રાજ્યમાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ? BJP-AAPનો ચહેરો સ્પષ્ટ, કોંગ્રેસ પાર્ટીનું કોણ?
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમાયો છે. આ વખતે કોંગ્રેસ અને ભાજપ સિવાય આમ આદમી પાર્ટી એટલે કે 'AAP' પણ રાજ્યમાં ચૂંટણી મેદાનમાં ઉતરી છે, તેથી હરીફાઈ રસપ્રદ બની છે. દરમિયાન દરેકના મનમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અથવા આપનો વિજય થશે તો મુખ્યમંત્રી કોણ હશે?કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓ અદ્રશ્યગુજરાત ચૂંટણીમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ સિવાય આમ આà
Advertisement
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમાયો છે. આ વખતે કોંગ્રેસ અને ભાજપ સિવાય આમ આદમી પાર્ટી એટલે કે 'AAP' પણ રાજ્યમાં ચૂંટણી મેદાનમાં ઉતરી છે, તેથી હરીફાઈ રસપ્રદ બની છે. દરમિયાન દરેકના મનમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અથવા આપનો વિજય થશે તો મુખ્યમંત્રી કોણ હશે?
કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓ અદ્રશ્ય
ગુજરાત ચૂંટણીમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડવાની છે. ત્યારે આ વખતની ચૂંટણી ઘણી રસપ્રદ સાબિત થાય તેવી સંભાવનાઓ છે. હાલમાં આમ આદમી પાર્ટી પૂરજોશમાં જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીનો દાવો છે કે, આ વખતે ગુજરાત બદલાવા જઈ રહ્યું છે. તો બીજી તરફ ભાજપ પણ પોતાના દમદાર પ્રચાર સાથે પોતે ગુજરાતમાં ફરી એકવાર જીત મેળવશે તેવું રટણ કરે છે. વળલી કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ તો હાલમાં તે પૂરી રીતે અદ્રશ્ય હોય તેવું લાગી રહ્યુ છે. જનમુખે ચર્ચા એ પણ થઇ રહી છે કે, 2017મા જે રીકે કોંગ્રેસ પાર્ટીએ ભાજપને જબરદસ્ત ટક્કર આપી હતી તે આ વર્ષે જોવા મળે તેની સંભાવના લગભગ ના બરાબર છે. કારણ કે કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓ હજુ સુધી આ ચૂંટણીમાં કોઇ જ પ્રકારનો રસ ધરાવતા ન હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે. વળી એવી પણ ચર્ચાઓ વેગ પકડી રહી છે કે, કોંગ્રેસ પાર્ટીને ખબર પડી ગઇ છે કે તે ગુજરાતમાં નહીં જીતી શકે એટલે તેણે પૂરું ધ્યાન ભારત જોયો યાત્રામાં રાખ્યું છે. જોકે, આ વાતમાં કેટલી સચ્ચાઇ છે તે તો સમય જ બતાવશે.
ઈશુદાન ગઢવી આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર
આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીએ ઇસુદાન ગઢવી (Isudan Gadhvi) ને ગુજરાતમાં પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા છે. થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઇસુદાન ગઢવીનું નામ જાહેર કર્યું છે. ઈશુદાન ગઢવી ગુજરાતની જામ ખંભાળિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. આ બેઠક પરથી કોંગ્રેસ પાર્ટીએ વિક્રમ માડમ તો ભાજપે મુળુભાઈ બેરાને ટિકિટ આપી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈશુદાન ગઢવીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ ટ્વીટ કર્યું છે. પોતાના ટ્વીટમાં તેમણે દાવો કર્યો હતો કે, ગુજરાતને એક સારા મુખ્યમંત્રી મળશે.
ભૂપેન્દ્ર પટેલ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર
ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ જણાવ્યું હતું કે, જો આવતા મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ બહુમતી મેળવે તો ભૂપેન્દ્ર પટેલ (Bhupendrabhai Patel) ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભૂપેન્દ્ર પટેલ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે. ભાજપ સતત સાતમી વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. કોંગ્રેસ અને AAP વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગૃહ રાજ્યમાં સતત સાતમી વખત ભાજપને જીતવા માટે પડકાર આપી રહ્યા છે.
કોંગ્રેસ પાર્ટી મુખ્યમંત્રી પદના ઉમેદવાર નથી કર્યા જાહેર
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે પરંતુ કોંગ્રેસ પાર્ટીનું અહીં પ્રચાર લગભગ ના બરાબર જોવા મળી રહ્યો છે. જોકે, પાર્ટી હાલમાં ઘણી અંદરની સમસ્યાઓથી પિડીત જોવા મળી રહી છે. ઘણા કોંગ્રેસના નેતાઓ પાર્ટીથી નારાજ છે. વળી હાલમાં રાહુલ ગાંધી પણ આ ચૂંટણી પૂર્વે અહીં જોવા મળી રહ્યા નથી. જે જોશ 2017મા હતો તે હાલમાં કોંગ્રેસ પાર્ટીમાં જોવા નથી મળી રહ્યો. તે સમયે ત્રણ ચહેરા કે જે કોંગ્રેસ પાર્ટીની સાથે હતા, તેમાંથી બે (હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર) આજે ભાજપમાં જોડાઇ ગયા છે. વળી એક ચહેરો (જીગ્નેશ મેવાણી) આજે કોંગ્રેસ પાર્ટી સાથે સત્તાવાર રીતે જોડાઇ ગયો છે.
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર
દિલ્હી ખાતે ચૂંટણીપંચ પત્રકાર પરિષદમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. જણાવી દઇએ કે, ગુજરાતની ચૂંટણી 2 તબક્કામાં યોજાઈ શકે છે. જ્યારે ડિસેમ્બરના અંત સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ શકે છે. મહત્વનું છે કે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017ની સ્થિતિ
લગભગ 27 વર્ષથી ભાજપે ગુજરાતની સત્તા કબજે કરી છે. જો તમને યાદ હોય તો 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પહેલા કરતા વધુ સારું પ્રદર્શન કર્યું હતું, જેના કારણે પાર્ટીને મજબૂતી મળી હતી. ગુજરાતની 182 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી, જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) 99 બેઠકો પર જીતી હતી.
ગુજરાતમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે
Advertisement
જણાવી દઈએ કે મતદારયાદી અનુસાર ગુજરાતમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. જેમાં કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. એમ કુલ 11,62,528 જેટલા નવા મતદારો નોંધાયા છે. જ્યારે 1417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો આમાં સમાવેશ થાય છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
Advertisement
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભા માટે બે તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. પહેલો તબક્કો 1 ડિસેમ્બરે જ્યારે બીજો 5 ડિસેમ્બરે થશે. ગુજરાત ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે આવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


