શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટેની તૈયારીઓ, કતારગામ વિધાનસભા પોલીંગ સ્ટાફની તાલીમ શરૂ
ભારતીય ચૂંટણી પંચ દ્વારા શાંતિપૂર્ણ વાતાવરણમાં ન્યાયી અને નિષ્પક્ષ રીતે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી (Gujarat Election 2022) યોજાય તે માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. જેના ભાગરૂપે કતારગામ (Katargam)ના મહાજન બાળ આશ્રમ સ્થિત પ્રોફેશનલ ટ્રેનિંગ સેન્ટર ખાતે ૧૬૬ કતારગામ વિધાનસભાના પ્રિસાઈડીંગ પોલીંગ સ્ટાફ સહિતના ૧૩૭૨ કર્મચારીઓની બે દિવસીય તાલીમનો પ્રારંભ થયો છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે ક
Advertisement
ભારતીય ચૂંટણી પંચ દ્વારા શાંતિપૂર્ણ વાતાવરણમાં ન્યાયી અને નિષ્પક્ષ રીતે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી (Gujarat Election 2022) યોજાય તે માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. જેના ભાગરૂપે કતારગામ (Katargam)ના મહાજન બાળ આશ્રમ સ્થિત પ્રોફેશનલ ટ્રેનિંગ સેન્ટર ખાતે ૧૬૬ કતારગામ વિધાનસભાના પ્રિસાઈડીંગ પોલીંગ સ્ટાફ સહિતના ૧૩૭૨ કર્મચારીઓની બે દિવસીય તાલીમનો પ્રારંભ થયો છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે તાલીમના પ્રથમ દિવસે ત્રણ સેશન્સમાં કર્મચારીઓને તાલીમબદ્ધ કરાયા હતા.
તમને જણાવી દઈએ કે બે ટ્રેનિંગ હોલમાં પોલીંગ સ્ટાફના ૬ માસ્ટર ટ્રેનર તેમજ ઈ.વી.એમ.ના ૮ માસ્ટર ટ્રેનરો દ્વારા પ્રિસાઈડીંગ પોલીંગ ઓફિસર સહિત પ્રાથમિક-માધ્યમિક શાળાના શિક્ષકો તેમજ સરકારી અધિકારી કર્મચારીઓને તાલીમબદ્ધ કરાયા હતા.તાલીમમાં વિધાનસભાની ચૂંટણીઓ વખતે ચુંટણી અધિકારી ઓના કર્તવ્યો તથા તેમની કામગીરી ધ્યાનમાં રાખવાની બાબતો તેમજ મતદાનના દિવસે ભરવાના થતાં જરૂરી ફોર્મ્સ અંગે સ્માર્ટ બોર્ડ મારફતે જાણકારી અપાવમાં આવી હતી .
આ ઉપરાંત, તાલીમમાં ચૂંટણીની કામગીરીને લગતી વ્યવસ્થા, ચૂંટણી પ્રક્રિયા તેમજ EVM મશીનની પ્રેક્ટિકલની વ્યક્તિગત તાલીમ આપવામાં આવી હતી.આ સાથે ચૂંટણીની કામગીરીમાં ઉપયોગમાં લેવામાં આવતું મટીરિયલ, બુથ વ્યવસ્થા, પોલીંગ સામગ્રી, બુથ એજન્ટની નિમણૂંક અંગે ની તાલીમ થી માહિતગાર કરાયા હતા. સાથો સાથ મતદાન માટે વૈધાનિક તથા બિનવૈધાનિક પુરાવાઓ, ઈ.વી.એમ. સિલીંગ તેમજ પોલીંગ પૂર્ણ થયા બાદ ઈ.વી.એમ.ને પરત ડિસ્પેચિંગ સેન્ટર સુધીની પહોંચાડવાની તાલીમ આપવામાં આવી હતી.
તાલીમ કાર્યક્રમમાં ૧૬૬- કતારગામ મતવિસ્તારના ચૂંટણી અધિકારી ,સુખદેવ દલવાની,વિક્રમસિંહ ભંડારી, મદદનીશ ચૂંટણી અધિકારી આર.એસ.હૂણ, ચૂંટણી નાયબ મામલતદાર વિક્રમ કે. મકવાણા સહિત કતારગામ મામલતદાર કચેરી અને સિટી સર્વે કચેરીના સ્ટાફ અને તાલીમાર્થી કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


