Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જેમની આંખોમાં શરમ ના હોય તેમનાથી ડરવું જોઇએ...જાણો ક્યા મંત્રીએ કહ્યું

બહુચરાજીથી નીકળેલી ભાજપ (BJP)ની ગૌરવ યાત્રા (Gaurav Yatra) આજે કડી પહોંચી હતી. આ ગૌરવ યાત્રામાં  કેન્દ્રીયમંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan) પણ જોડાઇ રહ્યા છે. ગૌરવ યાત્રામાં જોડાતા પૂર્વે પત્રકાર પરિષદમાં ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે આમ આદમી પાર્ટી બહુરુપી પાર્ટી છે. તેમણે કહ્યું કે ગુજરાત આજે રાષ્ટ્રીય મોડલ બન્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે જેમની આંખમાં શરમ ના હોય એનાથી ડરવું જોઇએભા
જેમની આંખોમાં શરમ ના હોય તેમનાથી ડરવું જોઇએ   જાણો ક્યા મંત્રીએ કહ્યું
Advertisement
બહુચરાજીથી નીકળેલી ભાજપ (BJP)ની ગૌરવ યાત્રા (Gaurav Yatra) આજે કડી પહોંચી હતી. આ ગૌરવ યાત્રામાં  કેન્દ્રીયમંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan) પણ જોડાઇ રહ્યા છે. ગૌરવ યાત્રામાં જોડાતા પૂર્વે પત્રકાર પરિષદમાં ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે આમ આદમી પાર્ટી બહુરુપી પાર્ટી છે. તેમણે કહ્યું કે ગુજરાત આજે રાષ્ટ્રીય મોડલ બન્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે જેમની આંખમાં શરમ ના હોય એનાથી ડરવું જોઇએ

ભાજપનો ઝંઝાવાતી પ્રચાર શરુ 
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થાય તે પૂર્વે ભાજપે ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર શરુ કર્યો છે. તેના ભાગ રુપે ભાજપ દ્વારા ગુજરાતમાં વિવિધ સ્થળોએ ગૌરવ યાત્રાની શરુઆત કરાઇ હતી. મહેસાણાના બહુચરાજીથી શરુ થયેલી ગૌરવ યાત્રામાં ગુરુવારે કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન જોડાયા હતા. 
આપ જૂઠ્ઠા લોકોની પાર્ટી 
ધર્મેન્દ્ર પ્રધાને પત્રકાર પરિષદમાં કહ્યું કે આમ આદમી પાર્ટી બહરુપી પાર્ટી છે અને જૂઠ્ઠાં લોકોની પાર્ટી છે. તેઓ ગુજરાતમાં ચાંદ લાવવાની પણ વાતો કરશે. આમ આદમી પાર્ટી મોડેથી જુઠ્ઠું બોલનારા ભડભડીયા લોકોનો સમૂહ છે. પત્રકાર પરિષદમાં ધર્મેન્દ્ર પ્રધાને દિલ્હી મોડલ અંગે કહ્યું કે જેમની આંખમાં શરમ ના હોય એનાથી ડરવું જોઇએ.ગુજરાત મોડેલ દેશભરમાં વખાણાયું છે. 
ભાજપ રિપોર્ટ કાર્ડ આપી રહ્યું છે
કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ કહ્યું કે ભાજપ દ્વારા કરાયેલા કાર્યોનું રિપોર્ટ કાર્ડ આપવાનું કામ ભાજપ કરી રહ્યું છે. લોકો વચ્ચે ગૌરવ યાત્રા લઇ જઇ ભાજપે કરેલા કાર્યોથી લોકોને વાકેફ કરાઇ રહ્યા છે. તેમણે ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો અને કહ્યું કે ગુજરાતની પ્રજાનો આભાર વ્યક્ત કરું છું. ગુજરાતની જનતાએ ભાજપ પર ભરોસો મુક્યો છે. 
ગુજરાતનો ભાજપ અને નરેન્દ્ર મોદી પર નિરંતર ભરોસો
ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે  ગુજરાતની પ્રજાએ ભાજપ પર નિરંતર ભરોસો વ્યક્ત કર્યો છે અને નરેન્દ્ર મોદી પર ભરોસો મુક્યો છે. તેમણે કહ્યું કે ગુજરાત તમામ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. અગાઉ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિવિધ કામો કરીને ગુજરાતને રોયલ મોડલ બનાવ્યું હતું અને હવે ગુજરાત મોડલ ભારતનું રોયલ મોડલ બન્યું છે. 

 દેશભરમાં ગુજરાત મોડલની ચર્ચા
તેમણે કહ્યું કે ભાજપે ક્યારેય સત્તા પર નહીં પણ સેવા પર ભાર મુક્યો હતો. આજે દેશભરમાં ગુજરાત મોડલની ચર્ચા છે અને નિરંતર વિશ્વાસ મળે તો સરકારને કામ કરવાનો મોકો મળે છે. ગુજરાત રાષ્ટ્રીય મોડલ બન્યું છે. વડાપ્રધાનશ્રીએ તમામ પ્રયોગો ગુજરાતમાં કર્યા અને આજે ગુજરાત દેશનું મોડલ સ્ટેટ બન્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ ચૂંટણીમાં પણ ગુજરાતની જનતા ભાજપ પર વિશ્વાસ મુકશે.
Tags :
Advertisement

.

×