વાંસદા તાલુકાના વાટી સહિત 10થી 15 જેટલા ગામોના લોકોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સમાચાર મળી રહ્યા છે કે, રાજ્યમાં એક એવું ગામ છે કે જ્યાના લોકોએ આ વખતની ચૂંટણીનો બહિષ્કારનો નિર્ણય કર્યો છે. નવસારી જિલ્લાનુ છેવાડે આવેલુ વાંસદા તાલુકાનું વાટી ગામ એક એવું ગામ છે જે ગામના લોકો ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે જ પોતાના તાલુકા મથક તેમજ જિલ્લાથી સંપર્ક વિહોણા થઈ જતા હોય છે. અને પોતાના તાલુકા તેમજ જિલ્લામાàª
Advertisement
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સમાચાર મળી રહ્યા છે કે, રાજ્યમાં એક એવું ગામ છે કે જ્યાના લોકોએ આ વખતની ચૂંટણીનો બહિષ્કારનો નિર્ણય કર્યો છે. નવસારી જિલ્લાનુ છેવાડે આવેલુ વાંસદા તાલુકાનું વાટી ગામ એક એવું ગામ છે જે ગામના લોકો ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે જ પોતાના તાલુકા મથક તેમજ જિલ્લાથી સંપર્ક વિહોણા થઈ જતા હોય છે. અને પોતાના તાલુકા તેમજ જિલ્લામાં આવવા માટે અન્ય જિલ્લામાંથી આવવું પડે છે. ત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં વાટી ગામના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી દઈને વિરોધ નોંધાવ્યો છે.
સુવિધાઓના અભાવે ગુસ્સે થયેલા ગ્રામજનોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર
વાંસદા તાલુકો એક આદિવાસી તાલુકા તરીકે જાણીતો છે જે તાલુકાના છેવાડે વાટી ગામ આવેલું છે. જે ગામ બાજુમાં આવેલા કાળાઆંબા ગામ સાથે જુથ ગ્રામપંચાયતમાં આવતું હોય છે. આ ગામના લોકોએ પોતાની પંચાયત તેમજ સરકાર દ્વારા અપાતું અનાજ તેમજ બાળકોએ શાળા તેમજ પોતાના તમામ કામો માટે કાળાઆંબા તેમજ તાલુકા મથક વાંસદા જવા માટે કાળાઆંબા અને વાટી ગામની વચ્ચેથી પસાર થતી અંબિકા નદી પસાર કરીને જવુ પડે છે. ત્યારે આ અંબિકા નદી ઉપર સરકાર દ્વારા આજદીન સુધી કોઈપણ પ્રકારનો કોઝવે કે બ્રિજ બનાવવામાં આવ્યો નથી. જેથી વર્ષના આઠ મહીના એટલે કે શિયાળો તેમજ ઉનાળાની સિઝનમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ દ્વારા માટી પુરાણ કરીને ગ્રામજનોના સહયોગથી અંબિકા નદીમાં માટીનું પુરાણ કરી આવવા જવા માટે રસ્તાનું નિર્માણ કરે છે. પરંતુ ચોમાસાની સિઝન શરૂ થાય અને અંબિકા નદીમાં નવા નીરની આવક થતાની સાથે જ ગામલોકો દ્વારા નિર્માણ કરાયેલ માટીનો બ્રિજ પાણીમાં ધોવાઈ જતો હોય છે. આ અંગે ગામ લોકો દ્વારા અનેક જગ્યાએ રજૂઆત કરવા છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતા ગ્રામજનોએ અંતે પુલ નહિ તો મત નહિ ના વિરોધના બેનરો લગાવી ચૂંટણી આવનારી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરી વિરોધ નોંધાવ્યો છે.
સરકારની મહત્વની આરોગ્યની સુવિધા પણ ચોમાસામાં મળવી મુશ્કેલ
વાટી ગામની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ગામના મોટા ભાગના લોકો ખેતી કરે છે ત્યારે ગ્રામજનો દ્વારા મોટા પ્રમાણમાં શેરડીનો પાક કરવામાં આવે છે. જે શેરડીને શુગર ફેકટરીમાં મોકલવા તેમજ ગામના વિધાર્થીઓને શાળાએ જવાની તકલીફ પડતા તેમને બહારગામ આશ્રમશાળામાં મોકલવા પડે છે. તો આરોગ્યની સુવિધા પણ આ બ્રિજન હોવાને કારણે ચોમાસાના ચાર મહિના માટે મળવી મુશ્કેલ છે.
નવસારી,ડાંગ અને તાપી જિલ્લાના અનેક ગામો આ વિરોધમાં જોડાશે
અંબિકા નદી પર પુલની માગણી ગ્રામજનો દ્વારા વર્ષોથી કરવામાં આવી રહી છે તેમ છતાં સરકાર દ્વારા માંગ ન સંતોષાતા અંતે ડાંગ નવસારી અને તાપી જિલ્લાના ગામોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કરતા પુલ નહિ તો મત નહિ ના બેનરો લગાવ્યા છે. આ વિરોધમાં નવસારી જિલ્લાના સરા, ખરજઈ, કેવડી, કાળાઆંબા, સાદડદેવી, વાટી તેમજ ડાંગ જિલ્લાના ડુંગરડા, બોરીગાવઠા,ચિકાર, ઘોઘલપાડા, કોયલીપાડા અને વાંઝટઆંબા, ઝાવડા અને તાપી જિલ્લાના રાયગઢ, અલમુડી અને આમુનિયા ગામના લોકો આ વિરોધમાં જોડાયા છે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


