Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હાર્દિકના રાજીનામા બાદ શું કહ્યું યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ સિંહે

હાર્દિક પટેલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસના નેતાઓ અને રાષ્ટ્રીય નેતૃત્વ પર અનેક સવાલો ઉભા કર્યા હતા. ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલાએ હાર્દિક પટેલને કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ નિવેદનો ન કરવા માટેની ચીમકી આપી છે અને જો નિવેદનો કરશે હાર્દિક પટેલનો વિરોધ કરાશે તેમ જણાવ્યું છે. હાર્દિક પટેલના રાજીનામાથà«
હાર્દિકના રાજીનામા બાદ શું કહ્યું યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ સિંહે
Advertisement
હાર્દિક પટેલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસના નેતાઓ અને રાષ્ટ્રીય નેતૃત્વ પર અનેક સવાલો ઉભા કર્યા હતા. ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલાએ હાર્દિક પટેલને કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ નિવેદનો ન કરવા માટેની ચીમકી આપી છે અને જો નિવેદનો કરશે હાર્દિક પટેલનો વિરોધ કરાશે તેમ જણાવ્યું છે. 

હાર્દિક પટેલના રાજીનામાથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. 2017માં હાર્દિક પટેલ પાટીદાર આંદોલન બાદ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા હતા. જોકે પાંચ વર્ષ બાદ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને પ્રેસ કોંફરન્સ કરીને કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસના નેતાઓ સામે અનેક સવાલો ઉભા કર્યા હતા.


ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલાએ હાર્દિક પટેલને ચીમકી આપી છે કે હાર્દિક પટેલ કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસના નેતાઓ આ અંગે કોઇપણ નિવેદન કરતાં પહેલા વિચારીને બોલે. જો કોંગ્રેસ પક્ષ અને  નેતાઓ વિશે એલફેલ નિવેદન કરશે તો હાર્દિક પટેલનો કોંગ્રેસ જાહેરમાં વિરોધ કરશે. 

2017માં હાર્દિક ભાજપ વિરુદ્ધ વિચારધારાના કારણે કોંગ્રેસમાં જોડાયો હતો તો પાંચ વર્ષ બાદ એવું શું થયું કે હાર્દિક પટેલની વિચારધારા બદલાઈ ગઈ.વિશ્વનાથ સિંહ વાઘેલાએ હાર્દિકના આક્ષેપ અંગે કહ્યું કે રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસ દરમિયાન ક્યારેય ચિકન સેન્ડવીચ મંગાવી નથી. હાર્દિકે કરેલા નિવેદનો તથ્યહીન છે. હાર્દિક પટેલ જે પણ નિવેદનો કર્યા છે તે તમામ નિવેદનો અને પ્રેસ નોટ તૈયાર કરીને કોઈએ તેને આપી છે. કોંગ્રેસમાં લાખો કાર્યકર્તાઓ અને નેતાઓની ફોજ છે. હાર્દિકના જવાથી કોંગ્રેસને કોઇ નુકસાન નહિ થાય.
Advertisement
Tags :
Advertisement

.

×