Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સત્તાનો વનવાસ વેઠી રહેલી કોંગ્રેસના ઉદ્ધાર માટે કોંગ્રેસના આ નેતા આવશે ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections)ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે (Congress) પણ તૈયારીઓ આરંભી દીધી છે. કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સ્ટાર પ્રચારકો (Star Campaigner)ને પ્રચારની કમાન સોંપી છે જેમાં રાષ્ટ્રીય નેતાઓ (National Leader)  અને રાજ્ય કક્ષાના નેતાઓને પ્રચારની ધૂરા સોંપવામાં આવી છે. કોંગ્રેસ ગુજરાતમાં સત્તાથી વંચીતગુજરાતમાં કોંગ્રેસ ઘણા લાંબા સમયથી સત્તાથી વંચીત છે. સત્તા સુધà«
સત્તાનો વનવાસ વેઠી રહેલી કોંગ્રેસના ઉદ્ધાર માટે કોંગ્રેસના આ નેતા આવશે ગુજરાત
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections)ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે (Congress) પણ તૈયારીઓ આરંભી દીધી છે. કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સ્ટાર પ્રચારકો (Star Campaigner)ને પ્રચારની કમાન સોંપી છે જેમાં રાષ્ટ્રીય નેતાઓ (National Leader)  અને રાજ્ય કક્ષાના નેતાઓને પ્રચારની ધૂરા સોંપવામાં આવી છે. 

કોંગ્રેસ ગુજરાતમાં સત્તાથી વંચીત
ગુજરાતમાં કોંગ્રેસ ઘણા લાંબા સમયથી સત્તાથી વંચીત છે. સત્તા સુધી પહોંચવા માટે કોંગ્રેસ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આ વખતે ચૂંટણી દરમિયાન કોંગ્રેસ 27 વર્ષનો વનવાસ દુર કરવા કમર કસી રહી છે અને તેના ભાગરુપે નીચલા સ્તર સુધી ખાસ તૈયારીઓ શરુ કરવામાં આવી છે. 
કોંગ્રેસના નેતા ગુજરાતને ઘમરોળશે
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે  પ્રચંડ પ્રચારની રણનીતિ ઘડી છે અને તે મુજબ દેશભરના કોંગ્રેસના નેતાઓ ચૂંટણી અગાઉ અને ચૂંટણી દરમિયાન ગુજરાતને ઘમરોળી શકે છે. કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓના ગુજરાત ચૂંટણી મેદાનમાં જંગ જીતવાના આશયથી ઉતરશે. 

મતદાતાઓને રીઝવવાના પ્રયાસ 
કોંગ્રેસના આ સ્ટાર પ્રચારકો આગામી દિવસોમાં રાજયના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં પ્રચાર કરશે અને  રેલી, સભા સંબોધવાથી લઈને કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર અને પ્રસાર કરશે અને મતદાતાઓને રીઝવવાના પ્રયાસ કરશે. મતદાતાઓને રીઝવવામાં કોંગ્રેસના નેતાઓ કેટલે અંશે સફળ થશે તે તો સમય જ કહેશે. 

આ રાષ્ટ્રીય નેતાઓ આવશે ગુજરાત
સ્ટાર પ્રચારકોની જો વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય કક્ષાના કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, સાંસદ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, ભૂપેશ બધેલ, કમલનાથ, ભૂપિન્દરસિંહ હુડા, રાજીવ શુકલા, રણદિપસિંહ સુરજેવાલ, સચીન પાઈલોટ અને મુકુલ વાસનિક, સામ પિત્રોડા જેવા નેતાઓ ગુજરાત આવશે અને કોંગ્રેસનો પ્રચાર કરશે.

રાજ્યના આ નેતાઓને પણ જવાબદારી
રાજ્ય કક્ષાના નેતાઓમાં  જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા, જીગ્નેશ મેવાણી, ભરતસિંહ સોલંકી, મધુસુદન મિસ્ત્રી, દિપક બાબરીયા, અર્જુન મોઢવાડિયા, અમિત ચાવડા , સિધ્ધાર્થ પટેલ, શકિતસિંહ ગોહિલ, ડો.તુષાર ચૌધરી, પરેશ ધાનાણી અને કદીર પીરજાદાને વિવિધ સ્થળોએ કોંગ્રેસ મેદાનમાં ઉતારશે. 
Tags :
Advertisement

.

×