Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભાઈ સાથે નથી નારાજગી, અમે એકબીજા માટે જીવ પણ આપી શકીએ

ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં અત્યારે રાજકીય માહોલ ગરમાયો છે. મતદારોને રીઝવવા માટે અત્યારે તમામ રાજકીય પક્ષો અને નેતાઓ મેદાનમાં છે. નેતાઓ એકબીજા પર વાર-પલટવાર કરી રહ્યા છે.યોગી પર પ્રિયંકાનો પલટવારકોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યોગી આદિત્યનાથના એક નિવેદનના જવાબમાં કહ્યું છે કે ‘હું મારા ભાઇ માટે જીવ પણ આપી શકું છું અને તે પણ મારા માટે પોતાનો જીવ આપી શàª
ભાઈ સાથે નથી નારાજગી  અમે એકબીજા માટે જીવ પણ આપી શકીએ
Advertisement
ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં અત્યારે રાજકીય માહોલ ગરમાયો છે. મતદારોને રીઝવવા માટે અત્યારે તમામ રાજકીય પક્ષો અને નેતાઓ મેદાનમાં છે. નેતાઓ એકબીજા પર વાર-પલટવાર કરી રહ્યા છે.
યોગી પર પ્રિયંકાનો પલટવાર
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યોગી આદિત્યનાથના એક નિવેદનના જવાબમાં કહ્યું છે કે ‘હું મારા ભાઇ માટે જીવ પણ આપી શકું છું અને તે પણ મારા માટે પોતાનો જીવ આપી શકે છે.’ આ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ‘પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધી વચ્ચેનો વિવાદ અને તેમના વર્ચસ્વની લડાઇના કારણે કોંગ્રેસ ડુબશે.’ હવે પ્રિયંકાએ તેનો જવાબ આપતા પુછ્યું છે કે ‘અમારી વચ્ચે વિવાદ ક્યાં છે?’
યોગીજીના મનમાં સંઘર્ષ ચાાલી રહ્યો છે
પ્રિયંકા ગાંધીએ યોગી આદિત્યનાથની વાતનો તેમના જ શબદોમાં જવાબ આપતા કહ્યું કે ‘યોગીજીના મગજમાં સંઘર્ષ અને ટકરાવ છે. એવું લાગે છે કે તેઓ ભાજપમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ વચ્ચે જે ઘર્ષણ છે તેના લીધે આવું કહી રહ્યા છે'.  ચૂંટણી પ્રચાર દરમિયાન તેમને જ્યારે યોગી આદિત્યનાથના નિવેદન અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે આવો જવાબ આપ્યો હતો. આ પહેલા રવિવારે પ્રિયંકા ગાંધીએ પંજાબમાં પ્રથમ રેલીને સંબોધન કર્યુ હતું, જેમાં તેમણે આમ આદમી પાર્ટી અને ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે 'આમ આદમી પાર્ટી RSSમાંથી આવી છે'. આપના નેતાઓ જાતે જ એવું કહે છે કે 'તેઓ ભાજપ કરતા પણ મોટા ભાજપના છે'.
 
ભાજપ પર વરસી પ્રિયંકા ગાંધી
પંજાબમાં ભાજપ પ્રહાર કરતા તેમેણે કહ્યું કે ‘તમે લોકો એ નહીં ભૂલતા કે 2014ના વર્ષમાં ગુજરાત મોડેલ કહીને લોકોને મૂર્ખ બનાવ્યા હતા. પંજાબની સરકાર દિલ્લીથી ના ચાલવી જોઇએ.’ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પક્ષના ચૂંટણી પ્રચાારની કમાન સંભાળી રહી છે. વિવિધ રેલીઓ અને સભાઓ ઉપરાંત ‘લડકી હું લડ સકતી હું’ જેવા અભિયાન પણ શરુ કર્યા છે. 
Tags :
Advertisement

.

×