Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શિયાળામાં આ ચીજ ખાવ તો થશે ચમત્કારિક ફાયદા

કહેવાય છે કે જેનો શિયાળો (Winter) સારો તેનું આખું વર્ષ સારું. શરીરને ગરમાવો આપવા માટે યોગ્ય આહાર લેવો જરૂરી છે. વ્યક્તિ જે પણ ખાય છે તેની તેના શરીર પર અસર થાય છે. જ્યારે ઠંડીની મોસમ શરૂ થાય છે ત્યારે શરીરનું તાપમાન ઘટે છે. આવી રીતે ખોરાકમાં એવા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ જે શરીરનું તાપમાન વધારવામાં મદદ કરે છે અને આપણને ગરમીનો અહેસાસ કરાવે છે. આ ચીજો શરીર ગરમ રાખશેશિયાળામાં પારો ગગડવાને કા
શિયાળામાં આ ચીજ ખાવ તો થશે ચમત્કારિક ફાયદા
Advertisement
કહેવાય છે કે જેનો શિયાળો (Winter) સારો તેનું આખું વર્ષ સારું. શરીરને ગરમાવો આપવા માટે યોગ્ય આહાર લેવો જરૂરી છે. વ્યક્તિ જે પણ ખાય છે તેની તેના શરીર પર અસર થાય છે. જ્યારે ઠંડીની મોસમ શરૂ થાય છે ત્યારે શરીરનું તાપમાન ઘટે છે. આવી રીતે ખોરાકમાં એવા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ જે શરીરનું તાપમાન વધારવામાં મદદ કરે છે અને આપણને ગરમીનો અહેસાસ કરાવે છે. 
આ ચીજો શરીર ગરમ રાખશે
શિયાળામાં પારો ગગડવાને કારણે શરીરનો મેટાબોલિક રેટ ધીમો પડી જાય છે જેથી ઉર્જા બચાવવા અને શરીરને ગરમ રાખવામાં આવે. આ જ કારણ છે કે શિયાળામાં વ્યક્તિને ઊંઘ અને સુસ્તી લાગે છે, પરંતુ અહીં એવી ખાદ્ય વસ્તુઓ છે, જેનું શિયાળામાં સેવન શરીરને ગરમ રાખવામાં મદદ કરશે અને એનર્જી લેવલ પણ વધારશે.
ગોળ
જેમાં પહેલી વસ્તુ ગોળનો સમાવેશ થાય છે.શિયાળામાં શરદી-ઊધરસની તકલીફ વધી જતી હોય છે. ગોળ શરીરને ગરમાટો આપે છે, તેથી જ વધુ પડતા ઠંડા પ્રદેશોમાં ગોળનો કાઢો પીવાનું સામાન્ય છે. શિયાળામાં રોજ જમવા સાથે ગોળ ખાવાથી પણ ફાયદો થાય છે. 
હળદર
બીજું શિયાળામાં હળદર કે જે ખૂબ જ ફાયદાકારક રહે છે. હળદરને ઔષધી તરીકે લેવામાં આવે છે. હળદર એન્ટિબાયોટિક તરીકે પણ કામ કરે છે. તેથી શિયાળામાં શક્ય હોય તેટલો હળદરનો ઉપયોગ વધુ કરવો. લોકો હળદરને મીઠામાં પલાળીને સવાર અને સાંજ આહાર સાથે પણ લે છે. 
લસણ
ત્રીજું છે લસણ. લસણ એક ઉત્તમ એન્ટીબાયોટિક હોવાની સાથે સાથે શરદી-ઊધરસ માટે ઔષધી સમાન પુરવાર થઇ છે. ઠંડીના દિવસોમાં લસણની ચટણી તેમજ શાક-દાળમાં ઉપયોગ કરી શકાય છે. ઘણા લોકો રોટલી સાથે લસણની સાંતળેલી કળીઓ ખાતા હોય છે. શિયાળામાં તાજુ લીલુ લસણ મળતું હોય છે જેને શાકમાં અથવા તો ચટણીમાં સામેલ કરવાથી સ્વાદ વધવાની સાથેસાથે શરીરને ગરમાટો પણ આપે છે. 
મેથી
ચોથું આવે છે મેથી. મેથીના દાણાથી બનાવામાં આવતા લાડુનું સેવન શિયાળામાં ખાસ કરીને લોકો ખાતા હોય છે. તે શરીરમાં ગરમાટો રાખવા માટે જાણીતું છે. તેમજ મેથીનું શાક પણ આ દિવસોમાં વધારે પ્રમાણમાં કરવું જોઇએ. 

સુકા મેવા
સાથે સાથે સુકા મેવા કે જે બારેય માસ ખાવાથી ફાયદો થતો હોય છે પરંતુ શિયાળામાં ખાવાથી તેનો વધુ ફાયદો શરીરને મળે છે. સુકા મેવાનું સેવન શિયાળામાં કરવું વધુ ફાયદાકારક છે. તે ઠંડીથી રક્ષણ આપે છે. સુકામેવા સાથે ગોળ અને ઘી ભેળવીને પાક અથવા તો લાડુ બનાવીને ખાવાથી વધુ ગુણકારી છે. 
આદુ
સાથે આદુનું સેવન આ ઋતુમાં શરીરમાં ગરમી લાવવાની સાથેસાથે ઇમ્યુનિટી વધારે છે. દાળ, શાક, સૂપ વગેરેમાં આદુને સામેલ કરવું. ચટણીમાં પણ આદુ નાખવાથી સ્વાદિષ્ટ થવાની સાથેસાથે ગુણકારી છે. 
દેશી ઘી
ત્યાર બાદ દેશી ઘી. ઘીના સેવનથી કેલરી વધે છે તેવું સામાન્ય રીતે માનવામાં આવતું હોય છે. જોકે શિયાળામાં દેશી ઘીનું સેવન કરવાથી તે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે.
સૂપ
ગરમ ગરમ સૂપ શિયાળામાં આહારમાં લેવો ફાયદાકારક છે. શિયાળાની કડકડતી ઠંડીની સાંજે ગરમ ગરમ સૂપ પીવાથી શરીરમાં ગરમાવો આવે છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×