ભરૂચના દરેક વ્યક્તિની છાતી ગજ ગજ ફુલવી જોઈએ, કોરોનામાં દેશ અને દુનિયાના કેટલાય લોકોનો જીવ બચાવ્યો:પીએમશ્રી
ગુજરાતમાં ચૂંટણીનો(Gujarat Election 2022) માહોલ જામ્યો છે ત્યારે ભાજપ તરફથી પ્રચંડ પ્રચારની કમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi)સંભાળી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી છેલ્લા 3 દિવસથી ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે તેમના પ્રવાસના અંતિમ દિવસે ભરૂચના જંબુસર ખાતે જનસભા સંબોધી હતી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ તેમના વક્તવ્યમાં વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ તેમના વક્તવ્યમાં જà
Advertisement
ગુજરાતમાં ચૂંટણીનો(Gujarat Election 2022) માહોલ જામ્યો છે ત્યારે ભાજપ તરફથી પ્રચંડ પ્રચારની કમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi)સંભાળી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી છેલ્લા 3 દિવસથી ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે તેમના પ્રવાસના અંતિમ દિવસે ભરૂચના જંબુસર ખાતે જનસભા સંબોધી હતી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ તેમના વક્તવ્યમાં વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભરૂચમાં વાર તહેવારે હુલ્લડો થતા હતા એ બંધ થઈ ગયા અને કરફ્યુ હવે ભૂતકાળ બની ગયો છે. બે દશકમાં ભરૂચ જિલ્લાના ઉદ્યોગોની સંખ્યા કૂદકેને ભૂસકે વધી છે.
આદિવાસીઓ અંગે નિવેદન આપતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના સમયમાં આદિવાસીઓ હોવા છતા તેમના કલ્યાણની કલ્પના કરવામાં આવી ન હતી. મને કોઈ કાર્યક્રમના આદિવાસી વસ્ત્રો પહેરાવે તો મજાક ઉડાવવામાં આવતી હતી પરંતુ ભાજપ સરકારે આદિવાસીઓના કલ્યાણનું કાર્ય કર્યું છે.આદિવાસી જનનાયક ભગવાન બિરસામુંડાનું નામ કોંગ્રેસે ભુલાવી દીધું હતું પરંતુ ભાજપે ભગવાન બિરસામુંડાને સાચું સન્માન આપ્યું છે. ત્યારે બે દિવસથી ગુજરાતમાં ફરું છું, ચારેતરફ એક જ નારો, વાત શંખનાદ, એક એક ગુજરાતી કહે છે કે ફરી એકવાર મોદી સરકાર. દેશમાં એવો કોઈ પ્રધાનમંત્રી જોયો છે તમે કે તેને જંબુસર, આમોદ, ઝઘડિયા બધું જ ખબર હોય. કેટલાય ને તો એ પણ ખબર નહિ હોય કે ઝઘડિયા તાલુકો છે કે સ્વભાવ.
વડાપ્રધાનશ્રીએ અપક્ષ પર પ્રહાર કર્યા
ભરૂચ જિલ્લાના લોકોની છાતી ફુલવી જોઈએ. કે ભરૂચે કોરોનામાં દેશ અને દુનિયાના કેટલાય લોકોની જિંદગી બચાવી. ભરૂચ આજે ભારતના નાના રાજ્યો કરતા પણ આગળ છે. જિલ્લાના 2 લાખ ખેડૂતોના ખાતામાં 400 કરોડ સીધા જમા થયા છે.અને વડાપ્રધાને ભુતકાળમાં ગરીબનું રાશન અને રાશન કાર્ડની પણ લૂંટ ચલાવનાર નેતા ભરૂચ જિલ્લામાં બેઠા હોવાનું કહી લાંબા ઝભ્ભા પહેરી ફરતા નેતાઓ પર પ્રહાર કર્યા હતા. 20 વર્ષમાં ભાજપે ગુજરાતમાં એવો ઝંડો રોપ્યો કે જાતિવાદ, ગુંડાવાદ, ભ્રષ્ટાચાર કરવા વાળી કોઈ પણ પાર્ટી આવે બધાએ વિકાસવાદની વાત કરવી પડે. આ તમારા ઘરનો જન જે સુખે દુઃખે તમારી જોડે રહે, ભરૂચમાં હું સાયકલ ઉપર ફરતો, પાંચબત્તી અમારું કાર્યાલય હતું. અંતમાં તેમણે દરેક પોલિંગ બુથમાંથી કમળ ખીલવવવા આહવાન કર્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની સભામાં સાંપ નીકળતા લોકોમાં નાશ ભાગ
જંબુસર ખાતે વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રધાનમંત્રી જાહેર સભા સંબોધવા આવે તે પહેલા જ જનમેદની જે સ્થળે બેઠી હતી ત્યાંથી એક સાપ નીકળ્યો હોવાની વાતને લઈ લોકોમાં સર્જાયો હતો અને સાપ સાપ સાપ કહી બૂમાબૂમ કરી મુકતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને જનમેદની વચ્ચે પણ પોલીસે સાપનું રેસ્ક્યુ કર્યું હતું અને એક પોલીસ કર્મીએ સાપને ઝડપી પાડતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો
વડાપ્રધાનશ્રીના સભા બાદ ટ્રાફિક જામની સમસ્યા પોલીસને પરસેવો છોડવો પડ્યો
ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર સભા સંબોધિ હતી જેને લઇને જનમેદની એકત્ર કરવામાં આવી હતી પરંતુ પ્રધાનમંત્રી સભા પૂર્ણ કરી પરત ફરતાની સાથે જ એક સાથે લોકો બહાર નીકળતા વાહનનો કડકલો તેમજ લોકોની અવરજવરના કારણે સતત ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી હતી અને ત્રણથી ચાર કલાક સુધી લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા
આ પણ વાંચો - ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


