પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ
આજે રાજ્યની 182 બેઠકોમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. રાજ્યના 19 જિલ્લાના 25 હજાર 430 મતદાન મથકો પર પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો મેદાનમાં હતા. આ 788 ઉમેદવારોનું ભાવિ આજે EMVમાં કેદ થયું છે. આગામી 8મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. વિધાનસભામાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયà
Advertisement
આજે રાજ્યની 182 બેઠકોમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. રાજ્યના 19 જિલ્લાના 25 હજાર 430 મતદાન મથકો પર પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો મેદાનમાં હતા. આ 788 ઉમેદવારોનું ભાવિ આજે EMVમાં કેદ થયું છે. આગામી 8મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
વિધાનસભામાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. પ્રથમ તબક્કામાં અંદાજે 60 ટકા જેટલું મતદાન રહેવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતનું મતદાન પૂર્ણ થયું છે. રાજ્યના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. પ્રથમ તબક્કામાં એકંદરે શાંતિ પૂર્ણ મતદાન નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં ઓછું અને આદિવાસી પટ્ટીમાં ભારે મતદાનની સંભાવના છે. સૌથી વધારે તાપી જિલ્લામાં 75 ટકા મતદાન થવાની સંભાવના છે. સૌથી ઓછું કચ્છ જિલ્લામાં 50 ટકા મતદાન થવાની સંભાવના છે.
EVMને લગતી 6, બોગસ વોટિંગની 2 ફરિયાદ મળી
રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું કે, રાજ્યમાં અમૂક જગ્યાએ હજુ પણ મતદાન ચાલુ છે, ઘણી જગ્યાએથી આંકડા લેવાના બાકી છે એટલે મોડી રાત સુધી ચોક્કસ આંકડા મળશે. જામનગરના 1 , નર્મદાના 1, ભરૂચના 4 ગામોમાં મતદાનનો બહિષ્કાર થયો છે. જેમાં નર્મદામાં જમીન પ્રશ્ને અને સામાન્ય સુવિધાના અભાવે બહિષ્કાર તથા અન્ય એક જગ્યાએ સ્ત્રી પુરૂષ મતદાન મથક અલગ ના હોવાથી બહિષ્કાર કરાયો છે. ચૂંટણીપંચને કુલ અલગ અલગ 104 ફરિયાદ મળી છે. EVMને લગતી 6, બોગસ વોટિંગની 2 ફરિયાદ (ગીર સોમનાથ અને જામનગર) , પાવર કટની લિંબાયતથી ફરિયાદ મળી છે. મોક પોલ દરમિયાન BU 144, 244 CU, 335 VVPAT રીપ્લેસ કરાયા છે. કોંગ્રેસ પાર્ટી તરફથી ફરિયાદ મળી છે. વિગતવાર માહિતી મેળવી તો ખ્યાલ આવ્યો કે નેતા પોતાના મંતવ્ય અંગે ઈન્ટરવ્યુ આપી રહ્યા હતા.
રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું કે, રાજ્યમાં અમૂક જગ્યાએ હજુ પણ મતદાન ચાલુ છે, ઘણી જગ્યાએથી આંકડા લેવાના બાકી છે એટલે મોડી રાત સુધી ચોક્કસ આંકડા મળશે. જામનગરના 1 , નર્મદાના 1, ભરૂચના 4 ગામોમાં મતદાનનો બહિષ્કાર થયો છે. જેમાં નર્મદામાં જમીન પ્રશ્ને અને સામાન્ય સુવિધાના અભાવે બહિષ્કાર તથા અન્ય એક જગ્યાએ સ્ત્રી પુરૂષ મતદાન મથક અલગ ના હોવાથી બહિષ્કાર કરાયો છે. ચૂંટણીપંચને કુલ અલગ અલગ 104 ફરિયાદ મળી છે. EVMને લગતી 6, બોગસ વોટિંગની 2 ફરિયાદ (ગીર સોમનાથ અને જામનગર) , પાવર કટની લિંબાયતથી ફરિયાદ મળી છે. મોક પોલ દરમિયાન BU 144, 244 CU, 335 VVPAT રીપ્લેસ કરાયા છે. કોંગ્રેસ પાર્ટી તરફથી ફરિયાદ મળી છે. વિગતવાર માહિતી મેળવી તો ખ્યાલ આવ્યો કે નેતા પોતાના મંતવ્ય અંગે ઈન્ટરવ્યુ આપી રહ્યા હતા.
ઝઘડિયા સીટના કેસર ગામમાં એકપણ મત ન પડ્યો
ભરૂચ જિલ્લાની ઝઘડિયા વિધાનસભાના વાલિયા તાલુકાના કેસર ગામના ગ્રામજનોએ મતદાન જ કર્યું નથી. સવારથી એક પણ મતદારે મતદાન કર્યું નહોતું. મતદારોએ પ્રાથમિક સુવિધાના અભાવને કારણે મતદાનનો બહિષ્કાર કર્યો છે. તંત્રએ ગ્રામજનોને સમજાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ ગ્રામજનો માન્ય નહોતા.
હાર્દિક પટેલ અંગે બોલ્યા દિલીપ સંઘાણી-વિચારધારામાં સેટ ન થાય તો પાર્ટી સસ્પેન્ડ પણ કરે
મતદાન કર્યા બાદ પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણીએ ભાજપમાંથી ચૂંટણી લડી રહેલા હાર્દિક પટેલ અંગે જણાવ્યું કે, એક વખત વાલિયો લૂંટારો પણ વાલ્મિકી બન્યો હતો. અમારું કામ ઘડતર કરવાનું છે. ભાજપની વિચારધારામાં સેટ ન થાય તો ટકી શકે નહીં. સસ્પેન્ડ પણ કરે છે અને કાઢી પણ મૂકે છે. રાષ્ટ્રીય વિચારધારા સાથે કોઈ ભૂલ સુધારવા આવે તો અમારું સુધારવાનું તો કામ છે. રાષ્ટ્રને આવા સુધરેલા નાગરિકો આપવા છે. ભાજપની વિચારધારા સ્વીકારીને તેમને ભાજપે સભ્ય બનાવ્યા છે નહીં કે પાસના આંદોલન વિચારધારા સાથે. હાર્દિક પટેલનું ભવિષ્ય એના વ્યવહાર પર આધાર રાખે છે.
કોંગ્રેસ રામના અસ્તિત્વને જ સ્વીકારતી નથી, મને ગાળો દેવા રાવણ લાવી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલા મતદાન વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલી 100 માથાવાળા રાવણની ટીપ્પણી પર નરેન્દ્ર મોદીએ કાલોલમાં ચૂંટણીસભામાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીને ખબર નથી આ રામભક્તોનું ગુજરાત છે. રામભક્તોની સામે એમના પાસે બોલાવડાવવામાં આવ્યું કે, તમે મોદીને 100 માથાવાળો રાવણ કહો. કોંગ્રેસ રામના અસ્તિત્વને જ સ્વીકાર કરતી નથી. અયોધ્યાના રામ મંદિરમાં પણ વિશ્વાસ નથી, એમનો તો રામસેતુ સામે પણ વાંધો. મને ગાળો બોલવા માટે રામાયણમાંથી રાવણ લઈ આવી બોલો. મને આશ્ચર્ય એ વાતનું છે કે, આટલા અપશબ્દો બોલવા છતાં કોંગ્રેસે ક્યારેય પશ્ચાતાપ પણ વ્યક્ત કર્યો નથી. કોંગ્રેસ પાર્ટી દેશના વડાપ્રધાનને નીચા દેખાડવા તેને પોતાનો અધિકાર સમજે છે. કોંગ્રેસનો ભરોસો લોકતંત્રમાં એક પરિવાર પર છે. પરિવારને ખુશ કરવા જે કંઈ કરવું પડે તે એક ફેશન થઈ ગઈ છે. કોંગ્રેસમાં તો મોદીને કોણ વધારે, મોટી અને તીખી ગાળો બોલે એની સ્પર્ધા ચાલે છે.
અંજારમાં પોલિંગ સ્ટાફ જમવા બેસી જતા મતદારોએ રાહ જોવી પડી
અંજાર શહેર ખાતેના પોલીસ સ્ટેશન પાછળ આવેલી શાળા નંબર 14ના રૂમ નંબર 2માં સખી મતદાન મથકનો મહિલા પોલિંગ સ્ટાફ કેન્દ્રના પ્રવેશદ્વાર પર ખુરશી આડી મૂકી મતદાન પ્રક્રિયા બંધ કરી જમવા બેસી જતા મતદારોને કતારમાં રાહ જોવી પડી હતી. જોકે તંત્ર દ્વારા ગંભીર બેદરકારીના કારણે લોકોમાં નારાજગી ફેલાઈ હતી.
ધોરાજીમાં ગેરકાયદે કામગીરી કરતાં બોગસ BLO ઝડપાયા
રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુને માધ્યમો થકી ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં ગેરકાયદે પ્રિસાઈડિંગ ઓફિસરની કામગીરી કરતાં વ્યક્તિની માહિતી મળતાની સાથે જ ત્વરિત પગલાઓ લેવામાં આવ્યા હતા. ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં ધોરાજી મથક 169(ધોરાજી-4)માં બોગસ પ્રિસાઈડિંગ ઓફિસર કામગીરી કરી રહ્યાના સમાચાર વહેતા થયા હતા. આ સમાચાર ઉપર તાત્કાલિક કાર્યવાહી કરતાં જાણવા મળ્યું હતું કે, બોગસ પ્રિસાઈડિંગ ઓફિસર નહીં પરંતુ બુથ લેવલ ઓફિસર તેમની પત્નીની જગ્યાએ બી.એલ.ઓ ગેરકાયદેસર રીતે કામગીરી કરી રહ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને ગેરકાયદેસર બી.એલ.ઓ.ને હટાવીને નવા બી.એલ.ઓ.ને નિયુકત કરવામાં આવ્યા છે.
કમ્મરતોડ મોંઘવારીનો મુદ્દો છવાયો
અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સાયકલ પાછળ ગેસનો બાટલો બાંધી મતદાન કરવા પહોંચ્યા હતા. તેમની સાથે તેમની બન્ને દીકરો પણ સાયકલ લઈને આવી પહોંચી હતી. જ્યારે આપના રાજકોટ દક્ષિણના ઉમેદવાર દિનેશ જોશી પણ ગેસના બાટલા અને તેલના ડબ્બા સાથે વોટિંગ કરવા આવ્યા હતા. જ્યારે એક મતદારે પણ ગેસ સિલિન્ડર સાથે મતદાન કર્યું હતું. આમ આ ચૂંટણીમાં ગેસના બાટલાના ભાવ અને મોંઘવારીનો મુદ્દો છવાયો છે.
રીબડામાં અનિરુદ્ધસિંહની પોલીસ સાથે બબાલ
રીબડામાં અનિરુદ્ધસિંહની પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. અનિરુદ્ધસિંહ જાડેજાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે પ્રિસાઇડિંગ ઓફિસર જયરાજસિંહના એજન્ટ તરીકે કામ કરે છે. રીબડામાં 80 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને ઘરેથી મતદાન કરવાની વ્યવસ્થા નથી. ગોંડલમાં જયરાજસિંહ મતદાન મથકમાં ઇન્ટરવ્યૂ આપે છે. રીબડામાં મીડિયાને દૂર રાખવામાં આવે છે.
પાટીલ મતદાન બાદ ગાંધીનગર રવાના, અહેમદ પટેલની પુત્રીએ મતદાન કર્યું
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ મતદાન કર્યું હતું. ત્યાર બાદ તેઓ ગાંધીનગર જવા રવાના થયા હતા. ગાંધીનગરથી તેઓ સતત રાજ્યની રાજકીય સ્થિતિ અને મતદાનનો તાગ મેળવશે. અમરેલી સીટના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સાયકલ પાછળ ગેસ-સિલિન્ડર બાંધીને મતદાન કરવા માટે પહોંચ્યા હતા. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં નારણપર ગામે મતદાન કર્યું હતું. જ્યારે એહમદ પટેલની પુત્રીએ ભરૂચના પીરામણ ગામમાં વોટિંગ કર્યું હતું
રીવાબાએ રાજકોટમાં કેમ મતદાન કર્યું?
જામનગર ઉત્તરનાં ઉમેદવાર રીવાબાએ આજે રાજકોટ પશ્ચિમ સીટમાં આવેલી આઈપી મિશન સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું, કારણ કે તેમનું રાજકોટની મતદારયાદીમાં નામ છે. જ્યારે રવીન્દ્રસિંહ જાડેજાનું નામ જામનગરની મતદાર યાદીમાં છે. રાજકોટ પશ્ચિમ સીટ પરથી 2001માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને 2017માં તત્કાલીન મુખ્યમંત્રી રૂપાણી જીત્યા હતા. જ્યારે હોટ સીટ બનેલી ગોંડલ સીટનાં ઉમેદવાર ગીતાબાના પતિ અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પણ મતદાન કર્યું હતું. ચૂંટણીના બે દિવસ પહેલા જયરાજસિંહ અનિરુદ્ધસિંહને જાહેર સભામાં પડકાર્યા હતા અને અનેક આક્ષેપ કર્યા હતા.
વાંસદા ભાજપના ઉમેદવારને માર માર્યો
મતદાન પૂર્વે જ નવસારીની વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહેલી વાંસદા બેઠકના ઝરી ગામે ભાજપના ઉમેદવાર પીયૂષ પટેલ ઉપર અજાણ્યા ટોળાએ હુમલો કર્યો હતો. કોંગી ઉમેદવાર અનંત પટેલના કહેવાથી તેમના સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો ભાજપના ઉમેદવારે લગાવ્યા છે. ત્યાર બાદ પીયુષ પટેલ સીધા હોસ્પિટલેથી મતદાન કરવા માટે આવી પહોંચ્યા હતા.
89 સીટ પર મતદાન, 2017માં ભાજપને 48 તો કોંગ્રેસને 38 સીટ મળી હતી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે રાજકીય પક્ષો માટે ભલે નીરસ રહી હોય, પરંતુ જનતાએ તો મન બનાવી જ લીધું છે. પ્રજાનું અકળ મૌન ભાજપ, કોંગ્રેસ અને આપને બરાબરનું અકળાવી રહ્યું છે.રાજ્યની 182માંથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર સવારે 8 વાગ્યે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પહેલા તબક્કાની 89 સીટમાંથી હાલ ભાજપ પાસે 58 અને કોંગ્રેસ પાસે 26, જ્યારે BTP પાસે 2 અને NCP પાસે એક સીટ છે. જ્યારે દ્વારકા અને વિસાવદર સીટ ખાલી પડેલી સીટ છે. આ 89 સીટમાંથી ભાજપને 48 અને કોંગ્રેસને 38 સીટ મળી હતી, જ્યારે BTPને 2 અને NCPને એક સીટ મળી હતી.
11 મંત્રી સહિત 788 ઉમેદવારો ચૂંટણીજંગમાં
પહેલા તબક્કામાં કુલ 11 મંત્રી સહિત ભાજપ, આપ અને કોંગ્રેસના 266 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે. પહેલા તબક્કામાં ભાજપ-કોંગ્રેસના 89-89 જ્યારે આપના 88 અને BTPના 14 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે 508 અન્ય પાર્ટી અને અપક્ષો રાજકીય રણસંગ્રામમાં ઊતર્યા છે. કુલ ઉમેદવાર 788 છે, જેમાંથી 69 મહિલાઓ પણ ચૂંટણીજંગમાં ઊતરી છે.
2.39 કરોડ મતદારો, 25,430 બૂથ
કુલ 89 સીટમાંથી 14 બેઠક આદિવાસી અને દલિત માટે અનામત છે. જ્યારે 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો છે. જેમાંથી 1 કરોડ 24 લાખ 33 હજાર 362 પુરુષ મતદારો અને 1 કરોડ 15 લાખ 42 હજાર 811 મહિલા મતદારો છે. તેમજ 497 થર્ડ જેન્ડરના મતદારો છે. પહેલા તબક્કાના મતદાન માટે 25,430 બૂથ છે. જેમાંથી 15,416 બૂથ ગ્રામ્યમાં અને 9,014 બૂથ શહેરી વિસ્તારમાં છે. ઉલ્લેખનીય છે કે, 2017માં ભાજપને 99, કોંગ્રેસને 77, NCP-1, BTP-2 અને 3 સીટ અપક્ષને મળી હતી. આ ત્રણ અપક્ષમાં જીજ્ઞેશ મેવાણી(હાલ કોંગ્રેસમાં), રતનસિંહ રાઠોડ(ભાજપના સાંસદ) અને ભૂપેન્દ્ર ખાંટ(નિધન થઈ ગયું)નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો- અમદાવાદમાં પીએમ મોદીના મેગા રોડ શોનો પ્રારંભ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


