમ સાર્થક સાબિત થઈ છે. ભાજપના કાર્યકર્તાઓએ દિવસ રાત ખુબ જ મહેનત કરી છે. આ
તમામ કાર્યકર્તાઓ લોકોના દિલ જીતવામાં સફળ રહ્યા છે. આ તમામ કાર્યકર્તાઓને
માર્ગદર્શન આપનાર અને સાચી રણનીતિ ઘડનાર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડાનો
પણ આભાર માનું છે.



પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે, એનડીએની સરકારે જીતનો
ચોકો ગલાવ્યો છે. ઉત્તર પ્રદેશમાં યોગીજીએ ઈતિહાસ રચી દીધો છે. યુપી, ગોવા અને
મણિપુરમાં સત્તામાં હોવા છતા ફરીથી શાનદાર જીત મળી રહી છે. લોકોએ ભાજપ પર વિશ્વાસ
કરીને સેવા કરવાની ફરી એકવખત તક આપી છે. ઉત્તરાખંડમાં પણ ભાજપે ઈતિહાસ રચ્યો છે.
રાજ્યમાં પહેલી વખત કોઈ પાર્ટી સતત બીજી વાર સત્તામાં આવી છે. ભાજપને ચારેય દિશામાંથી
આશિર્વાદ મળ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું કે ભાજપ પર લોકોનો
વિશ્વાસ સમયની સાથે વધી રહ્યો છે. પહેલા જનતા પોતાની સમસ્યાને લઈને સરકારી દરવાજાઓ
ખટખટાવીને થાકી જતી હતી. દેશમાં ગરીબોના નામ પર અનેક ઘોષણાઓ થઈ, અનેક યોજનાઓ બની.
પરંતુ તેના પર જે ગરીબનો હક હતો તેને મળતો ન હતો. હું ગરીબ સુધી તમામ સુવિધા ન
પહોંચાડું ત્યાં સુધી શાંતિથી બેસીસ નહીં. ગરીબોને તેનો હક પહોંચાડવા માટે મહેનત
કરી છે.


દેશના વિકાસ માટે સ્ત્રી શક્તિ કામે લાગી

નિયત સાફ હોય, દેશનું કલ્યાણ જ જીવનો મંત્ર હોય, ગરીબો
પ્રત્યે કરૂણા હોય તો જ કોઈપણ કડક નિર્ણય લેવાની હિંમત આવે છે. આ માતાઓ અને બહેનું
ખુબ જ મોટું યોગદાન છે. ભાજપને જે પ્રેમ અને આશિર્વાદ આપ્યા છે તે માટે આભાર. આ
સ્ત્રી શક્તિ ભાજપની જીતની સારથી બની છે. મને સ્ત્રી શક્તિનું કવચ મળેલું છે. મને
સુરક્ષાની ચિંતા નથી. દરેક માતા અને બહેનો આજે ભાજપ પર વિશ્વાસ કરી રહી છે. આ
ચૂંટણીના પરિણામે એક વાત નક્કી કરી દીધી છે કે દેશની ભલાઈ માટે આજે આ સ્રી શક્તિ
લાગી છે.

 

ઉત્તર પ્રદેશમાં ઈતિહાર રચ્યો, ગોવામાં જીતની હેટ્રિક

પીએમ મોદીએ કહ્યું, 37 વર્ષ પછી પહેલીવાર યુપીમાં ફરી સરકારનું પુનરાવર્તન થયું છે. ગોવામાં જીતની હેટ્રિક. ઉત્તરાખંડમાં પહેલીવાર સરકારનું પુનરાવર્તન થયું છે. ભાજપને ચારેય દિશામાંથી આશીર્વાદ મળ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે 2022એ 2024ના પરિણામો નક્કી કરી દીધા છે. પીએમ મોદીએ કહ્યું કે થોડા દિવસો પહેલા સુધી દેશે કોરોના મહામારીનો સામનો કર્યો છે. અત્યારે વિશ્વ આ મુશ્કેલ સમયગાળામાંથી બહાર પણ નથી આવી શક્યું કે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધે વિશ્વભરના દેશોને ચિંતામાં મૂકી દીધા છે. તેમણે કહ્યું કે જ્યાં ડબલ એન્જિનની સરકાર હતી ત્યાં વિકાસની ગતિ પણ ઝડપી બની છે. આ સમયે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર વિશ્વના દેશોમાં થવાની ખાતરી છે. સમગ્ર વિશ્વમાં મોંઘવારી વધી રહી છે. યુદ્ધ લડી રહેલા બંને દેશો સાથે અમારો સંબંધ છે. ભારત આત્મનિર્ભરતાના માર્ગે આગળ વધી રહ્યું છે.

પીએમ મોદીએ પરિવારવાદની રાજનીતિ પર પણ પ્રહાર કર્યા

પીએમ મોદીએ પરિવારવાદની રાજનીતિ પર પણ પ્રહાર કર્યા હતા. કહ્યું કે હું કોઈ પરિવારની વિરુદ્ધ નથી. પરંતુ હું લોકશાહીની વિરુદ્ધ છું. પરિવારવાદે ઘણા રાજ્યોને નુકસાન પહોંચાડ્યું છે. મારા શબ્દો લખો. મને ખાતરી છે કે એક દિવસ લોકો દેશમાંથી પરિવારવાદની રાજનીતિનો અંત લાવશે. એક દિવસ પરિવારવાદનો સૂર્યાસ્ત થશે.

ગરીબના ઘરે પહોંચ્યા વિના શાંતિથી બેસવાનું નથી.

પીએમ મોદીએ કહ્યું કે, હું ગરીબોનો હક તેમના ઘર સુધી પહોંચાડ્યા વિના શાંતિથી બેસવાનો નથી. યોજનાઓ ગરીબો સુધી પહોંચી છે. જ્યાં પણ માતા-બહેનોએ પુરુષો કરતાં વધુ મતદાન કર્યું છે ત્યાં ભાજપે બમ્પર જીત મેળવી છે. અમે ચાર ચૂંટણીમાં કર્યું. ભારતની બહેનો-દીકરીઓ ભાજપ પર ભરોસો મૂકી રહી છે. ચૂંટણીએ આ વાત સ્પષ્ટ કરી દીધી છે.

અમને ભારતના ચાર રાજ્યોના લોકોના આશીર્વાદ મળ્યાઃ જેપી નડ્ડા

પીએમ મોદી પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે, આજે જે પરિણામો આવ્યા છે તે દર્શાવે છે કે અમને ભારતના ચાર રાજ્યોના લોકોના આશીર્વાદ મળ્યા છે. પીએમ મોદી દ્વારા ચલાવવામાં આવી રહેલી જન કલ્યાણ યોજનાઓને લોકોએ પોતાનો મત આપ્યો છે અને તેના પર પોતાની મહોર લગાવી છે. લોકોએ સતત ભાજપને મત આપ્યા છે. 2014માં લોકો ભાજપને આશીર્વાદ આપી રહ્યા છે. આ પહેલીવાર છે જ્યારે યુપીમાં ફરી કોઈ સીએમ સત્તામાં આવ્યા છે. અમે ગોવામાં હેટ્રિક લગાવી છે. જેપી નડ્ડાએ કહ્યું કે, પરિણામોને ઐતિહાસિક ગણાવ્યા. તેમણે કહ્યું કે પસંદગી માત્ર ગણિત કે અંકગણિતની નથી. આ રસાયણશાસ્ત્ર છે. આજે દેશના યુવાનો, દલિત, શોષિત, વંચિત, મહિલાઓ કોઈની પણ સાથે રસાયણ ઉમેરે છે તો તે મોદી સાથે જોડાય છે. મોદી સરકારે પછાતના સશક્તિકરણનું કામ કર્યું છે.

Tags :
Advertisement

.

×