Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જેતપુર બેઠકની તસવીર અને તાસીર શું છે, જાણો આ અહેવાલમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તા ભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખà
જેતપુર બેઠકની તસવીર અને તાસીર શું છે  જાણો આ અહેવાલમાં
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તા ભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખા જોખાં શું છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકીય માહોલ જામ્યો છે. રાજ્યમાં કેન્દ્રીય નેતાઓની અવર જવર વધવા માંડી છે. વડાપ્રધાન મોદીથી લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના પ્રભારીની સતત અવરજવર થઇ રહી છે. ચૂંટણી ભલે ગમે ત્યારે યોજાય પણ દરેક પક્ષ હાલ પાણી પહેલા પાળ બાંધવામાં લાગી ગયો છે.
ગુજરાતનું મીની ઔદ્યોગિક હબ
છેલ્લા પાંચ દાયકાઓથી ધૂપ છાંવમાંથી પસાર થઇને આજે પણ અડીખમ ઉભેલા જેતપુર શહેરનો સાડી ઉદ્યોગ કે જેને કારણે જેતપુર શહેરનું નામ દેશ-વિદેશમાં ગુંજી રહ્યું છે. જેતપુર એક એવું શહેર છે જ્યાં ડાઇંગ ઉદ્યોગ સૌથી વધુ છે. 1970-90 જેતપુર સાડી ઉદ્યોગનો સુવર્ણ યુગ માની શકાય. આ ગાળામાં જેતપુર શહેરની સરખામણી દુબઇ સાથે થતી હોવાથી મીની દુબઇ એવું જેતપુરને ઉપનામ મળ્‍યું હતું. આ સમય દરમ્‍યાન સમગ્ર દેશમાં ઔદ્યોગિક શહેર તરીકે જેતપુરનું નામ ગુંજતું હતું.
જેતપુર બેઠકના સમીકરણ 
આ બેઠક પર જાતિવાદી સમીકરણોની વાત કરીએ તો જેતપુરમાં લેઉવા પટેલ, કોળી, કડવા પટેલ, આહીર, ક્ષત્રીય, માલધારી, બ્રાહ્મણ, ખાંટ, દલિત અને લઘુમતી સમાજનું પ્રભુત્વ છે. 100 ટકામાંથી 7 ટકા કોળી, 45 ટકા લેઉવા પટેલ, 13 ટકા દલિત, 7 ટકા લઘુમતી, 5 ટકા કડવા પટેલ, 5 ટકા ક્ષત્રિય અને અન્ય 18 ટકા મતદારો છે.

જેતપુર બેઠકના રાજકીય ઉતાર-ચઢાવ
જેતપુર વિધાનસભા બેઠક પર 1990થી ભાજપનો દબદબો છે, જેમાં 2012માં કોંગ્રસમાંથી જયેશ રાદડિયાએ ભારે બહુમતી સાથે જીત મેળવી હતી. બે મહિના બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ફરી પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપમાંથી જયેશ રાદડીયાનો ભવ્ય વિજય થયો હતો અને આ બેઠક પર ભાજપે પોતાની પકડ મજબૂત બનાવી હતી.
વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસના ફાળે ગઇ હતી. કોંગ્રેસના જયેશ વિઠ્ઠલભાઇ રાદડિયા સામે ભાજપના જશુમતીબેન કોરાટનો 18033 મતે પરાજય થયો હતો. વિજેતા ઉમેદવાર જયેશ રાદડિયાને 85827 મત અને તેમના નિકટના હરીફ જશુમતિબેનને 67794 મત મળ્યા હતા.

જેતપુરમાં જાતિવાદી સમીકરણ અને મતદારો
વર્ષ 2018ના આંકડાઓ અનુસાર આ બેઠક પર કુલ 2,52,718 મતદારો નોંધાયા હતા. જેમાં અંદાજે 119815 મહિલા મતદારો અને 132901 પુરૂષ મતદારો નોંધાયા હતા. આ બેઠક પર જાતિવાદી સમીકરણોની વાત કરીએ તો જેતપુરમાં લેઉવા પટેલ, કોળી, કડવા પટેલ, આહીર, ક્ષત્રીય, માલધારી, બ્રાહ્મણ, ખાંટ, દલિત અને લઘુમતી સમાજનું પ્રભુત્વ છે. 100 ટકામાંથી 7 ટકા કોળી, 45 ટકા લેઉવા પટેલ, 13 ટકા દલિત, 7 ટકા લઘુમતી, 5 ટકા કડવા પટેલ, 5 ટકા ક્ષત્રિય અને અન્ય 18 ટકા મતદારો છે.
જેતપુર બેઠક પર યોજાયેલી ચૂંટણીઓ
ચૂંટણી વર્ષ      વિજેતા ઉમેદવાર      પક્ષ
2017            જયેશભાઇ રાદડીયા ભાજપ
2013   (પેટ ચૂંટણી) જયેશભાઇ રાદડીયા ભાજપ
2012            જયેશભાઇ રાદડીયા કોંગ્રેસ
2007         મોહનસિંહ રાઠવા       કોંગ્રેસ
2002           વિચેતભાઇ બારિયા  ભાજપ
1999(પેટા ચૂંટણી) જશુબેન કોરાટ  ભાજપ

જેતપુર બેઠક પર કેવી છે સમસ્યાઓ?
સૌ જાણે છે જેતપુરનો કાપડ ઉદ્યોગ માત્ર દેશ જ નહીં, પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત અને માંગમાં છે. ત્યારે કોરોના મહામારીના કારણ આ ઉદ્યોગની સ્થિતિ એટલી હદે વણસી છે કે તેને ઉભો કરવામાં વર્ષો લાગી શકે છે. તેમાંય મોંઘવારીનો માર આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખો મજૂરોના પેટ પર પાટું મારી રહી છે.
 ભાદર નદીના કાંઠે આવેલા જેતપુર શહેરમાં ઔદ્યોગિક પ્રદૂષણ સૌથી મોટી સમસ્યા બની છે. કારણ કે ઉદ્યોગોનું ગંદુ પ્રદુષિત પાણી ભાદરમાં ભળવાથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થઇ રહ્યું છે. ખેડૂતોની માંગ આવા ઉદ્યોગો બંધ કરી અથવા ભાદરને પ્રદૂષિત થતી અટકાવવા યોગ્ય અને કડક પગલા લેવાની છે.
Tags :
Advertisement

.

×