Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતની વરાછા બેઠકની તસવીર અને તાસીર શું છે, જાણો આ અહેવાલમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તા ભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખà
સુરતની વરાછા બેઠકની તસવીર અને તાસીર શું છે  જાણો આ અહેવાલમાં
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તા ભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખા જોખાં શું છે.
સુરત હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ અને રાજકારણ આ ત્રણેય બાબતોમાં નિર્ણાયક અને અગ્રેસર રહે છે. દક્ષિણ ગુજરાતના મીની સૌરાષ્ટ્ર તરીકે સુરતની ગણના થાય છે. સુરત શહેરમાં 12 વિધાનસભા બેઠકો છે અને તમામ પર ભાજપનું શાસન છે. આ 12 બેઠકમાંથી સૌથી અગત્યની ગણાય છે વરાછા વિધાનસભાની બેઠક. કારણ કે અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર થાય છે. આજે તમને વરાછા વિધાનસભા બેઠકના રાજકીય સમીકરણો અને મતદારોના મૂડ વિશે જણાવવા જઇ રહ્યા છીએ.
પાટીદાર આંદોલનની સૌથી વધારે અસર
પાટીદાર આંદોલનની અસર સૌથી વધારે આ બેઠક પર જોવા મળી હતી. આ બેઠક પર પાટીદાર ફેક્ટર ચાલે છે. વર્ષ 2017માં પાટીદાર આંદોલન તાજો મુદ્દો હતો. વરાછા વિધાનસભા ક્ષેત્રને વર્ષ 2007માં સુરત ઉત્તર અને સુરત પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાંથી અલગથી પાડી અલગ વિધાનસભા બેઠક ઘોષિત કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આ બેઠક પર ચૂંટણી ખરાખરીનો જંગ રહી છે. આ બેઠક પર જીત મેળવવા માટે ભાજપે ઘણું જોર લગાવ્યું પડ્યું હતું. કારણ કે આ બેઠક પર પાટીદાર ફેક્ટર વિજય માટે નિર્ણાયક હોય છે અને 

ઈતિહાસ
વરાછા બેઠકને આમ તો ભાજપનો ગઢ માનવામાં આવે છે. વર્ષ 2012 ચૂંટણીમાં ભાજપે કુમારભાઈ કાનાણીને અને કોંગ્રેસે ધીરૂભાઈ ગજેરાને મેદાનમાં ઉતાર્યા હતાં ત્યારે 1,27,420 મતોમાંથી કિશોર કાનાણીને 68,529 અને ધીરુ ગજેરા 48,170 મતો મળ્યા હતાં. જ્યારે મતની ટકાવારી પ્રમાણે કિશોર કાનાણીને 53.78 ટકા અને ધીરુ ગજેરાને 37.80 ટકા મતો મળ્યા હતાં. જ્યારે વર્ષ 2017ની ચૂંટણીમાં પણ આ બન્ને ઉમેદવારોને ઉતાર્યા હતા. કુલ 1,25,191 મતોમાંથી કુમારભાઈ કાનાણીને 54.69% એટલે કે 68,472 મતો અને ધીરૂભાઈ ગજેરાને 43.51% એટલે કે 54,474 મતો મળ્યા હતા
મતદારો
વરાછા બેઠકને આમ તો ભાજપનો ગઢ માનવામાં આવે છે. પાટીદાર આંદોલનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે પણ ભાજપ સતત બે ટર્મથી અહીં સત્તામાં છે. વર્ષ 2012ની ચૂંટણીની સરખામણીમાં 2017માં પાટીદાર આંદોલનના કારણે કોંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું હતું.  આ બેઠક પર અંદાજે કુલ 1,97,962 મતદારો છે અને તેમાં પુરૂષ મતદારો 1,12,305 અને સ્ત્રી મતદારો 85851 છે. વર્ષ 2017માં 1,25,191 મતદાતાઓએ મત આપ્યા હતા. પાટીદારોનું વર્ચસ્વ ધરાવતા વિસ્તારમાં 1.40 લાખ મતદારો તો ફક્ત પાટીદારો જ છે.
લોકોની માંગ
વરાછા વિસ્તારમાં રત્નકલાકારો મોટી સંખ્યમાં રહે છે. સરકાર અને અન્ય પક્ષો ક્યારે પણ રત્નકલાકારોની વેદના સમજી શક્યા ન હોવાનો પણ લોકોનો આરોપ છે. આજ દિન સુધી કોઈ પેકેજની જાહેરાત કરાઇ નથી. પ્રોફેશનલ ટેક્સ નાબૂદી કરાઇ નથી. 24 કલાક પાણી મીટર થકી આપવામાં આવે છે પરંતુ બિલ વધારે આવવાના કારણે લોકોમાં રોષ પણ છે. સરકારી શાળાઓની સંખ્યા વધારવા તથા સૌથી મોટી સમસ્યા અહીં ટ્રાફિકની પણ છે જેનું નિરાકરણ લોકો ઈચ્છી રહ્યાં છે.

2022ની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ
પાટીદાર અનામત આંદોલન બાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રથમવાર આમ આદમી પાર્ટીના 27 જેટલા ઉમેદવારો ચૂંટાઈને આવ્યાં. જેમાંથી 20 જેટલા ઉમેદવારો વરાછા વિધાનસભા બેઠકના કોર્પોરેટર છે એટલે આ વખતે વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના પણ ઉમેદવાર ટક્કર આપશે. તેથી અહીં ત્રિપાંખીયો જંગ ખેલાવાની પૂરી તૈયારી છે. આ વિધાનસભા કોંગ્રેસ અને ભાજપ બંને માટે મહત્વની બની ગઈ છે. તેમાં પણ આમ આદમી પાર્ટી આવ્યા બાદ આ બેઠક પર રાજકીય રસાકસી થોડી વધી છે. હવે 2022ની ચૂંટણીના પરીણામો જ પાટીદારોનો મૂડ સ્પષ્ટ કરશે.
ચૂંટણી વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
2017 કિશોર કાનાણી ભાજપ
2012 કિશોર કાનાણી ભાજપ
2007 પરેશભાઇ વસાવા કોંગ્રેસ
2002 પરેશભાઇ વસાવા કોંગ્રેસ
1998 પરેશભાઇ વસાવા કોંગ્રેસ
1995 સુભાષભાઇ પાડવી ભાજપ
1990 ગોવિંદભાઇ વસાવા કોંગ્રેસ
1985 ભીમસિંહ વસાવા કોંગ્રેસ
1980 ગોવિંદભાઇ વસાવા કોંગ્રેસ
1975 ગોવિંદભાઇ વસાવા કોંગ્રેસ
Tags :
Advertisement

.

×