નારણપુરા વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર,જુઓ આ અહેવાલમાં
નારણપુરા ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આવેલો એક વિસ્તાર છે. આ વિસ્તાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ આવે છે. તે અમદાવાદના સતત વિકસતા પશ્ચિમ ભાગનો સૌથી જૂનો વિસ્તાર છે. ગુજરાત વિધાનસભાની 182 વિધાનસભા બેઠકો પૈકી 45 નંબરની વિધાનસભા એટલે અમદાવાદની નારણપુરા વિધાનસભા બેઠક. આ બેઠક 2008ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવી હતી અને તે ગાંધીનગર લોકસભા મતવિસ્તારની સાત વિધાનસભા બેઠકોમાંથી એક
Advertisement
નારણપુરા ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આવેલો એક વિસ્તાર છે. આ વિસ્તાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ આવે છે. તે અમદાવાદના સતત વિકસતા પશ્ચિમ ભાગનો સૌથી જૂનો વિસ્તાર છે. ગુજરાત વિધાનસભાની 182 વિધાનસભા બેઠકો પૈકી 45 નંબરની વિધાનસભા એટલે અમદાવાદની નારણપુરા વિધાનસભા બેઠક. આ બેઠક 2008ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવી હતી અને તે ગાંધીનગર લોકસભા મતવિસ્તારની સાત વિધાનસભા બેઠકોમાંથી એક છે. આ વિધાનસભા બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ નં .11, 12, 13, 14નો સમાવેશ થાય છે. નારાયણપુરા મતવિસ્તારમાં કુલ 2,28,644 મતદારો છે, જેમાં 1,17,864 પુરૂષ મતદારો અને 1,10,778 મહિલા મતદારો છે, જ્યારે 2 અન્ય મતદારો છે. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નારણપુરા મતવિસ્તારમાં 65.96% મતદાન નોંધાયું હતું.
નારણપુરા વિધાનસભા બેઠકના જાતિગત સમીકરણ
નારણપુરા બેઠક પર પાટીદાર મતદારો અને ઓબીસી મતદારોનું વર્ચસ્વ છે.આ બેઠક વર્ષોથી ભાજપનો ગઢ બની રહી છે. સામાન્ય રીતે ઓબીસી મતદારોનું કુણું વલણ કોંગ્રેસ પ્રત્યે રહેતું હોય છે, પરંતુ આ બેઠક ઉપર વર્ષોથી ભાજપનું વર્ચસ્વ રહ્યું છે.
નારણપુરા વિધાનસભા બેઠકના રાજકીય સમીકરણ
અમદાવાદની નારણપુરા વિધાનસભા બેઠક 2008માં અસ્તિત્વમાં આવી હતી.તે પૂર્વ મહેસૂલ મંત્રી કૌશીક પટેલનો મત વિસ્તાર છે. સાથે જ આ બેઠક ભાજપ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો ગઢ છે અને એટલા માટે જ આ બેઠક પર વર્ષોથી ભાજપનો કબ્જો છે. નારાયણપુરા પાટનગર ગાંધીનગર લોકસભા બેઠક હેઠળ આવે છે અને સંપૂર્ણપણે શહેરી વિસ્તાર છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં અમદાવાદની નારણપુરા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પાટીદાર ઉમેદવારને મેદાને ઉતાર્યા હતા. આ ચૂંટણીમાં ભાજપના કૌશિક પટેલે કોંગ્રેસના નિતીન પટેલને 66000થી વધુની સરસાઈથી હરાવ્યા હતા. આ પહેલા 2012માં આ બેઠક ભારતીય જનતા પાર્ટીના વર્તમાન અધ્યક્ષ અમિત શાહે જીતી હતી. અમદાવાદના શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ નારણપુરામાં ભાજપની સારી પકડ હોવાનું માનવામાં આવે છે.
નારણપુરા વિધાનસભા બેઠક
વર્ષ વિજેતા
2017 કૌશિક પટેલ(ભાજપ)
2012 અમિત શાહ( ભાજપ)


