નવરાત્રીમાં PM MODIનો 5 દિવસનો ઝંઝાવાતી ગુજરાત પ્રવાસ, જાણો ક્યાં ક્યાં આવશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોના શિર્ષસ્થ નેતાઓની ગુજરાતની મુલાકાતો વધી ગઇ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી છેલ્લા 6 મહિનાથી ગુજરાતની દર મહિને મુલાકાતે આવતા રહ્યા છે પણ આ મહિનાના અંતમાં તેઓ ગુજરાતનો 5 દિવસનો ઝંઝાવાતી પ્રવાસ કરે તે માહિતી બહાર આવી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનું સમગ્ર ફોકસ હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે. તેઓ સતત ગુ
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોના શિર્ષસ્થ નેતાઓની ગુજરાતની મુલાકાતો વધી ગઇ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી છેલ્લા 6 મહિનાથી ગુજરાતની દર મહિને મુલાકાતે આવતા રહ્યા છે પણ આ મહિનાના અંતમાં તેઓ ગુજરાતનો 5 દિવસનો ઝંઝાવાતી પ્રવાસ કરે તે માહિતી બહાર આવી છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનું સમગ્ર ફોકસ હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે. તેઓ સતત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને દરેક પ્રવાસમાં તેઓ કલ્યાણકારી યોજનાઓનું લોકાર્પણ કરે છે. લોકો સાથે સીધી વાત કરીને તેઓ પ્રજા સાથેનો સંવાદ વધારી રહ્યા છે.
હવે આગામી સમયમાં વડાપ્રધાનશ્રીનો ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર શરુ થાય તેવી માહિતી બહાર આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ નવરાત્રી શરૂ થતાં જ પીએમ મોદીનો ગુજરાતમાં આક્રમક ઝંઝાવાતી ગુજરાત પ્રવાસ શરુ થશે. પીએમ મોદી નવરાત્રીમાં અંબાજીની મુલાકાત લઇને મા અંબાના દર્શન પણ કરશે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી 5 દિવસમાં ગુજરાતમાં વિવિધ સ્થળો પર 12થી વધુ જનસભા સંબોધશે તેવી માહિતી બહાર આવી છે.
પીએમ મોદી આગામી 29,30 સપ્ટેમ્બર અને 9 થી 11 ઓકટોબર દરમિયાન 5 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. તેઓ 29-30 સપ્ટેમ્બરે સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીના પ્રવાસે આવશે.
9 ઓક્ટોબરે તેઓ મોડાસા આવે તેવી શક્યતા છે જ્યારે 10 ઑક્ટોબરે જામનગર અને ભરૂચના પ્રવાસે આવી શકે છે. 11 ઓકટોબરે તેઓ રાજકોટના જામ કંડોરણાના પ્રવાસે આવશે તેમ જાણવા મળી રહ્યું છે. ગુજરાતના પ્રવાસમાં તેઓ રાજ્યને અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે.
બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ પણ એકવાર ફરી ગુજરાતના પ્રવાસે આવશે. નવરાત્રીમાં આગામી 27 સપ્ટેમ્બરે તેઓ ગુજરાત આવશે અને ગાંધીનગરના કલોલમાં રાજ્ય કામદાર વીમા યોજનાની અદ્યતન 150 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે. અમિત શાહના કાર્યક્રમને લઈ તાબડતોબ કામગીરી શરૂ કરાઇ છે. તેઓ પોતાના વતન માણસાની પણ મુલાકાત લેશે


