Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વડાપ્રધાનશ્રીએ છારોડી સ્થિત મોદી શૈક્ષણિક સંકુલનું ઉદ્ધાટન કર્યું હતુ, જુઓ તસવીરો

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે છારોડી સ્થિત મોદી શૈક્ષણિક સંકુલનું ઉદ્ધાટન કરાયું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.20 કરોડના ખર્ચે મોદી શિક્ષણ સંકુલ બનાવવમાં આવ્યું છે. 12 માળની હોસ્ટેલમાં 116 રૂમ બનાવવમાં આવશે. અતિથિ કક્ષ, રસોઇ ઘર 400થી વધુ વિદ્યાર્થીઓ રહી શકે તેવી અહીં વ્યવસ્થા કરવામાં આવી છે.ઉદ્ધાટન બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમ
વડાપ્રધાનશ્રીએ છારોડી સ્થિત મોદી શૈક્ષણિક સંકુલનું ઉદ્ધાટન કર્યું હતુ  જુઓ તસવીરો
Advertisement
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે છારોડી સ્થિત મોદી શૈક્ષણિક સંકુલનું ઉદ્ધાટન કરાયું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.
20 કરોડના ખર્ચે મોદી શિક્ષણ સંકુલ બનાવવમાં આવ્યું છે. 12 માળની હોસ્ટેલમાં 116 રૂમ બનાવવમાં આવશે. અતિથિ કક્ષ, રસોઇ ઘર 400થી વધુ વિદ્યાર્થીઓ રહી શકે તેવી અહીં વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉદ્ધાટન બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સમગ્ર સંકુલનુ નિરિક્ષણ કર્યું હતું.
છારોડી સ્થિત મોદી શૈક્ષણિક સંકુલનું ઉદ્ધાટન કાર્યક્રમમાં સમાજના આગેવાનો દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિશાળ પુષ્પહારથી સ્વાગત કરાયું હતું.
ડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે છારોડી સ્થિત મોદી શૈક્ષણિક સંકુલનું ઉદ્ધાટન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજની બહેનો ઉપસ્થિત રહી હતી.
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનશ્રી મોદીએ કહ્યું હતું કે, આપણો સમાજ ક્યારે કોઇને નડ્યો નથી. જેમ કોઇ સમાજને આપણે નડ્યાં નહી. મારે આ માટે તમારું ઋણ ચૂકવાનું છે. એટલા માટે આ સમાજને સલામ, આ સમાજને આદર પૂર્વક વંદન કરુ છું. દરેક નવી પેઢી આગળ વધે તે માટે સલાહ છે, જો બાળક ન ભણે તો તેને સ્કીલમાં આગળ વધારજો. તેને નાનમ નગણશો, ડીગ્રી વાળા કરતાં હુનરવાળાની તાકાત વધારે છે.
વધુમાં તેમણે કહ્યું કે, આ સમાજનો દીકરો બીજી વખત દેશનો વડાપ્રધાન રહ્યો હોય તેમ છતાં આ સમાજનો એક પણ વ્યક્તિ મારી પાસે કામ લઇનેે મારી પાસે આવ્યો નથી. દરેકને હક હતો છતા રાજનીતિમાં મારું કુટુંબ પણ મારાથી દૂર રહ્યું, તે માટે તમારો આભાર..

Tags :
Advertisement

.

×